________________
પંચસંગ્રહ-૧
તથા જે ક્રમે પ્રકૃતિઓ વધારી ભૂયસ્કાર કહ્યા તે ક્રમે પશ્ચાનુપૂર્વીએ પ્રકૃતિઓ ઓછી કરતા અલ્પતર પણ અઠ્યાવીસ જ થાય છે. અને તે પોતાની મેળે જ વિચારી લેવા. સર્વત્ર બંધસ્થાનની સમાન અવસ્થિત બંધ છે' એ વચનને અનુસરી અવસ્થિત ઓગણત્રીસ છે.
૫૦૮
અવક્તવ્યબંધ અહીં સર્વથા ઘટતો નથી. કારણ કે સઘળી ઉત્તપ્રકૃતિઓનો અબંધક થઈને ફરી વાર બંધક થતો જ નથી. સઘળી ઉત્તરપ્રકૃતિઓનો અબંધક અયોગીગુણસ્થાનકે થાય છે ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અવક્તવ્ય બંધ ઘટતો નથી.
૧. ઓગણત્રીસ બંધસ્થાનકોમાં અઠ્યાવીસ અલ્પતર થાય છે તે આ પ્રમાણે—ઉત્કૃષ્ટ શા-૫, ૬-૯, વે-૧, મો-૨૨, આ-૧, ના-૩૦, ગો-૧ અને અં-૫ એ ચુંમોતેર પ્રકૃતિ બાંધી તેમાંથી આયુ કે ઉદ્યોત ઓછી બાંધતાં તોતેર અને બંને ઓછી બાંધતાં બોતેર એમ બે અલ્પતર થાય. તથા નામકર્મની. અઠ્યાવીસ અને શેષ છ કર્મની તેતાળીસ કુલ ઇકોતેર બાંધતા ત્રીજો અલ્પતર, તથા એકેન્દ્રિય યોગ્ય છવ્વીસ, આયુ અને શેષ છ કર્મની તેતાળીસ એમ સિત્તેર બાંધતા ચોથો અલ્પતર. આયુ રહિત અગણોતેર બાંધતા પાંચમો અલ્પત૨. તથા એકેન્દ્રિયાદિ યોગ્ય પચીસ અને શેષ છ કર્મની તેતાળીસ એમ સડસઠ બાંધતા છઠ્ઠો અલ્પતર. તથા આયુ સાથે સાત કર્મની ચુંમાળીસ અને એકેન્દ્રિયયોગ્ય ત્રેવીસ એમ સડસઠ બાંધતા સાતમો અલ્પતર. અને આયુ વિના છાસઠ બાંધતા આઠમો અલ્પતર. તે છાસઠ પ્રકૃતિઓ આ પ્રમાણે—જ્ઞા-૫, ૬-૯, વે-૧, મો-૨૨, ના૨૩, ગો-૧, અને અં-૫.
તથા ચોથે ગુણઠાણે જ્ઞા-૫, ૬-૬, વે-૧, મો-૧૭, આ-૧, ગો-૧, અં-૫, અને નામકર્મની દેવગતિ યોગ્ય તીર્થંકર નામકર્મ સહિત ૨૯ એમ પાંસઠ બાંધતા નવમો અલ્પતર. તેમાંથી જનનામ અને આયુ બેમાંથી એક એક ઓછી બાંધતા ચોસઠે અને બંને ઓછી બાંધતા ત્રેસઠના બંધરૂપ દશમો અને અગિયારમો અલ્પતર.
તથા પાંચમે ગુણઠાણે જ્ઞા-૫ ૬-૬ વે-૧ મો-૧૩ આ-૧ ગો-૧ અં-૫ અને નામકર્મની ૨૯ એમ એકસઠ બાંધતા બારમો અલ્પતર, તથા જિનનામ અને આયુમાંથી એક એક ઓછી કરતા સાઠ અને બંને ઓછી કરતા ઓગણસાઠના બંધરૂપ તેરમો અને ચૌદમો અલ્પતર થાય.
સાતમે ગુણઠાણે શા-૫, ૬-૬ વે-૧ મો-૯ ગો-૧ અં-૫ અને નામકર્મની જિનનામ અને આહારકદ્ધિક સાથે ૩૧ એમ અઠ્ઠાવન બાંધતા પંદરમો અલ્પતર, જિનનામના બંધ વિના સત્તાવન બાંધતા સોળમો અલ્પતર. જિનનામ બાંધતા અને આહારકદ્ધિક નહિ બાંધતા છપ્પનના બંધે સત્તરમો અલ્પતર. અને ત્રણે વિના પંચાવન બાંધતા અઢારમો અલ્પતર.
તથા આઠમે ગુણઠાણે જ્ઞા-૫, નિદ્રાદ્વિક વિના દ-૪, વે-૧, મો-૯, ગો-૧, અં-૫ અને નામ-કર્મની જિનનામ સાથે દેવગતિ યોગ્ય ૨૯ એમ ચોપન બાંધતા ઓગણીસમો અલ્પતર. જિનનામ વિના ત્રેપન બાંધતાં વીસમો અલ્પતર. તથા આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે જ્ઞા-૫, ૬-૪, વે-૧, મો-૯, ગો-૧, અં-૫, અને નામકર્મની યશઃકીર્તિ એક એમ છવ્વીસ બાંધતા એકવીસમો અલ્પતર.
તથા નવમે ગુણઠાણે જ્ઞા-૫, ૬-૪, વે-૧, મો-૫, નામ-૧, ગો-૧, અને અં-૫ એણ બાવીસ બાંધતા બાવીસમો અલ્પતર, પુરુષવેદ વિના એકવીસ બાંધતા ત્રેવીસમો અલ્પતર. સંજ્વલન ક્રોધ વિના બાંધતા ચોવીસમો અલ્પતર. માન વિના ઓગણીસ બાંધતા પચીસમો અલ્પતર, માયા વિના અઢાર બાંધતા છવ્વીસમો અલ્પતર. અને લોભ વિના દશમે ગુણઠાણે સત્તર બાંધતા સત્તાવીસમો અલ્પતર. અને અગિયારમે ગુણઠાણે એક સાત વેદનીય બાંધતા અઠ્યાવીસમો અલ્પતર. આ પ્રમાણે અઠ્યાવીસ અલ્પતર થાય છે.