Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૮૬
પંચસંગ્રહ-૧,
દેવાયુનો પણ પૂર્વકોટિ વર્ષના આયુવાળો પૂર્વકોટિના ત્રીજા ભાગના આદ્યસમયે વર્તમાન અપ્રમત્તભાવને સન્મુખ થયેલો પ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. અહીં એકાંતે સર્વ વિશુદ્ધ પરિણામવાળો અપ્રમત્ત સંયત આયુના બંધનો આરંભ જ કરતો નથી. માત્ર પ્રમત્તે આરંભેલો અપ્રમત્ત પૂર્ણ કરે છે. કહ્યું છે કે
અપ્રમત્ત આત્મા આયુના બંધનો આરંભ કરતો નથી, પ્રમત્તે આરંભેલાને અપ્રમત્ત બાંધે છે.
દેવાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વકોટિ વર્ષના આયુવાળો પૂર્વકોટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે એક સમય પર્યત કરે છે. ત્યારપછીના સમયે અબાધાની હાનિનો સંભવ હોવાથી ઘટતો નથી અને તે વખતે પ્રમત્ત ગુણસ્થાનકે હોય છે. વળી આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામે થાય છે. માટે અપ્રમત્તભાવને સન્મુખ થયેલો પ્રમત્ત આત્મા આયુના ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધક કહ્યો છે.
તથા શેષ શુભ અથવા અશુભ સઘળી કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક સર્વ સંક્લિષ્ટ સંજ્ઞી મિથ્યાદષ્ટિ જીવો છે. તેમાં પણ આ વિભાગ છે–
દેવાયુ વર્જિત શેષ ત્રણ આયુ નરકદ્ધિક, દેવદ્ધિક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, વૈક્રિયદ્રિક, સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ પંદર પ્રકૃતિઓનો ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામવાળા મિથ્યાષ્ટિ તિર્યંચ અને મનુષ્યો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. કારણ કે દેવો અને નારકીઓને તેના બંધનો અભાવ છે. તે આ પ્રમાણે –
તિર્યંચાયુ અને મનુષ્યાયુ છોડીને શેષ પ્રકૃતિઓને દેવો અને નારકીઓ ભવસ્વભાવે જ બાંધતા નથી, તથા તિર્યંચ અને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દેવકુર અને ઉત્તરકુરુના યુગલિકનું આયુ બાંધતા થાય છે. દેવો અને નારકીઓ તથાભવસ્વભાવે ત્યાં ઉત્પન્ન થતા નથી. માટે તિર્યંચ અને મનુષ્યાયુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક દેવો અને નારકીઓ હોતા નથી, પરંતુ તિર્યંચો અને મનુષ્યો જ હોય છે. તે પણ પૂર્વકોટિ વર્ષના આયુવાળા, પૂર્વકોટિના ત્રીજા ભાગના પ્રથમ સમયે વર્તમાન મિથ્યાદૃષ્ટિ અને ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામે વર્તતા હોય તે જ હોય છે.
અહીં અત્યંત વિશુદ્ધ પરિણામવાળાને આયુનો બંધ થતો નહિ હોવાથી અત્યંત વિશુદ્ધ પરિણામવાળા ન કહેતાં ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામી કહ્યા છે.
સમ્યગ્દષ્ટિ તિર્યંચ મનુષ્યોને તિર્યંચ અને મનુષ્યનું આઉખું જ બંધાતું નહિ હોવાથી તત્વાયોગ્ય વિશુદ્ધ પરિણામવાળા મિથ્યાદષ્ટિ લીધા છે.
નરકાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર પણ ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદૃષ્ટિ તિર્યંચ અને મનુષ્યો હોય છે. અત્યંત સંક્લિષ્ટ પરિણામવાળાને આયુના બંધનો જ અસંભવ હોવાથી ત~ાયોગ્ય સંક્લિષ્ટ પરિણામી લીધા છે.
તથા તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ, ઉદ્યોત અને છેવટું સંઘયણ એ છ પ્રકૃતિઓની અત્યંત સંક્લિષ્ટ પરિણામવાળા દેવો અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. આ છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અત્યંત તીવ્ર સંક્લેશ હોય ત્યારે થાય છે.