________________
૫૮૪
પંચસંગ્રહ-૧
તથા શેષ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયરૂપ તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામવાળો બાદર એકેન્દ્રિય કેટલાએક કાળ કરે છે. શેષ એકેન્દ્રિયો તથાભવસ્વભાવે કરતા નથી. અંતર્મુહૂર્ત પછી તે જ જીવ અજઘન્ય સ્થિતિબંધ કરે છે. વારાફરતી તેઓને થતા હોવાથી તે બંને સાદિ સાંત ભાંગે છે. જઘન્ય બંધના સાદિ સાંત ભાંગાનું કારણ કહ્યું.
હવે અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધના ચાર પ્રકારનો, શેષ ધવબંધિની પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અનુત્યુદિના સાદિ અને સાંત ભાંગાનો, તથા અધુવબંધિની પ્રકૃતિઓના ચારે પ્રકારમાં સાદિ સાંત એ બે ભાંગાનો વિચાર કરે છે–
अट्ठाराणऽजहन्नो उवसमसेढीए परिवडंतस्स । साई सेसविगप्पा सुगमा अधुवा धुवाणंपि ॥६२॥ .. अष्टादशानामजघन्य उपशमश्रेण्याः प्रतिपततः ।
सादिः शेषविकल्पाः सुगमा अधुवाणां ध्रुवाणामपि ॥२॥
અર્થ—અઢાર પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ ઉપશમ શ્રેણિથી પડતા થાય છે માટે સાદિ. તથા તેના શેષ વિકલ્પો અને અધ્રુવ તથા શેષ ધ્રુવબંધિની પ્રકૃતિઓના પણ સઘળા વિકલ્પો સુગમ છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીયાદિ પૂર્વોક્ત અઢાર પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિબંધની શરૂઆત ઉપશમશ્રેણિથી પડતા થાય છે માટે તે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–ઉપશમશ્રેણિથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી. તેઓ આશ્રયી અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ છે.
એ જ અઢાર પ્રકૃતિઓના શેષ જઘન્યાદિ વિકલ્પો, તથા અધુવબંધિની પ્રકૃતિઓના અને અઢાર સિવાય શેષ ધ્રુવબંધિની પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ સાંત ભાંગે છે જેનો વિચાર પહેલા કરી આવ્યા છે. ૬૩
આ પ્રમાણે સાદિ અનાદિની પ્રરૂપણા કરી. હવે એના જ વિશેષ સ્પષ્ટીકરણ માટે સ્વામિત્વ પ્રરૂપણા કરે છે–
सव्वाणवि पगईणं उक्कोसं सन्निणो कुणंति ठिएं । एगिदिया जहन्नं असन्नि खवगा य काणंपि ॥३३॥ सर्वासामपि प्रकृतीनामुत्कृष्टां संज्ञिनः कुर्वन्ति स्थितिम् ।
एकेन्द्रिया जघन्यामसंज्ञिनः क्षपकाश्च कासामपि ॥६३॥ અર્થ–સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞીઓ કરે છે, તથા જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો કરે છે અને કેટલીએક પ્રકૃતિઓનો અસંશી તથા સપક કરે છે.
ટીકાન–શુભ-અશુભ સઘળી કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞી જીવો કરે છે.