________________
૫૭૦
પંચસંગ્રહ-૧ તે બીજું સ્થિતિસ્થાનક, બે સમયાધિક જઘન્ય સ્થિતિનો બંધ તે ત્રીજું સ્થિતિસ્થાનક, એમ સમય સમય વધારતાં યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તે છેલ્લું સ્થિતિસ્થાનક.
આવા પ્રકારનાં સ્થિતિસ્થાનકો સઘળા એકેન્દ્રિયો આશ્રયી વિચારતાં થોડા છે. કારણ કે તેઓના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું જ અંતર છે. તેઓનો જેટલો જઘન્ય સ્થિતિબંધ છે, તેનાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક છે, તેથી તેઓનાં સ્થિતિસ્થાનકો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં . જેટલા સમયો હોય તેટલા જ છે, માટે સર્વથી થોડા છે. તેનાથી બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે અને ત્યારપછી ઉત્તરોત્તર સંજ્ઞી પર્યાપ્ત સુધીના સંખ્યાત સંખ્યાતગુણા છે. તાત્પર્ય આ પ્રમાણે
સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાનકો સર્વથી અલ્પ છે. તેનાથી અપર્યાપ્ત બાદરના સંખ્યાતગુણા છે, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તના સંખ્યાતગુણા છે, તેનાથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સંખ્યાતગુણા છે. આ સઘળા પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો મોટો લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ સંભવે છે.
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની સ્થિતિસ્થાનોથી અપર્યાપ્ત બેઇન્દ્રિયનાં સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણા છે.
અસંખ્યાતગુણા કેમ ? એ પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે અપર્યાપ્ત બેઈન્દ્રિયનાં સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. કારણ કે તેઓની જઘન્ય અને
૧. સંક્લેશ અને વિશુદ્ધિનો આધાર યોગ છે જેમ જેમ યોગવ્યાપાર વધારે હોય તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વિશુદ્ધિ કે સંક્લેશ હોઈ શકે. જેમ જેમ યોગ અલ્પ તેમ તેમ તે અલ્પ અલ્પ હોય અને સ્થિતિબંધનો આધાર સંક્લેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંક્લેશ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ વધારે. જેમ જેમ સંક્લેશ ઓછો અને વિશુદ્ધિ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ અલ્પ અલ્પ થાય. એકેન્દ્રિયોમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો યોગ સર્વથી વધારે છે તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તનો, તેનાથી બાદર અપર્યાપ્તનો અને તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તનો ઓછો ઓછો છે. સંક્લેશ અને વિશુદ્ધિમાં પણ આ જ ક્રમ છે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો સંક્લેશ કે વિશદ્ધિ બીજા એકેન્દ્રિયોથી વધારે છે અને તેથી જ તેઓને સ્વયોગ્ય ઓછામાં ઓછો અને વધારેમાં વધારે સ્થિતિબંધ થઈ શકે છે. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તને સંક્લેશ પણ ઓછો અને વિશુદ્ધિ પણ ઓછી તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતા નથી. દાખલા તરીકે–બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ સો વરસ અને જઘન્ય પાંચ વરસની સ્થિતિ બાંધતા હોય તો સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય પંદર અને ઉત્કૃષ્ટ નેવુંની બાંધે. તેથી જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચમાં અંતર ઓછું ઓછું રહે. આ હેતથી જ બાદર પર્યાપ્તથી સુક્ષ્મ પર્યાપ્તનાં સ્થિતિસ્થાનકો ઓછાં થાય. આ પ્રમાણે બાદર અપર્યાપ્તાદિ માટે પણ સમજવું.
૨. જો કે આ ગ્રંથમાં એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. કર્મગ્રન્થની જેમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ આદિએ ગણી તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યુન જઘન્ય સ્થિતિબંધ કહ્યો નથી. છતાં પણ અહીં જધન્ય અને