Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૮
પંચસંગ્રહ-૧
આયુવાળા તિર્યંચો તથા મનુષ્યોને છ માસ પ્રમાણ અબાધા છે. કારણ કે તેઓ પોતાનું છમાસ આયુ શેષ હોય ત્યારે પરભવનું આયુ બાંધે છે.
એકેન્દ્રિય બેઇન્દ્રિય તેઇન્દ્રિય અને ચરિન્દ્રિયોને ભવસ્થિતિનો—જેનું જેટલું ઉત્કૃષ્ટ આયુ હોય તેનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધા છે. કારણ કે પોતપોતાના આયુના બે ભાગ ગયા પછી પરભવનું આયુ બાંધી શકે તેથી પોતપોતાના ઉત્કૃષ્ટ આયુનો ત્રીજો ભાગ ઉત્કૃષ્ટ અબાધા ઘટે છે.
યુગલિયા—અસંખ્યેય વરસના આયુવાળા તિર્યંચો અને મનુષ્યોને પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પરભવાયુની અબાધા છે એમ અન્ય આચાર્યો કહે છે. તેમના મતે તેઓ
મરણ સમયે જેને આયુષ ઘટવાનાં વિષશસ્રાદિનિમિત્તો પ્રાપ્ત જ ન થાય તે નિરુપક્રમ અનપવર્તનીય આયુષ કહેવાય છે. અપવર્તનીય આયુષ તો અવશ્ય સોપક્રમ હોય છે. કારણ કે જ્યારે જ્યારે અપવર્તનીય આયુષ હોય છે ત્યારે તેને વિષ-શસ્ત્રાદિ નિમિત્તો અવશ્ય પ્રાપ્ત થાય છે. અન્ય કર્મોમાં પણ આ પ્રમાણે સમજવું. (તથા નીચે પ્રશ્ન અને ઉત્તરમાં આપેલ હકીકત અહીં પ્રસ્તુત નથી છતાં ઉપયોગી હોવાથી લીધી છે.) પ્રશ્ન—જો આયુષનું અપવર્તન (સ્થિતિનું ઘટવું) થાય તો તે આયુષ ફલ આપ્યા સિવાય નાશ પામે. તેથી તેમાં કૃતનાશ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય; તથા આયુષ્ય કર્મ બાકી હોવા છતાં મરણ પામે છે, માટે અકૃત-અનિર્મિત મરણની અભ્યાગમ-પ્રાપ્તિ થવાથી અકૃતાભ્યાગમ દોષ પ્રાપ્ત થાય છે. વળી આયુષ્ય છતાં મરણની પ્રાપ્તિ થાય છે માટે આયુષ કર્મની નિષ્ફળતા પણ સિદ્ધ થાય છે.
ઉત્તર—આયુષ કર્મને કૃતનાશ, અકૃતાભ્યાગમ અને નિષ્ફળતા એ દોષો ખરી રીતે લાગતા નથી. કારણ કે જ્યારે આત્માને વિષ-શસ્ત્રાદિ ઉપક્રમ લાગે છે ત્યારે આયુષ કર્મ બધું એક સાથે ઉદયમાં આવે છે અને જલદીથી ભોગવાય છે, તેથી બાંધેલા આયુષનો ફલ આપ્યા સિવાય નાશ થતો નથી. વળી સર્વ આયુષ કર્મનો ક્ષય થયા પછી જ મરણ પ્રાપ્ત થાય છે માટે અમૃત (અનિર્મિત) મરણની પ્રાપ્તિ થતી નથી. તેથી અકૃતાભ્યાગમ દોષ પણ નથી. તથા આયુષ્ય કર્મનો જલદીથી ઉપભોગ થાય છે અને બધું આયુષ્ય ભોગવાયા પછી જ મરણ થાય છે માટે તે નિષ્ફળ પણ નથી. જેમ કે ચારે તરફથી મજબૂત બાંધેલી ઘાસની ગંજીને એક તરફથી સળગાવી હોય તો તે અનુક્રમે ધીરે ધીરે બળે છે, પરન્તુ તેનો બંધ તોડી નાખી છૂટી કરી નાંખી હોય અને ચોમેર પવન વાતો હોય તો તે ચારે તરફથી સળગે છે અને જલદી બળી જાય છે; તેવી રીતે બંધ સમયે શિથિલ બાંધેલું આયુષ ઉપક્રમ લાગતાં બધું એક સાથે ઉદયમાં આવે છે અને શીઘ્ર ભોગવાઈ તેનો ક્ષય થાય છે. તેમાં ઔપપાતિક (દેવો તથા નારકો), અસંખ્ય વર્ષના આયુષવાળા (મનુષ્ય અને તિર્યંચો), ચરમ શરીરી (તે જ શરીર દ્વારા મોક્ષને પ્રાપ્ત થનારા) અને ઉત્તમ પુરુષો-(તીર્થંકર, ચક્રવર્ત્યાદિ)ને અવશ્ય અનપવર્તનીય આયુષ હોય છે. બાકીના જીવોને અપવર્તનીય અને અનપવર્તનીય એ બન્ને પ્રકારનું આયુષ હોય છે. દેવો, નારકો તથા અસંખ્ય વર્ષના આયુષવાળા મનુષ્ય અને તિર્યંચો પોતાના આયુષના છ માસ બાકી રહે ત્યારે પરભવાયુષનો બંધ કરે છે. બાકીના નિરુપક્રમ આયુષવાળા તિર્યંચ અને મનુષ્યો પોતાના આયુષનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવાયુષનો બંધ કરે છે અને સોપક્રમ આયુષ્યવાળા પોતાના આયુષનો ત્રીજો, નવમો કે સત્તાવીસમો—એમ ત્રિગુણ કરતાં છેવટે અન્તર્મુહૂર્ત બાકી રહે ત્યારે પણ પરભવનું આયુષ બાંધે છે. જુઓ પંડિત ભગવાનદાસભાઈએ લખેલ નવતત્ત્વ વિવેચન પૃ. ૩૭
૧. અહીં એટલું સમજવાનું કે પોતાના ઉત્કૃષ્ટ આયુનો ત્રીજો ભાગ શેષ રહે અને પરભવનું આયુ બાંધે તેઓને ઉત્કૃષ્ટ અબાધા ઘટે પરંતુ બધા ઉત્કૃષ્ટ આયુવાળા હોય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એ કંઈ નિયમ નથી. કોઈ નવમે, કોઈ સત્તાવીસ ઇત્યાદિ ભાગે પણ આયુ બાંધે છે તેને તેટલી અબાધા સમજવી.