Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર
૫૧૧
તીર્થંકરના ઉદયસ્થાને અથવા તીર્થંકરના ઉદયસ્થાનેથી સામાન્ય કેવળીના ઉદયસ્થાને કોઈપણ જીવો જતા નહિ હોવાથી તેના ભૂયસ્કાર થતા નથી
તથા અલ્પતરોદય નવ છે. કઈ રીતે નવ થાય છે? તે કહે છે–અહીં કોઈપણ આત્મા નવના ઉદયથી આઠના ઉદયે, તેમ જ એકવીસના ઉદયથી વિસના ઉદયે જતો નથી. કારણ કે નવનું અને એકવીસનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે. તેઓ કંઈ સામાન્ય કેવળીના ઉદયસ્થાનકે જતા નથી, માટે એ બે અલ્પતર ઘટતા નથી. તથા કોઈ પચીસના ઉદયથી ચોવીસના ઉદયે જતા નથી. કારણ કે સંસારી આત્માઓ અપર્યાપ્તાવસ્થામાં ચોવીસના ઉદયથી પચીસના ઉદયસ્થાનમાં પ્રવેશ કરે છે પરંતુ પચીસના ઉદયસ્થાનથી ચોવીસના ઉદયે જતા નથી. માટે અલ્પતરોદય નવ જ થાય છે.
તે અલ્પતરોદયો તીર્થકર અને સામાન્ય કેવળીઓને સમુદ્રઘાત અને અયોગીપણું પ્રાપ્ત થતાં કઈ રીતે થાય છે તેનો વિચાર કરે છે.
તેમાં સ્વભાવસ્થ સામાન્ય કેવળીને મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસનામ, બાદરનામ, અપર્યાપ્તનામ, સૌભાગ્યનામ, યશકીર્તિ, આદેય, અગુરુલઘુ, નિર્માણ, તૈજસ, કાર્મણ, વર્ણાદિ, ચતુષ્ક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, વજઋષભનારાચ સંઘયણ, ઉપઘાત, પ્રત્યેક,
ઔદારિકદ્ધિક છ સંસ્થાનમાંથી કોઈપણ એક સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, અન્યતર વિહાયોગતિ, સુસ્વર દુઃસ્વરમાંથી એક, એ ત્રીસ પ્રકૃતિઓનો ઉદય હોય છે અને તીર્થકરોને તીર્થકર નામકર્મ સાથે એકત્રીસનો ઉદય હોય છે.
. હવે જ્યારે તેઓ સમુદ્ધાતમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સમુદ્યાત કરતા સામાન્ય કેવળીને બીજે સમયે ઔદારિકમિશ્રયોગે વર્તતા પરાઘાત, ઉચ્છવાસ, અન્યતરવિહાયોગતિ અને સુસ્વર દુઃસ્વરમાંથી એક એમ ચાર પ્રકૃતિઓના ઉદયનો રોધ થતા છવ્વીસનો ઉદય થાય છે. અને તીર્થકરને પરાઘાત ઉચ્છવાસ પ્રશસ્તવિહાયોગતિ અને સુસ્વરનો રોધ થતા સત્તાવીસનો ઉદય થાય છે. આ પ્રમાણે ત્રીસ અને એકત્રીસના ઉદયથી છવ્વીસ અને સત્તાવીસના ઉદયે જતા છવ્વીસના અને સત્તાવીસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે.
તથા સમુદ્યામાં પ્રવિષ્ટ અતીર્થકર કેવળીને ત્રીજે સમયે કાર્મણકાયયોગે વર્તતા ઉદય પ્રાપ્ત સંસ્થાન, વજ ઋષભનારાચસંઘયણ, ઔદારિકદ્ધિક, ઉપઘાત, અને પ્રત્યેક એ છ પ્રકૃતિનો રોધ થતા વિસનો ઉદય થાય છે. અને તીર્થકર કેવળીને તે સમયે ઉકત છ પ્રકૃતિઓના ઉદયનો રોધ થતાં એકવીસનો ઉદય થાય છે. આ પ્રમાણે છવ્વીસ અને સત્તાવીસના ઉદયથી વીસ અને
૧. અહીં કોઈપણ આત્મા નવના ઉદયથી આઠના ઉદયે તેમજ એકવીસના ઉદયથી વિસના ઉદયે જતો નથી, કારણ કે નવનું અને એકવીસનું ઉદયસ્થાન તીર્થકરને હોય છે, તેઓ કંઈ સામાન્ય કેવળીને ઉદયસ્થાનકે જતા નથી માટે એ બે અલ્પતર ઘટતા નથી—એમ ટીકામાં જણાવ્યું છે પણ કઈ પ્રકૃતિ સ્વરૂપ અલ્પતર ઘટતા નથી તે સ્પષ્ટ લખ્યું નથી છતાં આઠ પ્રકૃતિરૂપ અને વીસ પ્રકૃતિરૂપ બે અલ્પતર ઘટતા નથી એવો ભાવ સમજાય છે. પરંતુ આ જ ગાથાની ટીકામાં આગળ આ બંને અલ્પતરો ઘટાવ્યા છે તેથી આ પંક્તિઓ લખવાનો ભાવ શું છે ? તે બહુશ્રુતો જાણે.