Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૫૦
પંચસંગ્રહ-૧
સંખ્યાતમા ભાગથી આરંભી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ ગાઢ નિકાંચિત થાય છે.
આ રીતે બંનેની સ્થિતિ અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢ નિકાચિત એમ ત્રણ પ્રકારે છે. બંનેની અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ, અને અલ્પનિકાચિત અંત:કોડાકોડીની સંખ્યાતમો ભાગ છે. તથા ગાઢ નિકાચિત ઉપર કહ્યા પ્રમાણે તેત્રીસ સાગરોપમાદિ છે.
હવે અનિકાચિત અવસ્થામાં તીર્થકર નામકર્મનું અંતઃકોડાકોડી સાગરોપમરૂપ સ્થિતિનું જે ઉત્કૃષ્ટ પ્રમાણ કહ્યું તે આશ્રયી અન્ય પ્રશ્ન કરે છે–
अंतोकोडाकोडी लिईए वि कहं न होइ ? तित्थयरे । संते कित्तियकालं तिरिओ अह होइ उ विरोहो ॥४३॥ .. अन्तःकोटीकोटीस्थितिकेऽपि कथं न भवति ? तीर्थकरे ।
सति कियत्कालं तिर्यग् अथ भवति तु विरोधः ॥४३॥ .
અર્થ—અંત:કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થંકર નામકર્મ સત્તામાં છતાં પણ કેટલાએક કાળપર્યંત તિર્યંચ કેમ ન થાય? જો થાય એમ કહો તો આગમ વિરોધ આવે છે.
છે. એટલે મનુષ્યભવમાં જેટલું આયુ શેષ હોય અને ગાઢ નિકાચિત કરે ત્યાંથી આરંભી જ્યાં ઉત્પન્ન થાય
ત્યાં જેટલું આયુ હોય અને તીર્થકરના ભવમાં જેટલું આયુ હોય તેટલી તીર્થંકર નામકર્મની સ્થિતિ ગાઢ નિકાચિત થાય એમ સમજવું.
૧. અનિકાચિત એ એવી સ્થિતિ છે કે જો તે નિકાચિતરૂપમાં પરિણામ ન પામે તો વધે, ઘટે અને કદાચિત્ સત્તામાંથી નીકળી પણ જાય, નિકાચિત ત્રીજે ભવે જ થાય છે. તે પણ અંતઃકોડાકોડીનો સંખ્યાતમો ભાગ જ થાય અને ગાઢ નિકાચિત તો જે ભવમાં નિકાચિત કરે છે તે ભવનું જેટલું આયુ શેષ હોય ત્યાંથી વૈમાનિક દેવોમાં કે ત્રીજી નરક સુધી જાય ત્યાં જેટલું આયુ હોય અને ત્યાંથી એવી મનુષ્ય થાય ત્યાં જેટલા આયુએ ઉત્પન્ન થાય તેટલી થાય છે. ઉપર ગાઢ નિકાચિત સ્થિતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવ્યું છે. કારણ કે ઉત્કથી પૂર્વકોટિ વરસના આયુવાળા મનુષ્ય જ જિનનામ બાંધે છે. ત્યાંથી અનુત્તર વિમાનવાસી દેવ થાય અને ત્યાંથી એવી ચોરાશી લાખે પૂરવના આયુવાળા તીર્થકર થાય. તીર્થંકરનું ઉત્કૃષ્ટ તેટલું જ આયુ હોય છે. એટલે કંઈક ન્યૂન બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ ગાઢ નિકાચિતનું ઉત્કૃષ્ટ પ્રમાણ થાય છે.
અલ્પ નિકાચિત અને ગાઢ નિકાચિતમાં એ તફાવત છે કે અલ્પનિકાચિત કરણ સાધ્ય છે અને ગાઢ નિકાચિત કરણ અસાધ્ય છે, અલ્પનિકાચિત સ્થિતિની અપવર્નના થઈ ઓછી થશે એમ ગાઢ નિકાચિત જેટલી સ્થિતિ થઈ હશે તેટલી બરાબર ભોગવાશે. જો કે રસોઇયે તો જે ભવમાં તીર્થકર થવાના છે તે ભવમાં જેટલું આયુ બાકી હોય અને કેવળજ્ઞાન થાય તેટલી જ અનુભવે શેષ સઘળી સ્થિતિને પ્રદેશોદય અનુભવે છે. પ્રદેશોદયે અનુભવાતી પ્રકૃતિનું ફળ બીજા જીવોની અપેક્ષાએ માન-મહત્ત્વ પૂજા-સત્કાર વધારે હોય છે. અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ફળ તો રસોદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવી તીવ્ર રસવાળી પ્રકૃતિ પણ જયાં સુધી સ્વસ્વરૂપે નથી અનુભવાતી ત્યાં સુધી તે યથાર્થરૂપે કાર્ય કરતી નથી, જયારે સ્વસ્વરૂપે અનુભવાય છે ત્યારે સંપૂર્ણપણે પોતાની શક્તિનો અનુભવ કરાવે છે. આહારકદ્ધિકની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગાઢ નિકાચિત થાય છે. તેની સ્થિતિ ત્રીજે ભવે નિકાચિત થાય છે એ કંઈ નિયમ નથી.