________________
૫૧૨
પંચસંગ્રહ-૧
એકવીસના ઉદયે જતા વીસ અને એકવીસના ઉદયરૂપ બે અલ્પતર થાય છે. આ રીતે સમુદ્ધાતમાં ચાર અલ્પતર થાય છે. તથા અયોગીપણાને પ્રાપ્ત કરતા તીર્થકરકેવળીને યોગના રોધ કાળે પૂર્વોક્ત એકત્રીસ પ્રકૃતિમાંથી સ્વરનો ઉદય રોકાય ત્યારે ત્રીસનો ઉદય થાય છે, અને ત્યારપછી ઉચ્છ્વાસનો ઉદય રોકાય ત્યારે ઓગણત્રીસનો ઉદય થાય છે. તથા સામાન્ય કેવળીને પૂર્વોક્ત ત્રીસ પ્રકૃતિમાંથી સ્વરના ઉદયનો રોધ થાય ત્યારે ઓગણત્રીસ અને ઉચ્છ્વાસના ઉદયનો રોધ થાય ત્યારે અઠ્યાવીસનો ઉદય થાય છે. આ રીતે તીર્થંકરને આશ્રયી ત્રીસ અને ઓગણત્રીસના ઉદયરૂપ બે અલ્પતર અને સામાન્ય કેવળીને આશ્રયી ઓગણત્રીસ અને અઠ્યાવીસના ઉદયરૂપ બે અલ્પતર એમ ચાર અલ્પતર થાય છે.
અહીં ઓગણત્રીસનો અલ્પતર બંનેમાં આવે છે પરંતુ અવધિના ભેદે ભિન્ન અલ્પતરની વિવક્ષા થતી નહિ હોવાથી તેને એક ગણી ત્રણ જ અલ્પતર થાય છે.
તથા અઠ્યાવીસના ઉદયવાળા અતીર્થંકર કેવળીને અયોગીપણાની પ્રાપ્તિના પ્રથમ સમયે પરાઘાત, વિહાયોગતિ, પ્રત્યેક, ઉપઘાત, અન્યતમ ઉદયપ્રાપ્ત સંસ્થાન, વજ્રઋષભનારાચસંઘયણ, ઔદારિકદ્ધિક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ, તૈજસ, કાર્મણ, વર્ણાદિચતુષ્ક, અને નિર્માણ, એ વીસ પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થતા આઠનો ઉદય થાય છે, અને ઓગણત્રીસ પ્રકૃતિના ઉદયવાળા તીર્થકરકેવળીને ઉક્ત વીસ પ્રકૃતિઓનો ઉદય-વિચ્છેદ થાય ત્યારે નવનો ઉદય થાય છે. આ પ્રમાણે અઠ્યાવીસ અને ઓગણત્રીસના ઉદયથી આઠ અને નવના ઉદયે જતા આઠ અને નવના બે અલ્પતર થાય છે.
આ રીતે તીર્થંકર અતીર્થકર કેવળી આશ્રયી સમુદ્દાત અને અયોગીપણું પ્રાપ્ત કરતા થતા નવ અલ્પતરો વિચાર્યુ.
તથા સંસારી જીવોને એકત્રીસ આદિ ઉદયસ્થાનેથી આરંભી એકવીસ સુધીના કેટલાંએક અલ્પતર ઉદયસ્થાનોમાં સંક્રમણ થાય છે, જેમ કે ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૪ કે ૨૬ માંથી કોઈપણ ઉદયસ્થાને વર્તતા મરણ પામી એકવીસના ઉદયે જાય એટલે એકવીસનો અલ્પતર થાય, તથા ઉદ્યોત સહિત ત્રીસના ઉદયે વર્તતા ઉત્તરવૈક્રિય શરીરી દેવો વૈક્રિય શરીર વિખરાઈ જાય ત્યારે ઓગણત્રીસના ઉદયે જાય ત્યારે ઓગણત્રીસનો અલ્પતર થાય.
આ પ્રમાણે સંસારી જીવોને કેટલાએક અલ્પતરોનો સંભવ છે પરંતુ જે સંખ્યાવાળા અલ્પતો તેઓને થાય છે તે અલ્પતરો પૂર્વોક્ત અલ્પતરોમાં આવી જાય છે. માત્ર એક અલ્પતર અનેક પ્રકારે થાય છે એટલું જ. પરંતુ અવિધના અલ્પતરોનો ભેદ ગણાતો નહિ હોવાથી નવથી
૧. અહીં એકત્રીસ પ્રકૃતિના ઉદયથી અધિક નામકર્મની પ્રકૃતિઓનું ઉદયસ્થાન ન હોવાથી એકત્રીસ પ્રકૃતિના ઉદયરૂપ અલ્પતર થતો નથી તેથી એકત્રીસ તેમજ પચીસ તથા ચોવીસના ઉદય વિના નવ ઉદયસ્થાનના નવ અલ્પતર ગણાવ્યા અને કેવળીની અપેક્ષાએ તે બરાબર છે પરંતુ લબ્ધિ-સંપન્ન મનુષ્યો અથવા તિર્યંચો વૈક્રિયશરીર બનાવે ત્યારે ત્રીસના ઉદયસ્થાનથી પચીસના ઉદયસ્થાને અને લબ્ધિસંપન્ન છવ્વીસના ઉદયમાં વર્તતો વાયુકાય વૈક્રિયશરીર બનાવે ત્યારે છવ્વીસના ઉદય સ્થાનથી ચોવીસના ઉદયસ્થાને જાય છે. અથવા યથાસંભવ એકત્રીસથી છવ્વીસ સુધીના ઉદયસ્થાનથી પંચેન્દ્રિય તિર્યંચ વગેરે કાળ કરી ઋજુશ્રેણિદ્વારા દેવ-નરકમાં ઉત્પન્ન થાય ત્યારે પચીસના અને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે ચોવીસના