Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર
૫૩૧
• સાવિયુવા નિયમન્ નીવવિજ્ઞાનવિરફલો ઘુવઃ |
नियमात् ध्रुवोऽनादिरधुवोऽध्रुवो वा सादिर्वा ॥२३॥ અર્થ જે બંધાદિ સાદિ હોય છે, તે અવશ્ય અદ્ભવ હોય છે. જે બંધાદિ અનાદિ હોય છે, તે જીવવિશેષે અધુવ હોય છે, ધ્રુવ પણ હોય છે. જે ધ્રુવ હોય છે તે અવશ્ય અનાદિ હોય છે અને જે અધુવ છે, તે અધૃવરૂપે રહે છે, અથવા સાદિ પણ થાય છે.
ટીકાનુ અહીં જે બંધ સાદિ હોય છે તે અવશ્ય અધ્રુવ હોય છે. કારણ કે સાદિપણું ત્યારે જ ઘટે જયારે પૂર્વના બંધનો વિચ્છેદ થયા પછી નવા બંધનો પ્રારંભ થાય. તેથી સાદિ બંધના વિચ્છેદપૂર્વક જ હોય છે માટે જ એમ કહ્યું કે જે બંધ સાદિ હોય તે અદ્ભવ-સાન્ત અવશ્ય હોય છે.
અભવ્ય અને ભવ્યરૂપ જીવો આશ્રયી અનાદિ બંધ બે પ્રકારે થાય છે. તે આ પ્રમાણે– અધ્રુવ, ધ્રુવ. તેમાં અભવ્યને જે બંધ અનાદિ હોય છે તે તેને ધ્રુવ-અનંત જ હોય છે અને ભવ્યને અનાદિ બંધનો પણ ભવિષ્યમાં નાશ થવાનો સંભવ હોવાથી સાત્ત થાય છે.
જે બંધ વ હોય છે તે અવશ્ય અનાદિ હોય છે. કારણ કે અનાદિ સિવાય અનંત હોઈ શકતો જ નથી. કોઈ કાળે સાદિ બંધ અનંતકાળ પર્યત રહી શકે જ નહિ. કારણ કે ઉપરના ગુણસ્થાનકે જઈ પૂર્વના બંધનો વિચ્છેદ કરી પડી ફરી બંધનો આરંભ કરે ત્યારે સાદિ કહેવાય. પહેલે ગુણઠાણેથી ઉપરના ગુણસ્થાનકે ચડનાર આત્મા ભલે પહેલે ગુણઠાણે આવે, પરંતુ તે કંઈક ન્યૂન અર્ધપુલ પરાવર્તનથી વધારે સંસારમાં રહે જ નહિ. જ્યારે ઉપરના ગુણસ્થાનકે જાય ત્યારે બંધનો અંત કરે જ. માટે જે બંધ સાદિ હોય તે અવશ્ય સાન્ત હોય એમ કહ્યું છે.
તથા જે બંધનો અન્ત થાય છે તેની ફરી શરૂઆત થતી નથી એમ પણ બને છે. જેમ વેદનીયકર્મના બંધનો વિચ્છેદ થયા પછી તેનો ફરી બંધ થતો નથી અને કોઈ કર્મમાં બંધનો વિચ્છેદ થયા પછી ફરી બંધની શરૂઆત થાય પણ છે, જેમ જ્ઞાનાવરણીયકર્મના બંધનો વિચ્છેદ થયા પછી પડે ત્યારે ફરી તેના બંધની શરૂઆત થાય છે. તેથી જ એમ કહેવામાં આવ્યું છે કે જે બંધ અધ્રુવ હોય છે તે અધુવરૂપે જ રહે છે તેમ જ તે બંધની સાદિ પણ થાય છે. ૨૩
આ પ્રમાણે સાદિ આદિ બંધના ભેદોમાં જે છતાં જે અવશ્ય હોય છે અથવા જે છતાં નથી પણ હોતા તે કહ્યું. હવે સાદિ આદિ જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ એમ ચાર ભેદે છે તેમાં અજઘન્ય અને અનુત્કૃષ્ટ કેટલાકને એકરૂપે જણાય છે તેથી તદ્ગત સાદિત વિશેષને બતાવવા દ્વારા તે બંનેનો ભેદ બતાવે છે
उकोसा परिवडिए साइ अणुक्कोसओ जहन्नाओ। अब्बंधाओ वियरो तदभावे दो वि अविसेसा ॥२४॥ उत्कृष्टात् परिपतिते सादिरनुत्कृष्टो जघन्यात् ।
अबन्धाद्वा इतरस्तदभावे द्वावपि अविशेषौ ॥२४॥ અર્થ–ઉત્કૃષ્ટ બંધથી જ્યારે પડે ત્યારે અનુત્કૃષ્ટબંધ સાદિ થાય. અને જઘન્ય બંધથી પડે