Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર
૫૩૫
થાય તે બંધ અનુત્કૃષ્ટ કહેવાય. એને ગાથામાં નથી કહ્યો છતાં સામર્થ્યથી જાણી શકાય છે.
અહીં સાદિત્યાદિ ભંગની યોજના સુગમ હોવાથી પોતાની મેળે કરવી. તે આ પ્રમાણે– મૂળ અથવા ઉત્તર પ્રવૃતિઓના જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ બંધ કોઈ વખતે થતા હોવાથી સાદિ અને સાંત ભાંગે સમજવા. માત્ર અજઘન્યબંધ સાદિ અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકથી પડે અને અજઘન્ય બંધ કરે ત્યારે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્યને હંમેશાં અજઘન્ય બંધ થતો હોવાથી ધ્રુવ અને ભવ્યોને અમુક કાળે વિચ્છેદ થવાનો સંભવ હોવાથી અધ્રુવ છે. ૨૬
આ પ્રમાણે મૂળ અથવા ઉત્તર પ્રકૃતિ આશ્રયી જ્યાં જે જઘન્ય આદિ સંભવે છે ત્યાં તેનું પ્રતિપાદન કર્યું. હવે મૂળકર્મ આશ્રયી એક એક કર્મમાં સાત્વિાદિનો વિચાર કરે છે–
आउस्स साइअधुवो बंधो तइयस्स साइ अवसेसो । લેસાં સાફા મામળે, ધુવધુમો પરા
માયુષ: સાવિયુવા વન્ય તીર્થ સાધવશેષઃ |
शेषाणां साद्यादिः भव्याभव्येषु अध्रुवधुवौ ॥२७॥ અર્થ-આયુનો બંધ સાદિ અને અધ્રુવ છે. ત્રીજા કર્મનો સાદિ વિના ત્રણ ભાંગે છે અને શેષ કર્મોનો સાદિ આદિ ચારે ભાંગે છે. તથા ભવ્યમાં અધ્રુવ અને અભવ્યમાં ધ્રુવ બંધ હોય છે.
ટીકાનુ–મૂળ કર્મની અંદર આયુનો બંધ તે અધુવબંધી હોવાથી સાદિ સાત્ત છે.
ત્રીજા વેદનીયકર્મનો બંધ સાદિ સિવાય અનાદિ, અધ્રુવ અને ધ્રુવ એમ ત્રણ ભાંગે છે. તેમાં સર્વદા તેનો બંધ થતો હોવાથી અનાદિ, ભવિષ્યમાં કોઈપણ કાળે વિચ્છેદનો અસંભવ હોવાથી અભવ્યને અનંત અને ભવ્યોને અયોગી ગુણસ્થાનકે બંધનો વિચ્છેદ થતો હોવાથી અધ્રુવસાન્ત છે.
શેષ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, નામ, ગોત્રકમ તથા અંતરાયકર્મનો બંધ સાદિ, અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાંગે છે. તેમાં ઉપશાંતમો ગુણસ્થાનકેથી પડે અને બંધ કરે માટે સાદિ તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ બંધ છે. ૨૭ હવે ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી એક એક પ્રકૃતિના બંધમાં સાદિત્યાદિનો વિચાર કરે છે–
साई अधुवो सव्वाण होइ धुवबंधियाण णाइ धुवो । निययअबन्धचुयाणं साइ अणाई अपत्ताणं ॥२८॥ सादिरधुवः सर्वासां भवति ध्रुवबन्धिनीनामनादि ध्रुवः ॥
निजकाबन्धच्युतानां सादिरनादिरप्राप्तानाम् ॥२८॥
અર્થ સઘળી ધ્રુવબન્ધિ પ્રવૃતિઓનો બંધ સાદિ, સાન્ત, અનાદિ અને અનન્ત એમ ચાર ભાંગે છે. પોતપોતાના અબંધસ્થાનથી પડે ત્યારે તેનો બંધ સાદિ થાય છે. તથા તે સ્થાન જેઓએ