Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૫૮૭
જો કે તિર્યંચ અને મનુષ્યો આ છ પ્રકૃતિઓ બાંધે છે પરંતુ તેની મધ્યમ સ્થિતિ બાંધે છે, કારણ કે જે સંક્લેશે દેવો અને નારકીઓ ઉપરોક્ત છ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે સંક્લેશે મનુષ્ય અને તિર્યંચો નરક પ્રાયોગ્ય બંધ કરે છે, પરંતુ તિર્યંચ કે મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરતા નથી માટે તે છ પ્રકૃતિઓના દેવો અથવા નારકીઓ ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક કહ્યા છે.
એકેન્દ્રિયજાતિ સ્થાવર અને આતપ એ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળા ઈશાન સુધીના દેવો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે.
બીજા કેમ બાંધતા નથી? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે–નારકીઓને અને સનકુમારાદિ દેવોને ભવસ્વભાવે જ એ પ્રકૃતિઓના બંધનો અસંભવ છે અને અતિ સંક્લિષ્ટ પરિણામવાળા તિર્યંચ-મનુષ્યોને નરકગતિ પ્રાયોગ્ય બંધનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને મંદ સંક્લેશે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધનો અસંભવ છે. માટે તે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક માત્ર ઈશાન સુધીના દેવો જ કહ્યા છે. -
તથા જે પ્રકૃતિઓ માટે કહી ગયા તે સિવાયની સઘળી પ્રકૃતિઓની ચારે ગતિના સર્વસંક્લિષ્ટ મિથ્યાદષ્ટિ સંજ્ઞી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક છે.
હવે ઉત્તરાદ્ધ વડે જઘન્ય સ્થિતિના બંધસ્વામિત્વ કહે છે–એકેન્દ્રિયો જઘન્ય સ્થિતિ બાંધે છે. માત્ર કેટલીક પ્રવૃતિઓની અસંજ્ઞી અને ક્ષપક જીવો જઘન્ય સ્થિતિ બાંધે છે. તાત્પર્યાથે આ પ્રમાણે–
દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્ધિક, આહારકદ્ધિક, તીર્થંકરનામ, પુરુષવેદ, સંજ્વલન ચતુષ્ક, જ્ઞાનાવરણપંચક, અંતરાયપંચક, દર્શનાવરણ ચતુષ્ક, ઉચ્ચગોત્ર, સાતાવેદનીય અને યશકીર્તિ એ તેત્રીસ પ્રકૃતિ વિના શેષ સિત્યાસી પ્રકૃતિઓની ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામવાળા એકેન્દ્રિય– પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપ્લાય અને પ્રત્યેક વનસ્પતિકાયના જીવો જઘન્ય સ્થિતિ બાંધે છે. , તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્રિક એ આઠ પ્રકૃતિઓની અસંજ્ઞી પંચેદ્રિયો જઘન્ય સ્થિતિ બાંધે છે.
આહારકશરીર, આહારક અંગોપાંગ અને તીર્થંકર નામકર્મની ક્ષપક અપૂર્વકરણવર્તિ જીવો જઘન્ય સ્થિતિ બાંધે છે.
સંજ્વલન ક્રોધાદિ ચાર અને પુરુષવેદની ક્ષપક અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકવર્તિ જીવો અને જ્ઞાનાવરણ પંચક, અંતરાય પંચક, દર્શનાવરણ ચતુષ્ક, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર અને યશ-કીર્તિ એ સત્તર પ્રવૃતિઓની ક્ષપક સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તિ જીવો જઘન્ય સ્થિતિ બાંધે છે. ૬૩
આ પ્રમાણે સ્વામિત્વપ્રરૂપણા કરી. હવે શુભાશુભપણાનો વિચાર કરવા માટે કહે છે –
૧. અહીં સિત્યાસી પ્રકૃતિમાં મનુષ્યાય અને તિર્યંચાયુ એ બે આયુ પણ આવી જાય છે. પરંતુ તે બે આયુનો બસો છપ્પન આવલિકા પ્રમાણ જઘન્ય બંધ તો ત~ાયોગ્ય સંક્લેશે વર્તતા દેવ, નારક વર્જિત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો કરી શકે એમ સંભવે છે.