________________
૫૬૪
પંચસંગ્રહ-૧
જે જે સમયે ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય જેટલી સ્થિતિ બંધાય તે તે સમયે તેના ભાગમાં જે વર્ગણાઓ આવે તેની અબાધાકાળ છોડી ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય સ્થિતિના ચરમ સમય પર્વત જે રીતે વ્યવસ્થિત રચના થાય છે તે કહી. એ રચનામાં સંક્રમાદિ કરણો વડે ફેરફાર ન થાય તો રચના પ્રમાણે દલિકો ભોગવાય. અને ફેરફાર થાય તો તે પ્રમાણે ભોગવાય છે. પ્રતિસમય કર્મ બંધાતું હોવાથી રચના પણ પ્રતિસમય થાય છે. પ૧ હવે દળરચનામાં અદ્ધ અદ્ધ હાનિનાં સ્થાનકો કેટલાં થાય તે કહે છે –
पलिओवमस्स मूला असंखभागम्मि जत्तिया समया । तावइया हाणीओ ठिड्बंधुक्कोसए नियमा ॥५२॥
पल्योपमस्य मूलासंख्येयभागे यावन्तः समयाः ।
तावत्यो हानयः स्थितिबन्धे उत्कृष्ट नियमात् ॥५२॥ અર્થ—ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પલ્યોપમના મૂળના અસંખ્યાતમા ભાગે જેટલા સમયો હોય તેટલાં દ્વિગુણહાનિનાં સ્થાનકો છે.
ટીકાનુ–સઘળા કોઈપણ કર્મનો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે તેમાં નિષેક આશ્રયી પૂર્વોક્ત ક્રમે જે અદ્ધ અદ્ધ હાનિ થાય છે તેની સંખ્યા પલ્યોપમના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગે જેટલા સમયો હોય તેટલી થાય છે.
પ્રશ્ન–મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર નિષેક આશ્રયી પૂર્વે કહ્યાં તેટલાં દ્વિગુણહાનિનાં સ્થાનકો સંભવે. પરંતુ આયુકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ માત્ર તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોવાથી તેની અંદર તેટલાં સ્થાનકો કેમ સંભવે? અને લાગે છે તો સામાન્યતઃ સરખા જ.
ઉત્તર–જો કે સામાન્યતઃ દ્વિગુણહાનિનાં સ્થાનકો સરખાં લાગે છે પરંતુ અહીં અસંખ્યાતમો ભાગ અસંખ્ય ભેદવાળો છે. કારણ કે અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો છે. તેથી આયુના વિષયમાં પલ્યોપમના પ્રથમ મૂળનો અસંખ્યાતમો ભાગ અતિ નાનો ગ્રહણ કરવો એટલે કોઈપણ પ્રકારના વિરોધનો અવકાશ રહેશે નહિ.
તથા અર્બહાનિનાં સ્થાનકો સઘળાં મળી હવે કહેશે તે સંખ્યાની અપેક્ષાએ અલ્પ છે, કારણ કે તેઓ પલ્યોપમના પહેલા વર્ગમૂળનો અસંખ્યાતમો ભાગ માત્ર છે. તેનાથી બે હાનિના એક આંતરામાં જે નિષેકસ્થાનો છે એટલે કે જેટલાં સ્થાનો ઓળંગી પછીના સ્થાનકમાં અદ્ધ દલિકો થાય છે તે સ્થાનકો અસંખ્યાતગુણ છે. કારણ કે પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ છે. આ પ્રમાણે પરંપરોપનિધા વડે વિચાર કર્યો. પર
૧. અહીં એટલું પણ સમજવું કે જેમ સ્થિતિ નાની તેમ દ્વિગુણહાનિ થોડી વાર થાય. જેમ જેમ સ્થિતિ વધારે તેમ તેમ દ્વિગુણહાનિ વધારે વાર થાય એટલે સ્થિતિ નાની હોય ત્યારે પલ્યોપમના પ્રથમ મૂળનો અસંખ્યાતમો ભાગ નાનો લેવો, જેમ જેમ સ્થિતિ વધારે હોય તેમ તેમ મોટો લેવો.