Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર
૫૩૩
જણાતો હોય ત્યાં પણ અજઘન્યની મર્યાદા જઘન્ય છે અને અનુભૃષ્ટની મર્યાદા ઉત્કૃષ્ટ છે, એમ પોતાના અંતઃકરણમાં વિચારી તે બન્ને વચ્ચે ભેદ છે એમ નિર્ણય કરી લેવો.
આ રીતે અજઘન્ય અને અનુભૃષ્ટનો વિશેષ કહ્યો. હવે અજઘન્યાદિમાં સામાન્યથી સાદિત્યાદિ ભંગની પ્રરૂપણા કરે છે—
ते णाई ओहेणं उक्कोसजन्नगो पुणो साई ।
तौ अनादी ओघेनोत्कृष्टजघन्यकौ पुनः सादी ।
અર્થ—ઓધે અજઘન્ય અને અનુષ્કૃષ્ટ અનાદિ છે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય સાદિ છે.
ટીકાનુ—જેની અંદર સાદિત્વ વિશેષ અનુપલક્ષ્યમાણ છે—ઓળખી શકાતા નથી— સમજી શકાતા નથી એટલે કે સાદિત્વ વિશેષ વિનાના તે અજઘન્ય અથવા અનુભૃષ્ટનો કાળ અનાદિ છે.
શી રીતે અનાદિ છે ? તો કહે છે—સામાન્યથી. એટલે પ્રકૃતિ અથવા સ્થિતિ આદિ વિશેષની અપેક્ષા રાખ્યા વિના સર્વત્ર અનાદિ છે. પ્રકૃતિ અને સ્થિતિ આદિને અપેક્ષીને તો હવે પછી કહેશે તે પ્રમાણે છે.
તથા નિયતકાળ ભાવિ હોવાથી એટલે કે અમુક નિર્ણીત સમય જ પ્રવર્તતા હોવાથી ઉત્કૃષ્ટ અને જઘન્ય સાદિ છે.
આ રીતે પ્રકૃતિ અને સ્થિતિ આદિની અપેક્ષા રાખ્યા વિના જઘન્યાદિમાં સાદિત્વાદિની પ્રરૂપણા કરી. હવે સામાન્યથી બંધ આશ્રયી કહે છે— .
अधुवाण साइ सव्वे धुवाणणाई वि संभविणो ॥ २५ ॥
अध्रुवाणां सादयः सर्वे ध्रुवाणामनादी अपि संभविनौ ॥२५॥ અર્થ—અધ્રુવબંધી પ્રકૃતિઓના સઘળા ભાંગા સાદિ છે અને ધ્રુવબંધી પ્રકૃતિઓના સંભવતા અજઘન્ય અને અનુભૃષ્ટ અનાદિ પણ હોય છે.
ટીકાનુ—સાતવેદનીયાદિ અવબંધી પ્રકૃતિઓના જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એ સઘળા ભાંગા સાદિ છે. સાદિ એ સાન્તનું ઉપલક્ષણ-સૂચક હોવાથી સાન્ત પણ છે. જે સાદિ હોય છે તે સાન્ત અવશ્ય હોય છે એ પહેલાં કહ્યું છે. એટલે અહીં એકલો સાદિ ભાંગો કહ્યો છે છતાં સાન્ત પણ લઈ લેવો.
વર્ણાદિ ધ્રુવબંધી પ્રકૃતિઓમાં યથાયોગ્ય રીતે સંભવતા અજઘન્ય અને અનુભૃષ્ટનો કાળ અનાદિ છે. અહીં પણ અનાદિ શબ્દ વડે અનંત પણ લઈ લેવાનો છે. કારણ કે જ્યારે અનાદિ હોય ત્યારે અનંતપણાનો પણ સંભવ છે. એટલે અનાદિ અને ધ્રુવ છે અને ગાથામાં ગ્રહણ કરેલા ‘અપિ' શબ્દ વડે સાદિ અને અશ્રુવ પણ છે.
તથા ધ્રુવબંધી પ્રકૃતિઓના જે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ છે તે સાદિ સાન્ત જ હોય છે. કારણ કે એ બંને કોઈ વખતે જ પ્રવર્તે છે. જ્યારે પ્રવર્તે ત્યારે સાદિ અને જે સાદિ હોય તે