________________
પંચમત્કાર
૫૮૫
માત્ર તીર્થંકરનામ, આહારકટ્રિક અને દેવાયુ વર્જિત એકસો સોળ પ્રકૃતિઓનો સંજ્ઞી મિથ્યાષ્ટિ અને તીર્થંકરનામાદિ ચાર પ્રકૃતિઓનો સમ્યગ્દષ્ટટ્યાદિ કરે છે.
આ શી રીતે સમજી શકાય કે જિનનામાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સમ્યગ્દઢાદિ કરે છે? તો કહે છે–અહીં તીર્થંકર નામકર્મનો બંધહેતુ સમ્યક્ત અને આહારકદ્વિકનો વિશિષ્ટ સંયમ છે. કહ્યું છે કે
સમ્યત્વગુણ રૂપ નિમિત્ત વડે તીર્થંકરનામકર્મ અને સંયમરૂપ હેતુ વડે આહારકદ્ધિક બંધાય છે.”
તથા દેવાયુની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વાર્થસિદ્ધ વિમાનમાં હોય છે. ત્યાં વિશિષ્ટ સંયમના વશથી ઉત્પત્તિ થાય છે, એટલે તેના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પણ સંયમ હેતુ છે. માટે મિથ્યાદષ્ટિ જીવોને આ પ્રકૃતિઓનો મૂળથી જ બંધનો અસંભવ હોવાથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો તે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક જાણવા. '
માત્ર દેવાયુ સિવાય તે પ્રકૃતિઓના બાંધનારાઓમાં જે સંક્લિષ્ટ પરિણામી છે તે જીવો તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે એમ જાણવું. કહ્યું છે કે –“સઘળી કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે, કારણ કે તે ઉત્કૃષ્ટ સંક્લેશ વડે બંધાય છે.' : હવે તે તીર્થંકરનામાદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કયો જીવ કરે તે કહે છે–પહેલાં જેણે નરકનું આયુ બાંધ્યું હોય એવો કોઈ જીવ ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરી વિસ સ્થાનકના આરાધન વડે તીર્થંકરનામ નિકાચિત કરે તે જીવ અંતર્મુહૂર્ત શેષ આયુ રહે અને નરકમાં જવા અભિમુખ થાય ત્યારે સમ્યક્ત વમી નાખે છે. જે સમયે સમ્યક્ત વમી મિથ્યાત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે તે ચોથા ગુણસ્થાનકના છેલ્લા સમયે તીર્થકર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કરે છે. તીર્થકર નામકર્મના બાંધનારાઓમાં આવો જ જીવ સર્વ સંક્લિષ્ટ પરિણામે વર્તતો હોય છે.
શતક ચૂર્ણિમાં કહ્યું છે કે–તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને અસંયત વેદક સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે જેણે પહેલાં નરકનું આયુ બાંધ્યું છે અને નરકાભિમુખ થયો છતો મિથ્યાત્વને પ્રાપ્ત કરશે તે જીવ તીર્થંકરનામકર્મના અંતિમ સ્થિતિબંધમાં વર્તતો છતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. તેના બાંધનારાઓમાં તે જ અતિ સક્લિષ્ટ પરિણામી છે માટે. જે જીવ ક્ષાયિક સમ્યક્ત સહિત નરકમાં જાય છે, તે સમ્યક્તને વમતો નહિ હોવાથી વિશુદ્ધ પરિણામવાળો હોય છે માટે તેને તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી.
તથા આહારકદ્વિકનો પણ પ્રમત્તભાવને સન્મુખ થયેલો અપ્રમત્ત સંયત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, કારણ કે તેના બાંધનારાઓમાં તે જ સર્વ સંક્લિષ્ટ પરિણામી છે.
૧. નરકમાં જનાર આત્મા ક્ષયોપશમ સમ્યક્ત લઈને જતો નથી. એવો કર્મગ્રંથનો અભિપ્રાય છે એટલે નરકમાં જવા અભિમુખ થાય ત્યારે તેને વમી નાંખે છે. માટે ચોથાથી પહેલા ગુણઠાણે જતા ચોથાના ચરમ સમયે સંક્લિષ્ટ પરિણામે તીર્થકર નામનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય અને તે ક્ષાયોપશમિક સભ્યત્વી જ કરે એમ કહ્યું છે. પંચ૦૧-૭૪