Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૪૯૩
અનંત, અનાદિ સાંત, અને સાદિ સાજો બંધ હોય છે. એમ બંધ ત્રણ પ્રકારે છે.
ટીકાનુ–સાંપરાયિક કર્મનો બંધ અભવ્ય જીવોમાં અનાદિ અનંત છે. તેમાં ભૂતકાળમાં સર્વદા બંધ થતો હોવાથી અનાદિ, અને ભવિષ્યકાળમાં કોઈ પણ કાળે બંધનો નાશ નહિ થાય, સર્વદા બંધ કર્યા જ કરશે માટે અનંત.
| ભવ્ય જીવોમાં અનાદિસાંત. તેમાં ભૂતકાળમાં હંમેશાં બંધ થતો હોવાથી અનાદિ અને ભવિષ્યકાળમાં મોક્ષમાં જતાં કોઈ કાળે બંધનો વિચ્છેદ થશે માટે સાન્ત.
તથા ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી પડેલા જીવોમાં સાદિ સાંત. તેમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકે બંધનો અભાવ હોવાથી અને ત્યાંથી પડે ત્યારે ફરી બંધ થતો હોવાથી સાદિ. એટલે કે ઉપશાંતમોહ ગુણસ્થાનકે સાંપરાયિક કર્મનો બંધ થતો નથી ત્યાંથી પડી દશમા આદિ ગુણસ્થાનકે આવે ત્યારે બાંધે માટે સાદી, અને તેને ભવિષ્યકાળમાં વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળે મોક્ષમાં જતા બંધનો નાશ થશે માટે સાંત.
આ પ્રમાણે બંધ ત્રણ પ્રકારે થાય છે. ૯ હવે આ જ ત્રણ પ્રકારના બંધના ઉત્તરભેદો બતાવે છે –
पयडीठिईपएसाणुभागभेया चउव्विहेक्केको । उक्कोसाणुक्कोसगजहन्नअजहन्नया तेसिं ॥१०॥ ते वि हु साइअणाईधुवअधुवभेयओ पुणो चउहा । ते दुविहा पुण नेया मूल्लुत्तरपयइभेएणं ॥११॥
प्रकृतिस्थितिप्रदेशानुभागभेदात् चतुर्विध एकैकः । उत्कृष्टानुत्कृष्टकजघन्याजघन्यता तेषाम् ॥१०॥ तेऽपि हु साद्यनादिध्रुवाध्रुवभेदतः पुनश्चतुर्धा ।
ते द्विविधाः पुनर्जेया मूलोत्तरप्रकृतिभेदेन ॥११॥ અર્થ–પૂર્વોક્ત અનાદિ અનંતાદિ એકેક બંધ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તથા તે પ્રકૃતિબંધાદિ દરેકના ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય એમ ચાર ચાર ભેદ થાય છે. તે ઉત્કૃષ્ટ આદિ દરેક ભેદો સાદિ અનાદિ અનંત અને સાંત એમ ચાર ચાર પ્રકારે-ભેદે છે અને તે પ્રત્યેક મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદે બબ્બે ભેદે છે.
ટીકાનુ–પૂર્વની ગાથામાં જે અનાદિ અનંત આદિ બંધના ભેદો કહ્યા, તે દરેક પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે ચાર ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, અને પ્રદેશબંધ. એટલે પૂર્વોક્ત બંધના ત્રણ ભેદ પ્રકૃતિબંધાદિ ચારેમાં ઘટે છે. જેમ કે–પ્રકૃતિબંધ અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિ સાંત અને અહીં સાંપરાયિક બંધની
૧. જેની અંદર શરૂઆત કે અંત ન હોય તે અનાદિ અનંત, જેની શરૂઆત ન હોય પરંતુ અંત હોય તે અનાદિ સાંત, જેની શરૂઆત હોય અને અંત ન હોય તે સાદિ અનંત, અને જેની શરૂઆત અંત એમ બંને હોય તે સાદિસાન્ત.