________________
૫૮૦
પંચસંગ્રહ-૧
असंखलोगखपएसतुल्लया हीणमज्झिमुक्कोसा । ठिईबंधज्झवसाया तीए विसेसा असंखेज्जा ॥५८॥
असंख्यलोकखप्रदेशतुल्या हीनमध्यमोत्कृष्टायाः ।
स्थितेर्बन्धाध्यवसायास्तस्या विशेषा असंख्येयाः ॥१८॥ અર્થ–જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિના બંધમાં હેતુભૂત અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. કારણ કે તે જઘન્યાદિ સ્થિતિના અસંખ્યાતા વિશેષો છે.
ટીકાનુ–સ્થિતિ શબ્દને ષષ્ઠીના અર્થમાં પ્રથમ વિભક્તિ પ્રાકૃતના નિયમને અનુસરી મૂકી છે. એટલે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એ દરેક સ્થિતિબંધના હેતુભૂત અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે. કારણ કે તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એક એક સ્થિતિસ્થાનોમાં અસંખ્યાતા વિશેષો છે અને તે વિશેષો સ્થિતિબંધમાં હેતુભૂત અધ્યવસાયની વિચિત્રતામાં કારણ દેશ, કાળ, રસ, વિભાગના વિચિત્રપણા વડે થાય છે એમ જાણવું અથવા જઘન્ય સ્થિતિ અસંખ્ય સમય પ્રમાણ છે, એ પ્રમાણે મધ્યમ અને ઉત્કૃષ્ટ એ દરેક સ્થિતિ પણ અસંખ્ય સમય પ્રમાણ છે. તેમાં જઘન્ય સ્થિતિ સમય સમય પ્રમાણ ઓછી થવાથી પ્રતિ સમયે અન્યથા ભાવને-ભિન્ન ભિન્ન પ્રકારને–ભેદને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ સમય સમય માત્ર ઓછી થવા વડે ભિન્નતાને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે જઘન્યાદિ સ્થિતિઓમાં અસંખ્ય વિશેષો રહેલા છે કે જે વિશેષોનાં કારણો પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે. ૫૮
આ પ્રમાણે અધ્યવસાયસ્થાન આશ્રયી વિચાર કર્યો. હવે સાદિ અનાદિનો વિચાર કરે છે. તે બે પ્રકારે છે : ૧. મૂળ પ્રકૃતિ વિષયક, ૨. ઉત્તર પ્રકૃતિવિષયક. તેમાં પહેલા મૂળ - પ્રકૃતિવિષયક સાદિ અનાદિનો વિચાર કરવા ઈચ્છતા આ ગાથા કહે છે
. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અનુભાગ આદિ અનેક કારણોની આત્મા પર અસર થાય છે. જેને લઈ અધ્યવસાયની ભિન્નતા થાય છે. ઘણા જીવોએ એક સરખી સ્થિતિ બાંધવા છતાં તે સઘળા જીવો એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સંયોગમાં અનુભવતા નથી, પરંતુ ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંયોગમાં અનુભવે છે. આનું કારણ ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ અને અનુભાગાદિ વડે થયેલી અધ્યવસાયની વિચિત્રતા છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ક્ષેત્ર, કાળ આદિ અસંખ્ય કારણો ભિન્ન ભિન્ન અધ્યવસાયો થવામાં કારણ છે. ક્ષેત્રાદિ અસંખ્ય હોવાથી અધ્યવસાયો પણ અસંખ્ય છે. આ અસંખ્ય અધ્યવસાયો વડે એક સરખી જ સ્થિતિ બંધાયા છતાં એક સરખા સંયોગોમાં અનુભવાતી નથી. ' કોઈપણ એક સ્થિતિબંધનું એક અધ્યવસાયરૂપ એક જ કારણ હોય તો તે સ્થિતિને એક જીવ જે સામગ્રી પામી અનુભવે તે જ સામગ્રી પામી તે સ્થિતિને બાંધનાર સઘળા જીવોએ અનુભવવી જોઈએ, પરંતુ તેમ થતું નથી. એક સરખી સ્થિતિ બાંધનાર અનેક જીવોમાંથી એક જીવ તે સ્થિતિને અમુક ક્ષેત્ર કે અમુક કાળમાં અનુભવે, બીજો જીવ તે જ સ્થિતિને બીજા ક્ષેત્ર કે કાળમાં અનુભવે છે. આ કારણથી એક જ સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસાયોરૂપ અનેક કારણો છે તે અનેક કારણો વડે સ્થિતિબંધ એક સરખો જ થાય છે, માત્ર તેમાં ભિન્ન ભિન્ન સંયોગોમાં અનુભવવારૂપ તેમ જ અનેક કારણો વડે ફેરફાર થવારૂપ વિચિત્રતા રહેલી છે.