________________
૫૩૦
પંચસંગ્રહ-૧ આ ભૂયસ્કારો તેઉ-વાયુમાં જે એકસો સત્તાવીસનું સત્તાસ્થાન થાય છે ત્યાંથી આરંભી પછીનાં સત્તાસ્થાનોમાં જ સંભવે છે. તે પહેલાંના સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી તેઓમાં ભૂયસ્કારો સંભવતા નથી. તેમાં પણ એકસો તેત્રીસનું સત્તાસ્થાન ક્ષપકશ્રેણિમાં જ હોય છે અને ત્યાંથી પ્રતિપાત થતો નથી તેથી તે પણ ભૂયસ્કારરૂપે સંભવતું નથી. માટે સત્તર જ ભૂયસ્કાર થાય છે. ૨૨
આ પ્રમાણે બંધ આદિના ભૂયસ્કારાદિ ભેદો કહ્યા. હવે સાદિ આદિ ભેદો કહે છે. તે ભેદો આ પ્રમાણે છે–સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ. જે બંધાદિ આદિ પ્રારંભ-શરૂઆત યુક્ત હોય તે સાદિ. જેની આદિ ન હોય તે અનાદિ. ભવિષ્યમાં જે બંધાદિ હંમેશા રહેનાર હોય જેનો કોઈ કાળે નાશ ન થાય તે ધ્રુવ-અનંત અને કાળાન્તરે જેનો વિચ્છેદ થાય તે અધુવ-સાન્ત. આ ચાર ભેદોમાં જેના સદ્ભાવમાં જેનો અવશ્ય સભાવ હોય તે કહે છે–
साइ अधुवो नियमा जीवविसेसे अणाई अधुवधुवो । नियमा धुवो अणाई अधुवो अधुवो व साई वा ॥२३॥
આ રીતે ૧૨૮-૧૨૯-૧૩૦-૧૩૧-૧૩૬-૧૩૭-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧-૧૪૪–૧૪૫-૧૪૬ એટલાં સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે.
તથા ક્ષાયિક સમ્યક્તીને જ્ઞા-૫, ૬-૯, વે-૨, મો-૨૧, આ-૧, નામ-૮૮ ગો-૨ અને અ-૫ એમ એકસો તેત્રીસ પ્રકૃતિની સત્તા હોય છે. તેને તીર્થંકરના બંધે એકસો ચોત્રીસનું આયુના બંધે એકસો પાંત્રીસનું તીર્થકર અને આયુના બંધ વિના આહારક ચતુષ્કના બંધે એકસો સાડત્રીસનું, તીર્થંકરના બંધે એકસો આડત્રીસનું અને આયુના બંધે એકસો ઓગણચાળીસનું સત્તાસ્થાન થાય છે. કૃષ્ણની જેમ ક્ષાયિક સમ્યક્તીને આયુ અને તીર્થકર નામકર્મનો બંધ થાય છે. આ પ્રમાણે અહીં ૧૩૪-૧૩૫-૧૩૭-૧૩૮-૧૩૯ એ પાંચ સત્તાસ્થાનો ભયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંના પહેલાનાં બે જ લેવાનાં છે. અન્ય સરખી સંખ્યાવાળા હોવાથી લેવાનાં નથી.
તથા અનંતાનુબંધીના વિસંયોજક ક્ષયોપશમ સમ્યક્તીને જ્ઞા-૫, ૬-૯, વે-૨, મો-૨૪, આ-૧ ના૮૮, ગો-૨ અને અં-૫ એમ એકસો છત્રીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તેને તીર્થંકરના બંધે એકસો સાડત્રીસનું, આયુના બંધે એકસો આડત્રીસનું, એકસો છત્રીસની સત્તાવાળાને આહારક ચતુષ્કના બંધે એકસો ચાળીસનું, તીર્થંકરના બંધે એકસો એકતાળીસનું અને દેવાયુના બંધ એકસો બેતાળીસનું સત્તાસ્થાન થાય છે. અહીં ૧૩૭-૧૩૮-૧૪૦-૧૪૧-૧૪૨ એ પાંચ સત્તાસ્થાનો ભૂયસ્કારપણે પ્રાપ્ત થાય છે તેમાંથી છેલ્લો જ ભૂયસ્કાર લેવાનો છે, બીજા સમસંખ્યાવાળા હોવાથી લેવાના નથી. આ પ્રમાણે વિચારતાં ૧૪૩ નો ભૂયસ્કાર સંભવતો નથી. જો કે આહારક ચતુષ્કની ઉઠ્ઠલનાનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ મોટો હોય અને સમ્યક્ત મોહનીયની ઉદ્ધલનાનો પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ નાનો હોય એટલે સમ્યક્ત મોહનીયની ઉદ્ધલના થયા પછી પણ આહારક ચતુષ્કની સત્તા રહેતી હોય તો જ્ઞા-૫, ૬-૯, વે-૨, મો-૨૭, આ-૧, ના-૯૨, ગો-૨ અને અં.-૫ એ પ્રમાણે ૧૪૩ પ્રકૃતિનું સત્તાસ્થાન સંભવી શકે પરંતુ તે ભૂયસ્કારરૂપે તો સંભવશે નહિ. કારણ કે મોહની અઠ્ઠાવીસ પ્રકૃતિ સાથે એકસો ચુંમાળીસ પ્રકૃતિની સત્તાવાળો સમકિતમોહનીય ઉવેલી એકસો તેતાળીસના સત્તાસ્થાને જાય તેથી તે અલ્પતરપણે ઘટી શકે. તત્ત્વ જ્ઞાની મહારાજ જાણે.