________________
પંચમત્કાર
૫૬૯
તેને પચીસે ગુણતાં જે આવે તેટલી બેઇન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પચાસે ગુણતા તે ઇન્દ્રિયની, સોએ ગુણતાં ચઉરિન્દ્રિયની અને હજારે ગુણતા અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે.
આ વિષયમાં કર્મપ્રકૃતિકાર આદિ આ પ્રમાણે કહે છે–એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસે ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે. એ પ્રમાણે પચાસે ગુણતાં તે ઇન્દ્રિયનો, સોએ ગુણતાં ચઉરિજિયનો અને હજારે ગુણતાં જે આવે તેટલો અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે.
અને બેઇન્દ્રિયાદિનો પોતપોતાનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરતાં જે રહે તેટલો તેઓને જઘન્ય સ્થિતિબંધ થાય છે. અહીં તત્ત્વ અતિશય જ્ઞાની
જાણે.
- આ રીતે એકેન્દ્રિયોના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધના પ્રમાણનો વિચાર કર્યો. સ્થિતિસ્થાનના વિચાર માટે કહે છે
ठिठाणाई एगिदियाण थोवाइं होंति सव्वाणं । बेंदिण असंखेज्जाणि संखगुणियाणि जह उप्पिं ॥५६॥ स्थितिस्थानान्येकेन्द्रियाणां स्तोकानि भवन्ति सर्वेषाम् ।
द्वीन्द्रियाणामसंख्यानि संख्येयगुणानि यथोपरि ॥५६॥ અર્થ સઘળાં એકેન્દ્રિયોનાં સ્થિતિસ્થાનકો થોડાં છે, તેનાથી બેઇન્દ્રિયનાં અસંખ્યાત ગુણા છે અને ઉપર ઉપરનાં તે ઇન્દ્રિયાદિનાં સંખ્યાતગુણા છે. - ટીકાનુ–એક સમયે એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય તે સ્થિતિસ્થાનક કહેવાય. જઘન્ય સ્થિતિથી આરંભી ઉત્કૃષ્ટ સ્થિતિના ચરમ સમય પર્યત સમય સમય વધારતાં જેટલા સમયો થાય તેટલાં સ્થિતિસ્થાનકો હોય છે, તે આ પ્રમાણે–
કોઈ જઘન્ય સ્થિતિનો બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, સમયાધિક જઘન્ય સ્થિતિનો બંધ
૧. એક સમયે એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય તે બદ્ધસ્થિતિ સ્થાનક કહેવાય જેમ કોઈ જઘન્ય સ્થિતિનો બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાન, કોઈ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરે તે બીજું સ્થિતિસ્થાન એમ કોઈ ત્રણ, ચાર, સંખ્યાતા, અસંખ્યાતા, સમયાધિક સ્થિતિનો બંધ કરે. યાવતુ કોઈ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ તો બદ્ધ સ્થિતિસ્થાનકની વાત થઈ. હવે સત્તાગત સ્થિતિસ્થાનોનો વિચાર કરીએ. એક સમયે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલી સ્થિતિ બંધાઈ હોય તેના ભાગમાં આવેલ
ગણાઓની અબાધાકાળ છોડીને જેટલા સમયમાં રચના થાય તે સઘળાં સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. સાગત સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે કાળભેદે જેટલા સમયોના બંધાયેલા અને જેટલી વર્ગણાઓના ફળને અનુભવે છે. પંચ૦૧-૭૨