________________
૪૯૮
પંચસંગ્રહ-૧
અર્થ–ઉદય ઉદીરણા અને સત્તામાં ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવq જેમ બંધમાં કહ્યા છે તેમ યથાસંભવ જાણવા.
ટીકાનુ–જેમ બંધમાં મૂળકર્મને આશ્રયી ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય કહ્યા છે તેમ ઉદય, ઉદીરણા અને સત્તામાં પણ જેમ સંભવે તે જાણવા. અતિ સંક્ષેપમાં કહેલી આ હકીકતને વિશેષ વિચારે છે–
મૂળ પ્રકૃતિનાં ત્રણ ઉદયસ્થાનકો છે. તે આ પ્રમાણે–આઠ, સાત અને ચારે. પહેલા ગુણસ્થાનકથી દશમા ગુણસ્થાનપર્યત આઠે કર્મનો ઉદય હોય છે. મોહનીય વિના અગિયારમે અને બારમે સાત કર્મનો, ઘાતિ કર્મ વિના તેરમે અને ચૌદમે ગુણસ્થાનકે ચાર કર્મનો ઉદય હોય છે.
અહીં ભૂયસ્કાર એક છે, તે આ પ્રમાણે–ઉપશાંતમોહ ગુણસ્થાનકે સાતનો વેદક થઈ ત્યાંથી પડે ત્યારે ફરી પણ આઠનો વેદક થાય છે. ચારનો વેદક થઈને સાત કે આઠ કર્મનો વેદક થતો નથી. કારણ કે ચારનો વેદક સયોગી અવસ્થામાં હોય છે. ત્યાંથી પ્રતિપાત થતો નથી માટે અહીં એક જ ભૂયસ્કાર ઘટે છે.
અલ્પતર બે છે તે આ–આઠના ઉદયસ્થાનેથી અગિયારમા કે બારમા ગુણસ્થાનકે સાતના ઉદયસ્થાને, અને સાતના ઉદયસ્થાનેથી તેરમે ગુણસ્થાનકે જાય ત્યારે ચારના ઉદયસ્થાને જાય છે, માટે અલ્પતર બે ઘટે છે.
અવસ્થિત ત્રણ છે. ત્રણે ઉદયસ્થાનકો અમુક કાળ પર્યત ઉદયમાં હોય છે. તેમાં આઠનો ઉદય અભવ્યને અનાદિ અનંત, ભવ્યને અનાદિસાંત અને અગિયારમે ગુણસ્થાનકેથી પડેલાને દેશોન અર્ધ પુગલ પરાવર્તન પર્વત હોય છે. સાતનો ઉદય અંતર્મુહૂર્ત પર્યત હોય છે, અને ચારનો ઉદય દેશોન પૂર્વકોટિ પર્યત હોય છે.
મૂળકર્મના ઉદયસ્થાનમાં અવક્તવ્ય ઘટતો નથી. કારણ કે સઘળા કર્મનો અવેદક થઈને ફરી કોઈપણ કર્મને વેદતો નથી. સઘળા કર્મનો અવેદક આત્મા સિદ્ધાવસ્થામાં થાય છે ત્યાંથી સંસારમાં આવવું નથી કે ફરી કર્મનો વેદક થાય. માટે અવક્તવ્યોદય નથી.
હવે ઉદીરણાસ્થાનકો કહે છે–ઉદીરણાનાં પાંચ સ્થાનકો છે. તે આ–આઠ, સાત, છે, પાંચ, અને છે. તેમાં જ્યાં સુધી આયુની પર્યતાવલિકા શેષ ન રહી હોય ત્યાં સુધી પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનકપર્યત આઠે કર્મની ઉદીરણા હોય છે. અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે જ આત્મા ત્રીજે ગુણસ્થાનકેથી પહેલ કે ચોથે ચાલ્યો જતો હોવાથી ત્યાં આઠ કર્મની જ ઉદીરણા હોય છે. સાતમાથી દશમા ગુણસ્થાનક પર્યત વેદનીય અને આયુ વિના છ કર્મની ઉદીરણા થાય છે. અગિયારમે અને બારમે ગુણસ્થાનકે મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા હોય છે. તેરમે ગુણસ્થાનકે નામ અને ગોત્ર એ બે જ કર્મની ઉદીરણા હોય છે.
આ પાંચ ઉદીરણાસ્થાનમાં ભૂયસ્કાર ત્રણ છે. તે આ પ્રમાણે—ઉપશાંતમોહ ગુણસ્થાનકે પાંચ કર્મનો ઉદીરક થઈ ત્યાંથી પડી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે આવે ત્યારે છ કર્મનો ઉદીરક થાય તે પહેલો ભૂયસ્કર. ત્યાંથી પડતાં પ્રમત્ત સંયતાદિ ગુણસ્થાનકે આયુની આવલિકા શેષ રહે