________________
૫૩૬
પંચસંગ્રહ-૧
પ્રાપ્ત કર્યું નથી તેઓને તેનો બંધ અનાદિ છે.
ટીકાનુ–જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, અંતરાય પાંચ, સોળ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, કાર્પણ, ઉપઘાત અને વર્ણાદિ ચતુષ્ક એ સુડતાળીસે ધ્રુવબંધી પ્રકૃતિઓનો બંધ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર ભાગે છે.
તેમાં સાદિ શી રીતે થાય છે? તે કહે છે જ્યાં જ્યાં જે જે પ્રકૃતિનું અબંધસ્થાન હોય ત્યાંથી પડે ત્યારે તે તે પ્રકૃતિનો બંધ સાદિ થાય છે, જેમ કે–મિથ્યાત્વ, મ્યાનદ્વિત્રિક અને અનંતાનુબંધી એ આઠ પ્રકૃતિનું અબંધસ્થાન મિશ્રષ્ટિ આદિ ગુણસ્થાનકો છે. એ પ્રમાણે અપ્રત્યાખ્યાનાવરણીય કષાયનું દેશવિરતિ આદિ ગુણસ્થાનકો, પ્રત્યાખ્યાનાવરણીય કષાયનું પ્રમત્તસંયતાદિ ગુણસ્થાનકો, નિદ્રા, પ્રચલા, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, ઉપઘાત, વર્ણચતુષ્ક, કાર્મણ, ભય અને જુગુપ્સા એ તેર પ્રકૃતિઓનું અનિવૃત્તિ બાદરાદિ ગુણસ્થાનકો, સંજવલન કષાયનું સૂક્ષ્મસંપાયાદિ ગુણસ્થાનકો અને જ્ઞાનાવરણીય પાંચ, અંતરાય પાંચ અને દર્શનાવરણીય ચાર એ ચૌદ પ્રકૃતિઓનું ઉપશાંતમોહાદિ ગુણસ્થાનકો અબંધસ્થાન છે.
તે તે મિશ્રદષ્ટિ આદિ અબંધસ્થાનેથી જ્યારે પડે ત્યારે મિથ્યાત્વાદિ પ્રકૃતિઓનો ફરી બંધ શરૂ થાય માટે સાદિ. સાદિપણું અધ્રુવપણા વિના હોતું નથી, જે બંધ સાદિ થાય તેનો અંત અવશ્ય થાય છે, તેથી જ્યારે મિશ્રદષ્ટિ આદિ ગુણસ્થાનકે જાય ત્યારે તે તે પ્રકૃતિઓના બંધનો અંત થાય માટે સાન્ત. તથા તે સમ્યગુ મિથ્યાષ્ટિ ગુણસ્થાનકરૂપ અબંધસ્થાનને જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓને તે પ્રકૃતિઓનો બંધ શરૂઆતનો અભાવ હોવાથી અનાદિ છે. અભવ્યોને કોઈપણ કાળે બંધ વિચ્છેદ ન થાય માટે અનંત અને ભવ્યો તે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી ભવિષ્યમાં બંધનો નાશ કરશે માટે તેઓ આશ્રયી સાન્ત બંધ છે.
તથા યુવબંધી-સુડતાળીસ સિવાય તોતેર અધુવબંધીની પ્રકૃતિઓનો બંધ તેઓ અધુવબંધી હોવાથી જ સાદિ સાન્ત જાણવો. ૨૮
આ પ્રમાણે સાદિ આદિ ભાંગાની પ્રરૂપણા કરી. હવે સ્વામિત્વ કહેવું જોઈએ એટલે કયો જીવ કેટલી પ્રકૃતિના બંધનો અધિકારી છે તે કહેવું જોઈએ. તેમાં જે પ્રકૃતિઓ જે જીવોને બંધ આશ્રયી અયોગ્ય છે તે પ્રકૃતિઓના બંધના તે જીવો સ્વામી નથી. એમ કહેવાથી તે સિવાયની બીજી પ્રકૃતિઓના બંધના તેઓ સ્વામી છે એમ અર્થાત્ સમજી શકાય અને એવી બંધ આશ્રયી અયોગ્ય પ્રકૃતિઓ ચારે ગતિમાં થોડી હોય છે તેથી ગ્રંથલાઘવ માટે જે પ્રકૃતિઓ જે જીવોને અયોગ્ય છે. તેઓનું પ્રતિપાદન કરવા ઇચ્છતાં પહેલાં તિર્યંચોને અયોગ્ય પ્રકૃતિઓનું પ્રતિપાદન કરે છે–
नरयतिगं देवतिगं इगिविगलाणं विउव्वि नो बंधे । मणुयतिगुच्चं च गईतसंमि तिरि तित्थआहारं ॥२९॥ नरकत्रिकं देवत्रिकमेकविकलनां वैक्रियं न बन्थे । मनुजत्रिकोच्चं न गतित्रसे तिरश्चां तीर्थाहारम् ॥२९॥