Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદાર
सत्तण्हं अजहन्नो चउहा ठिइबंधु मूलपगईणं । सेसा उ साइअधुवा चत्तारि वि आए एवं ॥५९॥
सप्तानामजघन्यश्चतुर्द्धा स्थितिबन्धो मूलप्रकृतीनाम् । शेषास्तु साद्यधुवाश्चत्वारोप्यायुष्येवम् ॥५९॥
૫૮૧
અર્થ—મૂળ સાત કર્મનો અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે અને શેષ બંધો સાદિ સાંત છે તથા આયુના ચારે બંધો સાદિ સાંત છે.
ટીકાનુ—આયુવર્જિત સાતે મૂળકર્મનો અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે છે. સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે—
મોહનીય વિના છ મૂળકર્મનો જઘન્ય સ્થિતિબંધ ક્ષેપકશ્રેણિમાં સૂક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તે જઘન્યબંધ ચરમ સમયે માત્ર એક સમય સુધી જ થતો હોવાથી સાદિ અને બીજે સમયે તે પ્રકૃતિઓના બંધનો વિચ્છેદ થતો હોવાથી તે જઘન્ય બંધનો પણ વિચ્છેદ થશે માટે સાંત. આ પ્રમાણે જઘન્ય સ્થિતિમાં સાદિ અને સાંત એ બે જં ભંગ ઘટે છે. આ પ્રકારના જઘન્ય સ્થિતિબંધથી અન્ય સઘળો સ્થિતિબંધ અજઘન્ય છે. તે અજઘન્ય સ્થિતિબંધ ઉપશાંતમોહ ગુણસ્થાનકે થતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ કાળથી અજઘન્ય બંધ થાય છે. માટે અનાદિ, ભવ્યને કાળાંતરે અજઘન્ય બંધનો વિચ્છેદ થવાનો સંભવ ન હોવાથી સાંત અને અભવ્યને કોઈપણ કાળે વિચ્છેદ થવાનો સંભવ હોવાથી અનંત.
મોહનીયનો જઘન્ય સ્થિતિબંધ ક્ષપકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના ચરમસમયે થાય છે. તે એક સમય જ થતો હોવાથી સાદિ સાંત, તે સિવાયનો અન્ય સઘળો અજઘન્ય સ્થિતિબંધ કહેવાય છે. તે ઉપશમ શ્રેણિમાં સૂક્ષ્મસંપરાય થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને અનાદિ, અભવ્યને અનનંત અને ભવ્યને સાંત છે.
જો કે વેદનીયનો બે સમયનો અતિ જઘન્ય સ્થિતિબંધ ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકે થાય છે પરંતુ તે સામ્પરાયિક બંધ નથી. અહીં સામ્પરાયિક બંધ આશ્રયી સાઘાદિ ભાંગાનો વિચાર કરવાનો આરંભ કરેલો છે માટે અહીં તે સામ્પરાયિક બંધનું ગ્રહણ કર્યું નથી.
તથા સાતે મૂળ કર્મના અજઘન્ય વર્જિત શેષ જધન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ સ્થિતિબંધ સાદિ સાંત ભાંગે ગણવા. તેમાં જધન્ય સ્થિતિબંધ આશ્રયી સાદિ અને સાંત એ બે ભાંગા તો પહેલા વિચારી ગયા છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સર્વ સંક્લિષ્ટ સંશી મિથ્યાદૅષ્ટિને કેટલોએક કાલ જ હોય છે. ત્યારપછી તેને જ અનુત્કૃષ્ટ થાય છે. વળી કાળાન્તરે સંક્લિષ્ટ પરિણામ થાય ત્યારે ઉત્કૃષ્ટબંધ થાય છે. આ પ્રમાણે એ બંને વારાફરતી પ્રવર્તતા હોવાથી સાદિ સાંત ભાંગે છે.
૧. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પર્યંત થઈ શકે છે. તેનાથી વધારે સમય પર્યંત થઈ શકતો નથી.