________________
૫૫૧
પંચમત્કાર
ટીકાન–અહીં શિષ્ય પ્રશ્ન કરે છે–અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું તીર્થકર નામકર્મ જ્યારે સત્તામાં હોય ત્યારે તેટલા કાળપર્યત શું તે તિર્યંચ ન થાય? કદાચ એમ કહેવામાં આવે કે ન થાય, તો એમ પણ હોઈ શકે નહિ, કારણ કે ત્રસકાયની ઉત્કૃષ્ટ સ્વકાયસ્થિતિ બે હજાર સાગરોપમ કહી છે, ત્યારપછી જીવ મોક્ષે ન જાય તો અવશ્ય સ્થાવર થાય છે. માટે તિર્યંચમાં ગયા વિના તેટલી સ્થિતિ પૂર્ણ થઈ શકે નહિ. જો કદાચ તિર્યંચમાં જાય એમ કહેવામાં આવે તો આગમ વિરોધ આવે. કારણ કે તીર્થંકરનામકર્મની સત્તાવાળા તિર્યંચગતિમાં ન જાય એમ આગમ ગ્રંથોમાં કહ્યું છે. હવે ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપે છે–
जमिह निकाइयतित्थं तिरियभवे तं निसेहियं संतं । इयरंमि नत्थि दोसो उवट्टणवट्टणासज्झे ॥४४॥ यदिह निकाचिततीर्थं तिर्यग्भवे तत् निषिद्धं सत् ।
इतरस्मिन् नास्ति दोषः उद्वर्तनापवर्तनासाध्ये ॥४४॥
અર્થ અહીં જે નિકાચિત તીર્થંકર નામકર્મ છે, તેની સત્તા તિર્યંચ ભવમાં નિષેધી છે. ઈતર ઉદ્વર્તના-અપવર્તના સાધ્ય અનિકાચિત જિનનામની સત્તા હોવામાં કોઈ દોષ નથી. : ટીકાનુ–જિનપ્રવચનમાં જે તીર્થંકર નામકર્મ ત્રીજે ભવે નિકાચિત કર્યું છે એટલે અવશ્ય ભોગવાય એ રીતે વ્યવસ્થિત કર્યું છે તેની સ્વરૂપસત્તા તિર્યંચ ભવમાં નિષેધી છે. પરંતુ જેની ઉત્ત્વના અને અપવર્નના થઈ શકે તે અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચભવમાં નિષેધી નથી. અનિકાચિત જિનનામની સત્તા તિર્યંચ ભવમાં હોય તેથી કોઈપણ દોષ નથી.
આ હકીકત સૂત્રકારે પોતાની બુદ્ધિથી કલ્પેલી નથી. વિશેષણવતિ નામના ગ્રંથમાં પણ તે જ પ્રકારનું કથન છે. તે ગ્રંથ આ પ્રમાણે –“તિરિણું નત્નિ તિત્થરનામ સત્તતિ સિઘં સમU I कह य तिरिओ न होही, अयरोवमकोडिकोडीए ॥१॥ तंपि सुनिकाइयस्सेव तइयभवभाविणो विणिद्दिटुं । अणिकाइयम्मि वच्चइ सव्वगईओवि न विरोहो ॥२॥
તે બંને ગાથાનો અર્થ ટીકાકાર પોતે જ લખે છે. તે આ પ્રમાણે તીર્થકર નામકર્મની સત્તા તિર્યંચભવમાં નથી એમ જિનપ્રવચનમાં કહ્યું છે, પરંતુ તીર્થંકરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણે કહી છે તેટલી સ્થિતિમાં તીર્થનામકર્મની સત્તાવાળો તિર્યંચ કેમ ન થાય? તેટલી સ્થિતિમાં તિર્યંચ અવશ્ય થાય જ. કારણ કે તિર્યંચભવમાં ભ્રમણ કર્યા વિના તેટલી સ્થિતિની પૂર્ણતા થવી જ અશક્ય છે.
હવે તેનો ઉત્તર આપે છે–તીર્થંકરનામકર્મની સત્તા તિર્યંચમાં નથી હોતી એમ જે સિદ્ધાંતમાં કહ્યું છે તે ત્રીજે ભવે થનાર સુનિકાચિત જિનનામકર્મની સત્તા આશ્રયી કહ્યું છે,
૧. તીર્થંકરનામકર્મની અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ બે પ્રકારની નિકાચિત સત્તા ત્રીજે ભવ થાય છે. જો કે ઉપરની ગાથામાં સુનિકાચિત માટે જ કહ્યું છે છતાં તે બંને પ્રકારની સત્તા તિર્યંચ ગતિમાં ન હોય એમ લાગે છે. કારણ એ કે અલ્પ કે ગાઢ નિકાચના ત્રીજે ભવે થાય ત્યાંથી નરક કે વૈમાનિક દેવમાં