________________
પંચમદ્વાર
૫૦૯ એ પ્રમાણે જ્ઞાનાવરણાદિ કર્મની ઉત્તરપ્રકૃતિઓના અને સામાન્યથી સઘળી ઉત્તરપ્રકૃતિનાં બંધસ્થાનકોમાં ભૂયસ્કારાદિ કહ્યા.
હવે ઉદયસ્થાનકોમાં કહેવાનો અવસર છે. તેમાં પહેલા એક એક જ્ઞાનાવરણાદિ ઉત્તરપ્રકૃતિઓનાં ઉદયસ્થાનકોમાં વિચારે છે. તે આ પ્રમાણે–જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, ગોત્ર, અને અંતરાય એ પાંચે કર્મોમાં એક એક ઉદયસ્થાન છે તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીય અને અંતરાય એ બંને કર્મની પાંચે ઉત્તરપ્રકૃતિઓનો પ્રતિસમય ઉદય હોવાથી એ પાંચ પાંચ પ્રકૃતિના સમૂહરૂપ ઉદયસ્થાન છે.
વેદનીય, આયુ અને ગોત્રકર્મનું તેઓની એક એક પ્રકૃતિ જ ઉદયપ્રાપ્ત હોવાથી એક એક પ્રકૃતિરૂપ ઉદયસ્થાન છે. કારણ કે તેઓની ઉત્તરપ્રકૃતિઓ પરસ્પર પરાવર્તમાન હોવાથી એક સાથે બેત્રણ ઉદયમાં આવતી નથી પરંતુ એક વખતે કોઈપણ એકનો જ ઉદય થાય છે.
દર્શનાવરણીયનાં બે ઉદયસ્થાન છે. તે આચાર અને પાંચ, તેમાં ચાર હોય તો ચક્ષુ, અચકું, અવધિ અને કેવળ દર્શનાવરણીય એ ચાર હોય છે. અને પાંચ હોય તો પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાસહિત કરતા પાંચનો ઉદય હોય છે. ચક્ષુદર્શનાવરણાદિ ચાર ધ્રુવોદય હોવાથી તે ચારેનો એક સાથે ઉદય હોય છે. પરંતુ નિદ્રાઓ અધુવોદય અને પરસ્પર વિરુદ્ધ હોવાથી કોઈ વખતે નિદ્રાનો ઉદય નથી પણ હોતો અને જ્યારે હોય ત્યારે પાંચમાંથી કોઈપણ એકનો ઉદય : હોય છે. માટે યથોક્ત બે જ ઉદયસ્થાનકો સંભવે છે.
અહીં ચારથી પાંચના ઉદયે જતા એક ભૂયસ્કાર થાય છે. પાંચથી ચારના ઉદયે જતા એક અલ્પતર થાય છે. અવસ્થિતોદય બે છે, કેમ કે બંને ઉદયસ્થાનકો અમુક કાળપર્યત ઉદયમાં વર્તે છે. અવક્તવ્યોદય સર્વથા ઘટતો નથી. કારણ કે દર્શનાવરણીયકર્મની સર્વ પ્રકૃતિનો ઉદયવિચ્છેદ ક્ષીણમોહ ગુણઠાણે થાય છે, ત્યાંથી પડવાનો અભાવ હોવાથી ફરી તેની કોઈપણ પ્રકૃતિનો ઉદય થતો નથી.
તથા મોહનીયકર્મનાં નવ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે–એક, બે, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દશ. ૧-૨-૪-૫-૬-૭-૮-૯-૧૦. આ સઘળાં ઉદયસ્થાનકોને વિસ્તારથી સપ્તતિકા સંગ્રહમાં આચાર્ય મહારાજ પોતે જ કહેશે માટે તેનો અહીં વિચાર કર્યો નથી.
એકના ઉદયસ્થાનેથી બે આદિના ઉદયસ્થાને ક્રમશઃ જતા આઠ ભૂયસ્કાર થાય છે, તથા દશના ઉદયસ્થાનેથી નવ આદિના ઉદયસ્થાનકે ક્રમશઃ જતા આઠ અલ્પતર થાય છે. અવસ્થિત નવે નવ છે. દરેક ઉદયસ્થાનક અમુક કાળપર્યત ઉદયમાં હોઈ શકે છે.
અવક્તવ્યોદય પાંચ છે. તે આ–એક, છ, સાત, આઠ અને નવ.
તેમાં જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકથી અદ્ધાક્ષયે પડે ત્યારે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે પ્રવેશ કરતા પહેલા સંજવલન લોભ ઉદયમાં આવે છે. તેથી તેને પહેલે સમયે સંજવલન લોભરૂપ એક પ્રકૃત્યાત્મક અવક્તવ્યોદય થાય છે.
જયારે ઉપશાંતમોહ ગુણસ્થાનકથી ભવક્ષયે પડે ત્યારે પહેલે જ સમયે અવિરતિ