Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૩૪
પંચસંગ્રહ-૧
સાન્ત હોય જ એ પહેલાં કહ્યું છે માટે ધ્રુવબંધી પ્રવૃતિઓના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિ સાન્ત જાણવા. ૨૫.
આ પ્રમાણે સામાન્યથી પ્રકૃતિબંધ આશ્રયી જઘન્ય આદિ ભાંગાઓ સાદિ આદિ રૂપે પ્રરૂપ્યા. હવે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં જ્યાં જ્યાં જે જે જઘન્યાદિ બંધનો સંભવ છે ત્યાં ત્યાં તે તે કહે છે–
मूलुत्तरपगईणं जहन्नओ पगइबन्ध उवसंते । तब्भट्ठा अजहन्नो उक्कोसो सन्नि मिच्छंमि ॥२६॥
मूलोत्तरप्रकृतीनां जघन्यः प्रकृतिबन्ध उपशान्ते ।
तद् भ्रष्टादजघन्य उत्कृष्ट सजिनि मिथ्यादृष्टौ ॥२६॥ અર્થ–મૂળ અને ઉત્તર પ્રકૃતિનો જઘન્ય બંધ ઉપશાંતમોહ ગુણઠાણે થાય છે. ત્યાંથી પડવાથી અજઘન્ય બંધ થાય છે. તથા ઉત્કૃષ્ટ બંધ મિથ્યાદષ્ટિ સંજ્ઞીમાં હોય છે.
ટીકાનુ—મૂળ અને ઉત્તર પ્રવૃતિઓનો ઓછામાં ઓછો બંધ ઉપશાંતમોહ ગુણઠાણે થાય છે. કેમ કે ઉપશાંતમોહ ગુણઠાણે મૂળ પ્રકૃતિ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી એક સાતવેદનીયરૂપ પ્રકૃતિનો જ બંધ થાય છે અને તે એક પ્રકૃતિનો બંધ પ્રકૃતિબંધ આશ્રયી જઘન્ય કહેવાય છે.
અહીં સ્થિતિબંધાદિને આશ્રયી જઘન્યાદિ વિચાર ઈષ્ટ નથી જેથી જઘન્ય સ્થિતિ આદિનો બંધ તે જઘન્ય બંધ એમ કહેવાય. અહીં તો માત્ર પ્રકૃતિબંધ આશ્રયી વિચાર કરવો એ જ ઈષ્ટ છે. સ્થિતિબંધ આશ્રય આગળ કહેશે. તેથી જે અલ્પમાં અલ્પ પ્રકૃતિનો બંધ તે જઘન્ય બંધ કહેવાય. માટે જ એક પ્રકૃતિનો બંધ જઘન્યબંધ કહેવાય છે. '
અહીં ગાથામાં ઉપશાંત શબ્દનું ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી ક્ષીણમોહ અને સયોગી કેવળી ગુણસ્થાનકે પણ જઘન્ય પ્રકૃતિબંધ સમજવો. માત્ર ઉપશાંતમોહ ગુણઠાણેથી પ્રતિપાત થાય છે અને ક્ષીણમોહાદિ ગુણઠાણેથી થતો નથી, પડે ત્યારે અજઘન્ય આદિ ભાંગાનો સંભવ થાય છે, માટે મુખ્ય વૃત્તિએ ઉપશાંતમોહનું ગ્રહણ કર્યું છે.
તે ગુણસ્થાનકેથી પડવાથી અજઘન્ય બંધ થાય છે. કારણ કે અગિયારમેથી દશમા આદિ ગુણઠાણે આવે ત્યારે મૂળકર્મ આશ્રયી છે અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી સત્તર આદિ પ્રકૃતિઓના બંધનો સંભવ છે.
મિથ્યાદષ્ટિ સંજ્ઞીને ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધ થાય છે. કારણ કે તેને મૂળ આઠે કર્મનો અને ઉત્તર ચુંમોતેર પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે.
હવે તે ઉત્કૃષ્ટ બાંધી ત્યાંથી પડતા જે અલ્પ અલ્પ મૂળ અથવા ઉત્તર પ્રવૃતિઓનો બંધ
૧. એકેન્દ્રિયાદિ જીવો પણ આઠ મૂળ અને ચુંમોત્તર ઉત્તરપ્રકૃતિ સ્વરૂપ ઉત્કૃષ્ટ પ્રકૃતિબંધ કરે છે. છતાં અહીં મૂળ ગાથાટીકામાં સંશી કેમ જણાવ્યા ? તે વિચારણીય છે.