Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૫૪૧
ટીકાનું–શુક્લવર્ણ, સુરભિગંધ, મધુરરસ તથા મૂદુ લઘુ સ્નિગ્ધ અને ઉષ્ણ એ ચાર શુભ સ્પર્શ એમ સાત પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમની છે, એક હજાર વરસ અબાધાકાળ છે અને અબાધાહીન નિષેકકાળ છે.
આસ્ફરસ અને પીતવર્ણ આદિ રસ અને વર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે અઢી અઢી કોડાકોડી સાગરોપમ અધિક છે. તે આ પ્રમાણ
આલ્ફરસ અને હારિદ્ર-પીતવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા બાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, સાડા બારસો વરસ અબાધા છે અને અબાધાહીન નિષેકકાળ છે તથા કષાયરસ અને રક્તવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમ છે, પંદરસો વરસ અબાધાકાળ છે અને અબાધાહીન નિષેકકાળ છે. કટુકરસ અને નીલવર્ણની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા સત્તર કોડાકોડી સાગરોપમ છે, સાડા સત્તરસો વરસ અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેકકાળ છે. તિક્તરસ કૃષ્ણવર્ણ અને ગાથામાં મૂકેલ તું શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી દુરભિગંધ, ગુરુ કર્કશ રૂક્ષ અને શીત એ સ્પર્શ એ સઘળી પ્રકૃતિઓની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બે હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૩ હવે અસાતા આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે–
तीसं कोडाकोडी असायआवरणअंतरायाणं । मिच्छे सयरी इत्थीमणुदुगसायाण पन्नरस ॥३४॥ त्रिंशत् कोटीकोट्यः असातावरणान्तरायाणाम् ।
मिथ्यात्वस्य सप्ततिः स्त्रीमनुजद्विकसातानां पंचदश ॥३४॥
અર્થ-અસતાવેદનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાયની ત્રીસ કોડાકોડી, મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી, તથા સ્ત્રીવેદ મનુષ્યદ્રિક અને સાત વેદનીયની પંદર કોડાકોડી સાંગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. - ટીકાનું – અસતાવેદનીય, મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યવજ્ઞાનાવરણ અને કેવળજ્ઞાનાવરણ એ પાંચ જ્ઞાનાવરણીય તથા નિદ્રાપંચક, ચક્ષુ-અચક્ષુઅવધિ અને કેવળદર્શનાવરણીય એ નવ દર્શનાવરણીય તથા દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય એ પાંચ અંતરાય કુલ વીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, ત્રણ હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન નિષેક કાળ છે.
મિથ્યાત્વમોહનીયની સિત્તેર કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, સાત હજાર વરસનો અબાધાકાળ છે અને અબાધાકાળહીન કર્મદળનો નિષેક કાળ છે.
સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને સાતવેદનીય એ ચાર પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર કોડાકોડી સાગરોપમની છે, પંદરસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે. ૩૪