Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૫૪૫
છે માટે જ પૂર્વકોટિ વરસના આયુવાળો ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ બાંધે તેને જ તેટલો ઉત્કૃષ્ટ અબાધાકાળ હોય છે. પૂર્વકોટિનો ત્રીજો ભાગ એ ઉત્કૃષ્ટ અબાધા છે. કારણ કે પૂર્વકોટિ કરતાં વધારે આયુવાળા પોતાનું છ માસ શેષ આયુ હોય ત્યારે જ પરભવનું આયુ બાંધે છે. ૩૭
હવે અહીં જે ભોગવાતા આયુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુનો બંધ કરે એમ જે કહ્યું તે સંબંધમાં અન્ય કોઈ પ્રશ્ન પૂછે છે –
वोलीणेसुं दोसुं भागेसुं आउयस्स जो बंधो । भणिओ असंभवाओ न घडइ सो गइचउक्केवि ॥३८॥ व्यतिक्रान्तयोर्द्वयोर्भागयोरायुषो यो बन्धः ।
भणितोऽसंभवात् न घटते स गतिचतुष्केऽपि ॥३८॥ અર્થ–ભોગવાતા આયુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુનો જે બંધ કહ્યો છે તે અસંભવ હોવાથી ચારે ગતિમાં ઘટી શકશે નહિ. હવે અસંભવ કઈ રીતે છે? તેનો જ વિચાર કરે છે–
पलियासंखेज्जंसे बंधंति न साहिए नरतिरिच्छा । छम्मासे पुण इयरा तदाउ तंसो बहुँ होइ ॥३९॥ पल्यासंख्येयांशे बध्नन्ति न साधिके नरतिर्यञ्चः ।
षण्मासे पुनरितरे तदायुस्त्यंशः बहु भवति ॥३९॥ અર્થ–યુગલિક મનુષ્ય તિર્યંચો જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક આયુ શેષ હોય ત્યાં સુધી પરભવના આયુનાં બંધ કરતા નથી અને ઇતર-દેવો તથા નારકીઓ છ માસથી અધિક આયુ જયાં સુધી શેષ હોય ત્યાં સુધી પરભવનું આયુ બાંધતા નથી. કારણ કે તેઓનો આયુનો ત્રીજો ભાગ બહુ મોટો હોય છે.
ટીકાનુ–યુગલિયા મનુષ્યો અને તિર્યંચો પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક પોતાનું આયુ જ્યાં સુધી શેષ હોય ત્યાં સુધી પરભવનું આયુ બાંધતા નથી, પરંતુ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે જ પરભવનું આયુ બાંધે છે. અહીં જેઓ યુગલિક મનુષ્ય અને તિર્યંચોને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અબાધા માને છે. તેઓના મતે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે. તથા ઈતર-દેવો અને નારકીઓ પોતાના આયુનો જ્યાં સુધી છ માસથી અધિક ભાગ શેષ હોય ત્યાં સુધી પરભવના આયુનો બંધ કરતા નથી, પરંતુ છ માસ આય શેષ રહે ત્યારે જ પરભવનું આયુ બાંધે છે. કારણ કે યુગલિક મનુષ્ય તિર્યંચો અને દેવ નારકીઓને પોતાના આયુનો ત્રીજો ભાગ બહુ મોટો હોય છે. તેમાં યુગલિક મનુષ્ય તિર્યંચોને ત્રીજો ભાગ પલ્યોપમ પ્રમાણ, અને દેવો તથા નારકીઓને ત્રીજો ભાગ અગિયાર સાગરોપમ પ્રમાણ શેષ હોય છે. આટલો મોટો ભાગ શેષ હોય ત્યારે પંચ૦૧-૬૯