________________
૫૨૮
પંચસંગ્રહ-૧
નામ ત્રયોદશક અને થીણદ્વિત્રિકનો પ્રક્ષેપ કરતાં એકસો છત્રીસ, એકસો સાડત્રીસ, એકસો ચાળીસ અને એકસો એકતાળીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં મોહનીયકર્મની છવ્વીસ, સ્થાનદ્વિત્રિક અને નામ ત્રયોદશકનો પ્રક્ષેપ કરતાં એકસો આડત્રીસ, એકસો ઓગણચાળીસ, એકસો બેતાળીસ અને એકસો તેતાળીસ એ ચારસત્તાસ્થાનો થાય છે.
તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં મોહનીયની સત્તાવીસ, નામ ત્રયોદશક અને સ્યાનદ્વિત્રિકનો પ્રક્ષેપ કરતાં એકસો ઓગણચાળીસ એકસો ચાળીસ, એકસો તેતાળીસ અને એકસો ચુંમાળીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
તથા તે જ છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં મોહનીયની અઠ્યાવીસ, સ્ત્યાનર્જિંત્રિક અને નામ ત્રયોદશકનો પ્રક્ષેપ કરતાં એકસો ચાળીસ, એકસો એકતાળીસ, એકસો ચુંમાળીસ અને એકસો પિસ્તાળીસ એ ચાર સત્તાસ્થાનો થાય છે.
આ પ્રમાણે મોહનીયની બાવીસ આદિ પ્રકૃતિઓના પ્રક્ષેપ વડે થનારા એકસો ચોત્રીસ આદિ સત્તાસ્થાનોથી આરંભી એકસો પિસ્તાળીસ સુધીનાં સત્તાસ્થાનો અવિરતિ સમ્યગ્દષ્ટિથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાનક' પર્યંત હોય છે એમ સમજવું.
તથા હમણાં જ જે એકસો પિસ્તાળીસનું સત્તાસ્થાન કહ્યું તે જ પરભવનું આયુ બાંધે ત્યારે એકસો છેતાળીસનું સત્તાસ્થાનક થાય છે. તથા જ્યારે તેઉ-વાયુના ભવમાં વર્તમાન આત્માને નામકર્મની ઇઠ્ઠોતેર અને નીચગોત્ર સત્તામાં હોય ત્યારે જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ નવ, વેદનીય બે, મોહનીય છવ્વીસ, અંતરાય પાંચ, તિર્થગાયુ, નામ ઇઠ્ઠોતેર અને નીચગોત્ર એ પ્રમાણે એકસો સત્તાવીસ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે. તે જ પરભવ સંબંધી તિર્યંચનું આયુ બાંધે ત્યારે એકસો અઠ્યાવીસનું સત્તાસ્થાન થાય છે.
૧. સયોગી ગુણસ્થાનકોનાં સત્તાસ્થાનોમાં જ્ઞાનાવરણાદિ ઘાતિ આદિ પ્રકૃતિઓના પ્રક્ષેપથી આરંભી મોહનીયકર્મની ચોવીસ પ્રકૃતિઓના પ્રક્ષેપપર્યંત જે જે સત્તાસ્થાનો કહ્યાં તે તે સત્તાસ્થાનો ઉપરથી આત્મા પડે છે અને ઉત્પન્ન થાય છે એમ સમજવાનું નથી, કારણ કે મોહનીયની ચોવીસની સત્તા થયા પછી જે જે પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે તેની ફરી સત્તા થતી જ નથી. પરંતુ ભિન્ન ભિન્ન જીવોની અપેક્ષાએ નીચે નીચેના ગુણસ્થાનકે આવા પ્રકારનાં સત્તાસ્થાનકો હોય છે તેમ સમજવાનું છે. તેથી આ સત્તાસ્થાનોમાં ભૂયસ્કાર થતા નથી. તથા મોહનીયની બાવીસ આદિ પ્રકૃતિઓના પ્રક્ષેપથી થનારાં સત્તાસ્થાનોથી આરંભી એકસો પિસ્તાળીસ સુધીનાં સત્તાસ્થાનો ચતુર્થ ગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત પર્યંત હોય છે એમ જે કહ્યું ત્યાં એમ શંકા થાય છે કે, મોહનીયની છવ્વીસ ઉમેરતાં જે ૧૩૮-૧૩૯-૧૪૨-૧૪૩ એ ચાર સત્તાસ્થાનો થાય છે તે આ ગુણસ્થાનકોમાં કેમ સંભવે ? કારણ કે મોહનીયનું છવ્વીસનું સત્તાસ્થાન આ ચાર ગુણઠાણે હોતું જ નથી. ૨૮-૨૪-૨૩-૨૨-૨૧ એ પાંચમાંથી કોઈપણ સત્તાસ્થાન હોય છે. છવ્વીસનું સત્તાસ્થાન તો મિથ્યાત્વ ગુણઠાણે હોય છે. આ પ્રમાણે સત્તાવીસ ઉમેરતાં જે સત્તાસ્થાનો થાય ત્યાં પણ એ જ શંકા થાય છે. જો પહેલે ગુણઠાણે એ સત્તાસ્થાનો લેવામાં આવે તો તે સંભવે છે. તત્ત્વ જ્ઞાનીગમ્ય.
૨. અહીં તેઉકાય-વાઉકાયમાં વર્તતા એકસો સત્તાવીસની સત્તાવાળા જીવને પરભવ સંબંધી તિર્યંચાયુનો બંધ થાય ત્યારે એકસો અઠ્ઠાવીસનું સત્તાસ્થાનક થાય એમ કહ્યું. જો કે આ જીવો તિર્યંચાયુ સિવાય