Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૦૭
ત્યાંથી અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આવી નામકર્મની અઠ્યાવીસ બાંધતા આયુનો બંધ નહિ કરતા અને અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક અધિક બાંધતા ત્રેસઠ પ્રકૃતિના બંધરૂપ સત્તરમો ભૂયસ્કાર. ત્રેસઠ પ્રકૃતિ આ પ્રમાણે—જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છ, વેદનીય એક, મોહનીય સત્તર, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની અઠ્યાવીસ.
પંચમાર
અહીં પૂર્વોક્ત એકસઠમાંથી આયુ અને તીર્થંકરનામ એ બે ઓછી કરી અપ્રત્યાખ્યાન ચતુષ્ક વધારતાં ત્રેસઠ પ્રકૃતિ થાય છે. બીજી કોઈપણ રીતે પ્રકૃતિ ઓછીવત્તી થતી નહિ હોવાથી બાસઠ પ્રકૃતિનું બંધસ્થાનક સર્વથા સંભવતું નથી. માટે બાસઠના બંધરૂપ ભૂયસ્કાર પણ સંભવતો
નથી.
તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિને નામકર્મની ઓગણત્રીસ બાંધતા ચોસઠ પ્રકૃતિના બંધરૂપ અઢારમો ભૂયસ્કાર. તથા દેવગતિમાં મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકર્મની ત્રીસ બાંધતા તે જ અવિરતિ સમ્યગ્દષ્ટિને પાંસઠ પ્રકૃતિના બંધરૂપ ઓગણીસમો ભૂયસ્કાર. તે જ જીવને આયુ અધિક બાંધતા છાસઠ પ્રકૃતિના બંધરૂપ વીસમો ભૂયસ્કાર. છાસઠ પ્રકૃતિઓ આ પ્રમાણે છે— જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છ, વેદનીય એક, મોહનીય સત્તર, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની ત્રીસ.
ત્યાંથી પડી મિથ્યાત્વે ગયેલાને નામકર્મની ત્રેવીસ બાંધતા આયુનો પણ બંધ કરતા અને મિથ્યાત્વમોહનીય, અનંતાનુબંધી ચતુષ્ક અને સ્થાનર્જિંત્રિક અધિક બાંધતા સડસઠ પ્રકૃતિના બંધરૂપ એકવીસમો ભૂયસ્કાર. તથા એ જ મિથ્યાદષ્ટિને નામકર્મની પચીસ પ્રકૃતિ બાંધતા અને આયુનો બંધ નહિ કરતા અડસઠ પ્રકૃતિના બંધરૂપ બાવીસમો ભૂયસ્કાર. તથા તે જ પચીસના બંધકને આયુ અધિક બાંધતા અગણોતેર પ્રકૃતિના બંધરૂપ ત્રેવીસમો ભૂયસ્કાર. તથા મિથ્યાર્દષ્ટિને નામકર્મની છવ્વીસ પ્રકૃતિ બાંધતા સિત્તેર પ્રકૃતિના બંધરૂપ ચોવીસમો ભૂયસ્કાર. તથા નામકર્મની અઠ્યાવીસ બાંધતા અને આયુનો બંધ નહિ કરતા ઇકોતેર પ્રકૃતિના બંધરૂપ પચીસમો ભૂયસ્કાર. તેને જ આયુનો બંધ કરતા બોતેર પ્રકૃતિના બંધરૂપ છવ્વીસમો ભૂયસ્કાર. તથા નામકર્મની ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતા તોતેર પ્રકૃતિના બંધરૂપ સત્તાવીસમો ભૂયસ્કાર. તથા તે જ મિથ્યાદષ્ટિને નામકર્મની તિર્યંચગતિ પ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતા ચુંમોતેર પ્રકૃતિના બંધરૂપ અઠ્યાવીસમો ભૂયસ્કાર.
તે ચુંમોતેર પ્રકૃતિ આ પ્રમાણે—જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, વેદનીય એક, મોહનીય બાવીસ, આયુ એક, ગોત્ર એક, અંતરાય પાંચ, અને નામકર્મની ત્રીસ. વધારેમાં વધારે એક સમયે એક જીવને ચુંમોતેર પ્રકૃતિ બંધાય છે.
અહીં કેટલાક ભૂયસ્કાર અન્ય અન્ય બંધસ્થાનકની અપેક્ષાએ ઘણી વાર થાય છે પરંતુ તેઓને એક વાર ગ્રહણ કરેલા હોવાથી અને અવધિના ભેદે ભૂયસ્કારના ભેદની વિવક્ષા થતી નહિ હોવાથી તેઓને અહીં ગણવામાં આવ્યા નથી. માત્ર એક ભૂયસ્કાર અનેક પ્રકારે પણ થાય છે એટલું લક્ષ્ય રાખવું. તેથી ભૂયસ્કાર તો અઠ્યાવીસ જ થાય છે.