________________
૫૨ ૨.
પંચસંગ્રહ-૧
તથા વેદનીયના બે અને એક પ્રકૃતિરૂપ એમ બે સત્તાસ્થાનક છે. તેમાં અયોગી ગુણસ્થાનકના દ્વિચરમસમય પર્યત બે પ્રકૃતિરૂપ, અને છેલ્લે સમયે એક પ્રકૃતિરૂપ સત્તાસ્થાનક છે. અહીં એક પ્રકૃતિના સત્તાસ્થાનકથી બે પ્રકૃતિના સત્તાસ્થાનકે જતા નહિ હોવાથી ભૂયસ્કાર ઘટતો નથી. બે પ્રકૃતિના સત્તાસ્થાનેથી એક પ્રકૃતિના સત્તાસ્થાનકે જતો હોવાથી એક અલ્પતર સંભવે છે. બે પ્રકૃતિની સત્તારૂપ અભવ્યને અનાદિ અનંત અને ભવ્યને આદિ સાંત એમ એક અવ્યવસ્થિત સત્કર્મ સંભવે છે. એક પ્રકૃત્યાત્મક સત્તાસ્થાન માત્ર એક સમય જ રહેતું હોવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી. અહીં પણ આ કર્મની સંપૂર્ણ સત્તાનો નાશ થયા પછી ફરી તેની સત્તા થતી નહિ હોવાથી અવક્તવ્ય સત્કર્મ સંભવતું નથી.
ગોત્ર અને આયુના બળે સત્તાસ્થાનકો હોય છે. તે આ પ્રમાણે–એ, અને એક. તેમાં જ્યાં સુધી ગોત્રકર્મની બંને પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યાં સુધી બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાન, અને તેઉવાયુના ભવમાં જઈ ઉચ્ચગોત્ર ઉવેલી નાંખે ત્યારે નીચગોત્રરૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અથવા અયોગી ગુણસ્થાનકના દ્વિચરમસમયે નીચગોત્રનો ક્ષય થાય ત્યારે છેલ્લે સમયે ઉચ્ચગોત્રની સત્તારૂપ એક પ્રકૃતિનું સત્તાસ્થાનક હોય છે. અહીં એક નીચગોત્રની સત્તાવાળો પૃથ્વીકાયાદિમાં આવી ઉચ્ચગોત્ર બાંધે ત્યારે બે પ્રકૃતિની સત્તારૂપ એક ભૂયસ્કાર થાય. અલ્પતર પણ ઉચ્ચગોત્ર ઉવેલ ત્યારે નીચગોત્રની સત્તારૂપ અથવા નીચગોત્રનો ક્ષય કરે ત્યારે ઉચ્ચગોત્રની. સત્તારૂપ એક જ થાય. તથા અવસ્થિત સત્કર્મ બે છે. કારણ કે ઉચ્ચ નીચ એ બંને પ્રકૃતિની અને ઉચ્ચગોત્ર ઉવેલાયા બાદ એકલા નીચગોત્રની સત્તા ચિરકાળ પર્યત સંભવે છે. તથા અવક્તવ્યસત્કર્મ ઉચ્ચગોત્રની સત્તા નષ્ટ થયા પછી ફરી તે સત્તામાં આવે છે તેથી એ એક પ્રકૃતિની અપેક્ષાએ ઘટે પરંતુ ગોત્રકર્મની અપેક્ષાએ ન ઘટે. કારણ કે ગોત્રકર્મની સત્તાનો નાશ થયા પછી ફરી સત્તામાં આવતું નથી.
તથા આયુની પણ જ્યાં સુધી પરભવનું આયુ ન બાંધે ત્યાં સુધી ભોગવાતા એકની સત્તા હોય. અને પરભવનું આયુ બાંધે ત્યારે બેની સત્તા થાય છે. અહીં ભૂયસ્કાર બે પ્રકૃતિની સત્તારૂપ એક થાય છે અને તે જ સમયે પરભવનું આયુ બાંધે તે જ સમયે થાય છે. એક પ્રકૃતિરૂપ એક અલ્પતર સત્કર્મ હોય છે અને તે અનુભૂયમાન ભવના આયુની સત્તાનો નાશ થયા પછી જે સમયે પરભવના આયુનો ઉદય થાય તે સમયે હોય છે. અવસ્થિત સત્કર્મસ્થાનો બંને હોય છે, કારણ કે બંને સત્તાસ્થાનો અમુક કાળપર્યત હોય છે, અવક્તવ્યસત્કર્મ હોતું નથી, કારણ કે આયુકર્મની સત્તાનો નાશ થયા પછી ફરી તે સત્તામાં આવતું જ નથી.
દર્શનાવરણીયનાં ત્રણ સત્તાસ્થાનો છે. તે આ પ્રમાણે–નવ, છ અને ચાર. તેમાં ક્ષપકશ્રેણિ આશ્રયી અનિવૃત્તિ બાદરભંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગપર્યત અને ઉપશમશ્રેણિ આશ્રયી ઉપશાંતમોહ ગુણસ્થાનક પર્યત નવની સત્તા હોય છે. ક્ષપકશ્રેણિમાં બાદરભંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ પછીથી આરંભી ક્ષીણમોહગુણસ્થાનકના દ્વિચરમસમય પર્યત છની સત્તા હોય છે અને છેલ્લે સમયે ચારની સત્તા હોય છે. અહીં ભૂયસ્કાર એક પણ ઘટતો નથી. કારણ કે ક્ષપકશ્રેણિમાં છે અને ચારની સત્તા થયા પછી પડતો નથી. અલ્પતર બે છે. ૧. છ, ૨. ચાર. નવથી છની, અને છથી ચારની સત્તાએ જતા હોવાથી તે બે