Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર
૫૪૩
સોળે કષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ચાળીસ કોડાકોડી સાગરોપમ છે. ચાર હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૫ હવે પુરુષવેદાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે
पुंहासईउच्चे सुभखगतिथिराइछक्कदेवदुगे । दस सेसाणं वीसा एवइया बाह वाससया ॥३६॥ पुंवेदहास्यरत्युच्चैर्गोत्रे शुभखगतिस्थिरादिषट्कदेवद्विके ।
दश शेषाणां विंशतिः एतावन्त्यबाधा वर्षशतानि ॥३६॥ અર્થ–પુરુષવેદ, હાસ્ય, રતિ, ઉચ્ચગોત્ર, શુભવિહાયોગતિ, સ્થિરાદિ ષક અને દેવદ્વિકની દશ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને શેષ પ્રકૃતિઓની વિસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય તેટલા સો વરસનો અબાધાકાળ છે.
ટીકાનુ–પુરુષવેદ, હાસ્ય, રતિ, ઉચ્ચગોત્ર, શુભવિહાયોગતિ, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય અને યશકીર્તિ એ સ્થિર પર્ક અને દેવગતિ તથા દેવાનુપૂર્વી એ દેવદ્રિક એમ તેર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે, એક હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
તથા જેટલી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે સિવાયની ભય, જુગુપ્સા, શોક, અરતિ, નપુંસકવેદ, નીચગોત્ર, નરકદ્ધિક, તિર્યદ્ગિક, ઔદારિકદ્ધિક, વૈક્રિયદ્ધિક અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અયશકીર્તિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, અશુભવિહાયોગતિ, નિર્માણ, એકેન્દ્રિયજાતિ, પંચેન્દ્રિયજાતિ, તૈજસ અને કાર્મણ એમ સાડત્રીસ કર્મપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ વિસ કોડાકોડી સાગરોપમ છે, બે હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
હવે ઉક્ત સઘળી કર્મપ્રકૃતિઓની સ્થિતિ જ્યારે બંધાય ત્યારે કેટલો અબાધાકાળ હોય તેના પ્રમાણનું પ્રતિપાદન કરવા કહે છે—જે કર્મપ્રકૃતિની જેટલા કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી હોય તે પ્રકૃતિનો તેટલા સો વરસનો અબાધાકાળ હોય છે, જેમ કે મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમ કહી છે તેથી તેનો સાત હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ છે. એ પ્રમાણે સર્વત્ર સમજવું. ૩૬ હવે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે–
सुरनारयाउयाणं अयरा तेत्तीस तिन्नि पलियाई ।। इयराणं चउसुवि पुव्वकोडितंसो अबाहाओ ॥३७॥
सुरनारकायुषोरतराणि त्रयस्त्रिंशत् त्रीणि पल्यानि । इतरयोः चतुर्ध्वपि पूर्वकोटित्र्यंशः अबाधा ॥३७॥