________________
૫૪૨
પંચસંગ્રહ-૧
હવે સંઘયણાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે–
संघयणे संठाणे पढमे दस उवरिमेसु दुगवुड्डी । सुहमतिवामणविगले ठारस चत्ता कसायाणं ॥३५॥ संहनने संस्थाने प्रथमे दश उपरितनेषु द्विकवृद्धिः ।
सूक्ष्मत्रिकवामनविकले अष्टादश चत्वारिंशत् कषायाणाम् ॥३५॥ અર્થ–પહેલા સંઘયણ અને પહેલા સંસ્થાનની દશ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને ઉપર ઉપરના એક એક સંઘયણ અને એક એક સંસ્થાનમાં બબ્બે કોડાકોડીની વૃદ્ધિ કરવાની છે. તથા સૂક્ષ્મત્રિક, વામનસંસ્થાન અને વિકલત્રિકની અઢાર કોડાકોડી સાગરોપમની અને કષાયોની ચાળીસ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ટીકાનુ–પહેલા વજંઋષભનારા સંઘયણ અને સમચતુરગ્ન સંસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દશ કોડાકોડી સાગરોપમ છે, એક હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેક કાળ છે અને ઉપરના સંઘયણ અને સંસ્થાનોમાં અનુક્રમે બબ્બે કોડાકોડી સાગરોપમની વૃદ્ધિ કરવાની છે તે આ પ્રમાણે–
બીજા ઋષભનારાચ સંઘયણ અને ન્યગ્રોધપરિમંડલ સંસ્થાનની બાર કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બારસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
ત્રીજા નારાચ સંઘયણ અને સાદિ સંસ્થાનની ચૌદ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, ચૌદસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન ભોગ્યકાળ છે. -
ચોથા અર્ધનારીચ સંઘયણ અને કુલ્ક સંસ્થાનની સોળ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, સોળસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન ભોગ્યકાળ છે.
પાંચમા કાલિકા સંઘયણ અને વામન સંસ્થાનની અઢાર કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, અઢારસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેકકાળ છે.
છઠ્ઠા છેવટું સંઘયણ અને હુંડક સંસ્થાનની વીસ કોડાકોડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બે હજાર વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન નિષેધ કાળ છે.
સૂક્ષ્મ, અપર્યાપ્ત અને સાધારણ એ સૂક્ષ્મત્રિક, વામન સંસ્થાન અને બેઈન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ વિકલત્રિક એમ સાત કર્મ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર કોડાકોડી સાગરોપમની છે, અઢારસો વરસનો અબાધાકાળ અને અબાધાકાળહીન કર્મદલિકોનો નિષેકકાળ છે.
અહીં વામનને કેટલાએક ચોથું સંસ્થાન માને છે અને તેથી તેમના મતે તેની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોડાકોડી સાગરોપમની થાય છે અને તેટલી તેની સ્થિતિ ઈષ્ટ નથી. માટે આ સંસ્થાન પાંચમું જ છે, ચોથું નથી એ પ્રકારના વિશેષ નિર્ણય માટે પહેલી વાર સંસ્થાનોની સ્થિતિ કહેવાના પ્રસંગે કહી ગયા છતાં પણ ફરી તેનું ગ્રહણ કર્યું છે.
તથા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એ