________________
પંચસંગ્રહ-૧
તથા ભવસ્થ ક્ષાયિક સમ્યક્ત્વી દેવ અથવા નારકીને પૂર્વે કહેલી ચુંમાળીસ પ્રકૃતિમાંથી આનુપૂર્વી દૂર કરતાં અને વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાગ, પ્રત્યેક, ઉપઘાત, અને સમચતુરસસંસ્થાન એ પાંચ ઉમેરતાં અડતાળીસ પ્રકૃતિનો ઉદય થાય છે. તે અડતાળીસ પ્રકૃતિઓ આ પ્રમાણે—જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, મોહનીયની પૂર્વે કહી તે છ, અને અંતરાય પાંચ, એમ ઘાતિકર્મની વીસ. તથા નામકર્મની વિગ્રહગતિમાં જે એકવીસ કહી છે તે વૈક્રિયદ્વિક આદિ યુક્ત કરતાં અને આનુપૂર્વી કાઢતાં પચીસ, ગોત્ર એક, વેદનીયની એક, અને આયુ એક એમ અઘાતિકર્મની અઠ્યાવીસ, આ રીતે કુલ અડતાળીસ પ્રકૃતિનો ઓછામાં ઓછો ઉદય ભવસ્થ ક્ષાયિક સમ્યક્ત્વી દેવ કે નારકીને હોય છે.
૫૧૬
અહીં નારકીઓને હુંડ સંસ્થાન આદિ અશુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય એમ સમજવું.
તે અડતાળીસમાં ભય જુગુપ્સા અથવા સમ્યક્ત્વમોહનીય એ ત્રણમાંથી કોઈપણ એક ઉમેરતાં ઓગણપચાસનો ઉદય થાય, ભય-સમ્યક્ત્વમોહનીય, જુગુપ્સા-સમ્યક્ત્વમોહનીય, અથવા ભય-જુગુપ્સા એમ કોઈપણ બબ્બે પ્રકૃતિ ઉમેરતાં પચાસનો ઉદય થાય, અને ભયજુગુપ્સા અને સમ્યક્ત્વમોહનીય એ ત્રણે ઉમેરતાં એકાવનનો ઉદય થાય.
તથા પૂર્વે જે ચુંમાળીસ કહી છે તેમાંથી આનુપૂર્વી કાઢતાં અને ઔદારિકદ્ધિક, પ્રત્યેક, ઉપઘાત, સમચતુરસ્ર સંસ્થાન, અને વજઋષભનારાચ સંઘયણ એ છ પ્રકૃતિઓ ઉમેરતાં ઓગણપચાસ પ્રકૃતિઓનો ઉદય ભવસ્થ ક્ષાયિક સમ્યક્ત્વી તિર્યંચ અથવા મનુષ્યોને હોય છે.
તેમાં સમ્યક્ત્વ મોહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કોઈપણ એક એક ભયસમ્યક્ત્વ મોહનીય અથવા જુગુપ્સા-સમ્યક્ત્વ મોહનીય કે ભય અને જુગુપ્સા એમ કોઈપણ બબ્બે અથવા સમ્યક્ત્વ મોહનીય, ભય અને જુગુપ્સા એમ ત્રણે ઉમેરતાં પચાસ એકાવન અને બાવનનો ઉદય થાય છે.
તથા નિદ્રાનો ઉદય ઉમેરતાં ત્રેપનનો ઉદય થાય.
અથવા પહેલાં દેવ અને નરકને યોગ્ય જે અડતાળીસ પ્રકૃતિઓ કહી તેમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા ક્ષાયિક સમ્યગ્યદૃષ્ટિ દેવ અથવા નારકીને પરાઘાત અને અન્યતર વિહાયોગતિ ઉમેરતાં પચાસનો ઉદય થાય. તેમાં સમ્યક્ત્વમોહનીય, ભય અને જુગુપ્સા એ ત્રણમાંથી કોઈપણ એક ઉમેરતાં એકાવન, કોઈપણ બે ઉમેરતાં બાવન, અને ત્રણે ઉમેરતાં ત્રેપનનો ઉદય થાય.
અથવા શરીરસ્થ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યને પૂર્વે જે ઓગણપચાસ કહી છે તેમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા થયા પછી પરાઘાત અને પ્રશસ્તવિહાયોગતિ ઉમેરતાં એકાવનનો ઉદય થાય. ત્યારપછી તેમાં સમ્યક્ત્વમોહનીય, ભય, જુગુપ્સા, અને નિદ્રા એ ચારમાંથી કોઈપણ એક પ્રકૃતિ ઉમેરતાં બાવન, કોઈપણ બે ઉમેરતાં ત્રેપન, કોઈપણ ત્રણ પ્રકૃતિ ઉમેરતાં ચોપન, અને ચારે ઉમેરતાં પંચાવનનો ઉદય થાય.
અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ તિર્યંચ અને મનુષ્યને અનંતરોક્ત એકાવન પ્રકૃતિઓમાં પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી શ્વાસોચ્છ્વાસનો ઉદય ઉમેરતાં બાવનનો ઉદય થાય.