________________
પંચમદ્વાર
૫૪૯
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ સમજવું. ૪૧ હવે તીર્થંકરનામ અને આહારકકિની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહે છે–
अंतो कोडाकोडी तित्थयराहार तीए संखाओ । तेत्तीसपलियसंखं निकाइयाणं तु उक्कोसा ॥४२॥
अन्तःकोटीकोटी तीर्थकराहारकयोः तस्याः संख्यातः ।
त्रयस्त्रिंशत् पल्यासंख्यं निकाचितयोस्तु उत्कृष्टा ॥४२॥ અર્થ તીર્થકર અને આહારકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ છે અને અંતઃકોડાકોડીના સંખ્યામાં ભાગથી આરંભી નિકાચિત થયેલી એ બંનેની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે તેત્રીસ સાગરોપમ અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
ટીકાનુ—તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમની છે, અંતર્મુહૂર્ત અબાધાકાળ છે, અને અબાધાકાળહીન કર્મદળનો નિષેકકાળ છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ અનિકાચિત તીર્થંકરનામ અને આહારકદ્વિકની કહી છે.
નિકાચિત એ બંને કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે–તેમાં તીર્થંકરનામકર્મની અંત:કોડાકોડી સાગરોપમના સંખ્યાતમા ભાગથી આરંભી કંઈક ન્યૂન બે પૂર્વકોડી અધિક તેત્રીસ સાગરોપમ પ્રમાણ અને આહારકદ્ધિકની પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
તાત્પર્ય એ કે–તીર્થંકરનામ અને આહારકદ્ધિકની અંતઃકોડાકોડી સાગરોપમના સંખ્યાતમા ભાગની સ્થિતિથી આરંભી નિકાચિત કરવાનો આરંભ કરે છે. જ્યારે સંપૂર્ણપણે ગાઢ | નિકાચિત થાય છે ત્યારે તીર્થંકરનામની ઉત્કૃષ્ટસ્થિતિ કંઈક ન્યૂન બે પૂર્વક્રોડ અધિક તેત્રીસ સાગરોપમ થાય છે. તે આ પ્રમાણે–
જે જન્મમાં તીર્થંકર થવાના છે તે ભવથી ત્રીજે ભવે પૂર્વકોટિ વરસના આયુવાળો કોઈ મનુષ્ય તીર્થંકર નામકર્મને પહેલપહેલા નિકાચિત કરે, ત્યાંથી તેત્રીસ સાગરોપમના આયુવાળા અનુત્તર વિમાનવાસી દેવ થાય, ત્યાંથી ચ્યવી ચોરાસી લાખ પૂરવના આયુવાળા તીર્થકર થાય. આ પ્રમાણે પૂર્વકોટી વરસના આયુવાળો નિકાચિત કરે ત્યાંથી અનુત્તર વિમાનમાં ઉત્કૃષ્ટ આઉખે ઉત્પન્ન થાય અને ઉત્કૃષ્ટ આઉખે તીર્થંકર થાય તો ઉપર કહી તે પ્રમાણે નિકાચિત તીર્થકર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સંભવે છે. અને આહારકટ્રિકની અંતઃકોડાકોડી સાગરોપમના
૧. પૂર્વકોટી વરસના આયુવાળો કોઈ મનુષ્ય તીર્થંકર નામકર્મ ગાઢ નિકાચિત બાંધી તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી ઉત્કૃષ્ટ ચોરાશી લાખ પૂર્વના આઉખે તીર્થંકર થાય તેઓ આશ્રયી ઉપરોક્ત ઉત્કૃષ્ટ ગાઢ નિકાચિત સ્થિતિ સંભવે છે. પૂર્વકોટિ વરસોથી ઓછા આયુવાળા બાંધે અને ઓછા આયુવાળા વૈમાનિક દેવો કે નરકમાં ઉત્પન્ન થાય અને તીર્થંકરભવમાં ઓછું આયુ હોય તો ઉપરોક્ત સ્થિતિથી ઓછી પણ ગાઢ નિકાચિત થાય છે. સંખ્યાત વરસના આયુવાનો મનુષ્ય ગાઢ નિકાચિત કરી શકે છે. ઓછામાં ઓછા કેટલા આયુવાળો કરી શકે તે જાણવામાં આવ્યું નથી. મનુષ્યમાંથી ઓછામાં ઓછા દશ હજાર વરસના આયુવાળી પ્રથમ નારકીમાં અગર પલ્યોપમ પ્રમાણ. જઘન્ય આયુવાળા સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. તીર્થંકરભવમાં ઓછામાં ઓછું બોતેર વરસનું આયુ હોય