Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૮
પંચસંગ્રહ-૧
તેને પચીસ આદિ સંખ્યાએ ગુણવા. ગુણતાં જે આવે તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. ૫૪
ઉપરોક્ત અર્થને વ્યક્ત કરતા કહે છે–
पणवीसा पन्नासा सय दससय ताडिया इगिदि ठिई । विगलासन्नीण कमा जायइ जेट्ठा य इयरा वा ॥५५॥
पञ्चविंशतिपञ्चाशत्शतदशशतताडिता एकेन्द्रियस्थितिः ।
विकलासज्ज्ञिनां क्रमात् जायते ज्येष्ठा वा इतरा वा ॥५५॥ અર્થ_એકેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિને પચીસ પચાસ સો અને દશ સોએ ગુણતાં અનુક્રમે બેઇન્ડિયાદિની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે.
ટીકાનુ–એકેન્દ્રિયોની જે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ છે તેને પચીસ, પચાસ, સો અને હજારે ગુણતાં જે આવે તેટલી અનુક્રમે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ થાય છે.
તાત્પર્ય એ કે–જ્ઞાનાવરણીયાદિ કર્મની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમના સાતિયા ત્રણ ભાગ આદિરૂપ જે જઘન્ય સ્થિત છે તેને પચીસે ગુણતાં જે આવે તેટલી બેઇન્દ્રિયની જઘન્ય સ્થતિ છે. પચાસે ગુણતાં જે આવે તેટલી તેઈન્દ્રિયની જઘન્ય સ્થિતિ : છે, સોએ ગુણતાં જે આવે તેટલી ચઉરિન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે અને હજારે ગુણતાં જે આવે તેટલી અસંજ્ઞી પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ છે.
તથા તે પૂર્વોક્ત એકેન્દ્રિયની જઘન્ય સ્થિતિમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મેળવી
૧. અહીં પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન સાતિયા ત્રણ ભાગ આદિપ જે જઘન્ય સ્થિતિ કહી તેનો આશય જણાતો નથી. સૂત્રકારને મતે તો પૂર્ણ સાતિયા ત્રણ ભાગ જઘન્ય સ્થિતિ જણાય છે. આ જ હકીકત પંચાવનમી ગાથાની ટીકામાં મલયગિરિજી મહારાજે કહી છે તે પાઠ આસુત્રકારમન ત निद्रापञ्चकप्रभृतीनां या पूर्वं जघन्या स्थितिरुक्ता सा तासामेकेन्द्रियप्रायोग्या जघन्या स्थितिरवसेया, ज्ञानावरणपञ्चकादीनां तु प्रागुक्तैव कर्मप्रकृत्यादिचूर्णिकारसम्मतेति । स एव जघन्यस्थितिबन्धः पल्योपमासंख्येयभागयुतः सन्नुत्कृष्टः स्थितिबन्ध પ્રક્રિયાળાં મતિ | આગળ વળી લખે છે કે–સૂત્રવારમન તુ નિદ્રાપઝાલીનાં પ્રાપુરુI નયા સ્થિતિ: પલ્યોપHસંધ્યેયમા IIધા ઇન્દ્રિયામુત્ર સ્થિતિ વસેવા | પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતાં જે આવે તે નિદ્રા આદિનો જધન્ય સ્થિતિબંધ થાય છે. તેમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કરવા પહેલાં કહ્યું નથી. આ ઉપરથી અને ઉપાધ્યાયજી મહારાજના કથન પરથી જણાય છે કે સૂત્રકારનો અભિપ્રાય નિદ્રા આદિ પંચાશી પ્રકૃતિઓનો તે તે પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને મિથ્યાત્વની સ્થિતિએ ભાગતાં જે આવે તેટલો જઘન્ય સ્થિતિબંધ છે અને તેટલો એકેન્દ્રિય જઘન્ય બાંધે છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગે અધિક તેઓ ઉત્કૃષ્ટ બાંધે છે. એકેન્દ્રિયની જધન્ય સ્થિતિને પચીસ આદિએ ગુણતાં બેઇન્દ્રિયાદિની જઘન્ય અને ઉત્કૃષ્ટને ગુણતાં ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. અડતાળીસમી ગાથાની ટિપ્પણમાં પણ આ હકીકત કહી છે. તત્વ જ્ઞાની જાણે.