________________
૫૨૬
પંચસંગ્રહ-૧
તીર્થંકર નામ રહિત અગિયાર અને તે સામાન્ય કેવળીને હોય છે.
સયોગીકેવળી અવસ્થામાં એંશી, એક્યાશી, ચોરાશી અને પંચાશી એમ ચાર સત્તાસ્થાનો હોય છે. તેમાં એંશી પ્રકૃતિઓ આ પ્રમાણે છે–દેવદ્ધિક, ઔદારિક ચતુષ્ક, વૈક્રિય ચતુષ્ક, તૈજસ, કાર્મણ, તૈજસબંધન, કાર્મસબંધન, તૈજસસંઘાતન, કાર્મણ સંઘાતન, સંસ્થાન પર્ક, સંઘયણ ષક, વર્ણદિવસ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, વિહાયોગતિદ્વિક, સ્થિર અસ્થિર, શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અયશકીર્તિ, અનાદેય, નિર્માણ, પ્રત્યેક, અપર્યાપ્ત, મનુષ્યાનુપૂર્વી, નીચગોત્ર અને અન્યતર વેદનીય, એ અગણોતેર તથા પૂર્વોક્ત અગિયાર સરવાળે એંશી થાય છે.
એ જ એંશી તીર્થંકરનામ સાથે એક્યાશી, આહારક ચતુષ્ક સાથે ચોરાશી તથા તીર્થકર આહારક ચતુષ્ક બંને સાથે પંચાશી. તેમાં એશી અને ચોરાશી એ બે સત્તાસ્થાન સામાન્ય કેવળીને અને એક્યાસી અને પંચાશી એ બે સત્તાસ્થાન તીર્થકર કેવળીને હોય છે.
અહીં તીર્થકર અતીર્થકર એ બંને એક બીજાનાં સત્તાસ્થાનોમાં નહિ જતા હોવાથી તથા તીર્થંકરાદિનો બંધ અહીં નહિ થતો હોવાથી એક પણ ભૂયસ્કાર થતો નથી અને એંશી અને ચોરાશીના સત્તાસ્થાનેથી અગિયારના સત્તાસ્થાને જતાં તથા એક્યાશી અને પંચાશીના સત્તાસ્થાનેથી બારના સત્તાસ્થાને જતાં અગિયાર અને બારની સત્તારૂપ બે અલ્પતર થાય છે.
તથા પૂર્વોક્ત એંશી આદિ ચાર સત્તાસ્થાનો જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને અંતરાય પંચક એમ ચૌદ પ્રકૃતિઓ સાથે ચોરાણું પંચાણું અઠ્ઠાણું અને નવ્વાણું એમ ચાર સત્તાસ્થાનો થાય છે. આ સત્તાસ્થાનો ક્ષીણકષાય ગુણસ્થાનકના ચરમ સમયે નાના જીવો આશ્રયી હોય છે.
તથા ચોરાણું આદિ ચાર સત્તાસ્થાનો નિદ્રા અને પ્રચલા સાથે છનું, સત્તાણું, સો અને એકસો એક એ પ્રમાણે ચાર સત્તાસ્થાનો થાય છે. આ સત્તાસ્થાનો ક્ષીણમોહ ગુણસ્થાનકના દ્વિચરમ સમય પર્યત અનેક જીવોની અપેક્ષાએ ઘટે છે.
અહીં ઉપરના ગુણસ્થાનકેથી પડતા નહિ હોવાથી ભૂયસ્કાર એક પણ થતો નથી. તથા ક્ષણમોહ ગુણસ્થાનકના ચરમ સમયવર્તી ચોરાણુંના અને અઠ્ઠાણુંના સત્તાસ્થાનેથી એંશી અને ચોરાશીના સત્તાસ્થાને જતાં અને પંચાણું તથા નવાણુંના સત્તાસ્થાનેથી એક્યાશી અને પંચાશીના સત્તાસ્થાને જતાં એંશી, ચોરાશી, એક્યાશી અને પંચાશીની સત્તારૂપ ચાર અલ્પતર. એ જ પ્રમાણે છનું અને સોના સત્તાસ્થાનેથી ચોરાણું અને અઠ્ઠાણુના સત્તાસ્થાને જતાં તથા સત્તાણું અને એકસો એકના સત્તાસ્થાનેથી પંચાણું અને નવાણુના સત્તાસ્થાને જતાં ચોરાણું અઠ્ઠાણું પંચાણું અને નવ્વાણુંની સત્તારૂપ ચાર અલ્પતર થાય છે.
તથા તે છનું આદિ ચાર સત્તાસ્થાનોમાં સંજ્વલન લોભનો પ્રક્ષેપ કરતાં સત્તાણું, અઠ્ઠાણું એકસો એક અને એકસો બે એમ ચાર સત્તાસ્થાનો થાય છે. આ ચાર સત્તાસ્થાનો સૂક્ષ્મસંપરાય ગુણઠાણે હોય છે.
એ જ ચારમાં સંજ્વલન માયા મેળવતાં અઠ્ઠાણું નવ્વાણું એકસો બે અને એકસો ત્રણ