Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૧૦
પંચસંગ્રહ-૧ સમ્યગ્દષ્ટિ દેવ થાય છે. તે જો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય અને તેને ભય જુગુપ્સા ઉદયમાં ન હોય તો પહેલે સમયે અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન ક્રોધાદિમાંથી કોઈ પણ ક્રોધાદિ ત્રણ, પુરુષવેદ અને હાસ્યરતિ યુગલ એ છ પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. આ પ્રમાણે છે પ્રકૃતિના ઉદયરૂપ બીજો અવક્તવ્યોદય થાય છે. જો તે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ન હોય તો પહેલે જ સમયે સમ્યક્વમોહનીય વેદે છે તેથી સમ્યક્વમોહનીય સહિત સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીજો અવક્તવ્યોદય થાય છે.
અથવા જો ક્ષાયિકસમ્યગ્દષ્ટિ હોય અને ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે તો પણ સાત પ્રકૃતિના ઉદયરૂપ ત્રીજો અવક્તવ્ય થાય છે.
જ્યારે ક્ષાયોપશમ સમ્યક્તી ભય કે જુગુપ્સા એ બેમાંથી કોઈપણ એકને અનુભવે ત્યારે અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ભય અને જુગુપ્સા એ બંનેને અનુભવે ત્યારે આઠ પ્રકૃતિના ઉદયરૂપ ચોથો અવક્તવ્યોદય થાય છે.
તથા લાયોપથમિક સમ્યક્તી ભય અને જુગુપ્સા એ બંનેને એક સાથે અનુભવતો હોય ત્યારે નવ પ્રકૃતિના ઉદયરૂપ પાંચમો અવક્તવ્યોદય થાય. આ પ્રમાણે મોહનીયકર્મના અવક્તવ્યોદય કહ્યા.
- હવે નામકર્મનાં ઉદયસ્થાનકો કહે છે. તે બાર છે, તે આ પ્રમાણે–વીસ, એકવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્તાવીસ, અઠ્યાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, નવ અને આઠ. ૨૦-૨૧-૨૪-૨૫-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૯-૮. આ દરેક ઉદય સ્થાનકોને સપ્તતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પોતે જ વિસ્તારપૂર્વક કહેશે માટે અહીં તેઓનું વિવરણ કર્યું નથી, કદાચ અહીં કહેવામાં આવે તો પુનરુકિત થવાથી ગ્રંથગૌરવરૂપ દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય.
અહીં એકવીસના ઉદયસ્થાનેકથી આરંભી યથાયોગ્ય રીતે સંસારમાં કે સમુદ્યાતમાં ચોવીસ આદિ ઉદયસ્થાનકે જાય છે માટે આઠ ભૂયસ્કાર થાય છે.
જો કે ઉદયસ્થાનક બાર છે છતાં વીસના ઉદયસ્થાનેથી એકવીસના તેમ જ આઠના ઉદયસ્થાનેથી નવના ઉદયસ્થાને અને નવના ઉદયસ્થાનેથી વિસના ઉદયસ્થાને કોઈ જીવો જતા નહિ હોવાથી આઠ જ ભૂયસ્કાર થાય છે. વીસ અને આઠનું ઉદયસ્થાન સામાન્ય કેવળીને હોય છે, એકવીસ અને નવનું ઉદયસ્થાન તીર્થકર કેવળીને હોય છે. સામાન્ય કેવળીના ઉદયસ્થાનેથી
૧. દેવગતિમાં ભવના પ્રથમ આરંભી અંતર્મુહૂર્ત પર્યત અવશ્ય હાસ્ય-રતિનો જ ઉદય હોય છે એટલે હાસ્ય, રતિ એ બે પ્રકૃતિ જ ગ્રહણ કરી છે.
૨. અગિયારમે ગુણસ્થાનકેથી જેઓ ભવક્ષયે પડે છે તેઓ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે અને ભવના પ્રથમ સમયે ક્ષાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત કરે છે, પૂર્વભવનું ઉપશમશ્રેણિનું ઉપશમસમ્યક્ત અહીં લાવતા નથી એમ એક આચાર્ય મહારાજ માને છે. તેથી ઉપર લખ્યું છે કે જો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ન હોય તો પહેલે જ સમયે સમ્યક્ત મોહનીયકર્મ વેદે છે. એવો પણ એક મત છે કે ઉપશમશ્રેણિનું ઉપશમસમ્યક્ત લઈ અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે તેમને મતે ઉદયસ્થાનકો અને અવક્તવ્ય ઉદય સાથિંક સમ્પર્વની જેમ ઘટે છે.