________________
૫૫૪
पुंवेदेऽष्टौ वर्षाण्यष्टौ मुहूर्त्ता यशउच्चैर्गोत्रयोः । साते द्वादश आहारकविघ्नावरणानां किंचिदूनम् ॥४७॥
અર્થ—પુરુષવેદની જઘન્યસ્થિતિ આઠ વરસની, યશઃકીર્તિ અને ઉચ્ચગોત્રની આઠ મુહૂર્તની, સાતાવેદનીયની બાર મુહૂર્તની, આહારકદ્ધિક, અંતરાય, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયની કંઈક ન્યૂન મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે.
પંચસંગ્રહ-૧
ટીકાનુ—આ અષ્ટ વર્ષાદિ જઘન્ય સ્થિતિ જે જે ગુણસ્થાનકે તે તે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે ત્યાં ત્યાં ક્ષપકશ્રેણિમાં બંધાય છે. એ જ જઘન્યસ્થિતિ કહે છે.
પુરુષવેદની જઘન્ય સ્થિતિ આઠ વરસ પ્રમાણ છે. અંતર્મુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મદળનો નિષેકકાળ છે.
યશઃકીર્ત્તિ અને ઉચ્ચગોત્રની આઠ મુહૂર્તની જઘન્યસ્થિતિ, અંતર્મુહૂર્ત અબાધાકાળ અને . અબાધાકાળહીન નિષેકકાળ છે.
સાતવેદનીયની બાર મુહૂર્ત જઘન્યસ્થિતિ, અંતર્મુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
આહારક શરીર, આહારક અંગોપાંગ, અંતરાય પાંચ, જ્ઞાનાવરણીય પાંચ, તથા દર્શનાવરણીય ચાર, કુલ સોળ કર્મપ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ કંઈક ન્યૂન મુહૂર્ત એટલે અંતર્મુહૂર્તની છે, અંતર્મુહૂર્ત અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મદળનો નિષેકકાળ છે.
કર્મપ્રકૃતિ આદિમાં આહારકદ્ધિકની જઘન્યસ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ પહેલાં કહી છે છતાં અહીં જે અંતર્મુહૂર્તની કહી તે અન્ય આચાર્યના મતે કહી છે એમ સમજવું. ૪૭
હવે સંજ્વલન ક્રોધાદિની જઘન્ય સ્થિતિ કહે છે—
दोमास एग अद्धं अंतमुहुत्तं च कोहपुव्वाणं । सेसाणुकोसाओ मिच्छत्तठिईए जं लद्धं ॥ ४८ ॥
द्वौ मासौ एकोः अन्तर्मुहूर्त्तं च क्रोधपूर्व्वाणाम् । शेषाणामुत्कृष्टात् मिथ्यात्वस्थित्या यल्लब्धम् ॥४८॥
અર્થ—સંજવલન ક્રોધાદિ ચારની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. શેષ પ્રકૃતિઓની પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની સ્થિતિ વડે ભાગતા જે આવે તેટલી છે.
ટીકાનુ—સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભની અનુક્રમે બે માસ, એક માસ, અર્ધ માસ અને અંતર્મુહૂર્તની જઘન્ય સ્થિતિ છે. તાત્પર્ય એ કે નવમા ગુણસ્થાનકે જ્યાં તેઓનો બંધવિચ્છેદ થાય છે ત્યાં બંધવિચ્છેદ સમયે ક્ષપકશ્રેણિમાં સંજ્વલન ક્રોધની બે માસ, સંજ્વલન માનની એક માસ, સંજ્વલન માયાની અર્ધ માસ અને સંજ્વલન લોભની અંતર્મુહૂર્ત પ્રમાણ