Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૬૦
પંચસંગ્રહ-૧ જીવાભિગમાદિમાં તો આ ગ્રંથકાર મહારાજે જે રીતે જઘન્ય સ્થિતિનું પ્રમાણ કહ્યું છે, તે જ પ્રમાણ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ન્યૂન કહ્યું છે.
ત્યાં સ્ત્રીવેદની જઘન્ય સ્થિતિને આશ્રયી આ સૂત્ર કહ્યું છે–સ્થિવે નં અંતે ! મૂસ केवइयं कालं बंधठिई पन्नत्ता ? गोयमा ! जहन्नेणं सागरोवमस्स दिवड्डा सत्तभागो पलिओवमस्स મસંન્નામેળ કળો’–હે પ્રભો ! સ્ત્રીવેદ મોહનીયની બંધસ્થિતિ કેટલા કાળ પ્રમાણ કહી છે? હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન સાગરોપમનો સાતિયો દોઢ ભાગ કહી છે. ૪૮
અહીં વૈક્રિયષટ્રકની જઘન્ય સ્થિતિ ઉક્ત પ્રકારે ઘટતી નથી તેથી તેની સ્થિતિને પૃથફ પ્રતિપાદન કરવા ઇચ્છતા આ ગાથા કહે છે.
वेउव्विछक्कि तं सहसताडियं जं असन्निणो तेसिं । पलियासंखंसूणं ठिई अबाहूणियनिसेगो ॥४९॥ वैक्रियषट्के तत् सहस्रताडितं यत् असंज्ञिनस्तासाम् । .
पल्यासंख्यांशेनोनं स्थितिः अबाधोना च निषेकः ॥४९॥
અર્થ વૈક્રિયષટ્રકની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે આવે તેને હજારે ગુણતાં જે આવે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન વૈક્રિયષકની જઘન્ય સ્થિતિ છે. કારણ કે તેના બંધક અસંજ્ઞી પંચેન્દ્રિયો છે. અબાધા કાળ ન્યૂન નિષેક કાળ છે.
ટીકાનુ–દેવદ્ધિક વૈક્રિયદ્ધિક અને નરકદ્ધિક એ વૈક્રિયષટ્રકની પોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં જે સાગરોપમના સાતિયા બે ભાગ આવે તેને હજાર ગુણી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તે પૂર્વોક્ત વૈક્રિય ષકની જઘન્ય સ્થિતિ છે.
અહીં વૈક્રિયદ્ધિક અને નરકદ્વિકની તો વીસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે એટલે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં બે ભાગ આવે, પરંતુ દેવદ્વિકની તો દશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે તેને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતાં સાતિયો એક ભાગ આવે, તેના સંબંધમાં કહે છે કે જો કે દેવદ્વિકની દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે તો પણ તેની જઘન્ય સ્થિતિનું પરિમાણ લાવવા માટે વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની વિવક્ષા કરી છે, કારણ કે અનિષ્ટ અર્થમાં શાસ્ત્રોની પ્રવૃત્તિ હોતી નથી એવું પૂર્વના મહાપુરુષોનું વચન છે. એટલે સાતિયા બે ભાગને હજાર ગુણી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન કરી જે રહે તેટલી જ દેવદ્વિકની પણ જઘન્ય સ્થિતિ છે. માટે જ અહીં વૈક્રિય આદિ છયે પ્રકૃતિ માટે વીસ કોડાકોડીને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગવાનું કહ્યું છે.
શતકચૂર્ણિમાં કહ્યું છે કે દેવગતિ, નરકગતિ, વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ, દેવાનુપૂર્વી અને નરકાનુપૂર્વીનો હજારે ગુણાયેલ સાગરોપમના સાતિયા બે ભાગ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે જૂન જઘન્ય સ્થિતિબંધ છે.
વૈક્રિયષકનું જઘન્ય સ્થિતિબંધનું પરિમાણ આટલું શા માટે?