________________
૪૯૬
પંચસંગ્રહ-૧
છે. અવક્તવ્ય એટલે નહિ કહેવા યોગ્ય, એવો બંધ થાય કે જે બંધ ભૂયસ્કાર, અલ્પતર કે અવસ્થિત શબ્દ વડે કહેવા યોગ્ય ન હોય તે બંધ અવક્તવ્ય કહેવાય. અબંધક થઈને નવો બંધ શરૂ કરે તે જ ભૂયસ્કારાદિ શબ્દ વડે કહેવા યોગ્ય હોતો નથી. માટે તે બંધ અવક્તવ્ય કહેવાય છે. તેનો પણ એક સમયનો જ કાળ છે. કારણ કે પછીના સમયે વધે, ઘટે કે તેનો તે જ રહે તો તે બંધ ભૂયસ્કારદિ સંજ્ઞાને યોગ્ય થાય છે.
તથા જ્યારે જેટલી પ્રકૃતિ પૂર્વના સમયે બાંધી હતી, તેટલી જ પછીના સમયોમાં બાંધે ત્યારે તે બંધ અવસ્થિત કહેવાય. કારણ કે બંધસંખ્યામાં વૃદ્ધિહાનિ થઈ નથી, તેટલી જ સંખ્યા છે.
હવે મૂળ તથા ઉત્તર પ્રકૃતિઓમાં તે ભૂયસ્કારાદિ કેવી રીતે ઘટે છે, તે તમે સાંભળો— તેમાં પહેલા મૂળ કર્મોમાં વિચારે છે.
મૂળ કર્મમાં ચાર બંધસ્થાનક છે. તે આ પ્રમાણે—એક, છ, સાત, અને આઠ. તેમાં જ્યારે એક સાત વેદનીયરૂપ કર્મપ્રકૃતિ બાંધે ત્યારે એક અને તે ઉપશાંત મોહાદિ ગુણસ્થાનકે સમજવો. જ્યારે છ કર્મપ્રકૃતિ બાંધે, ત્યારે છનો બંધ, અને તે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકે સમજવો. સાત કર્મ બાંધતા સાતનો બંધ અને તે મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદરે સમજવો. તથા શેષ મિથ્યાદૃષ્ટિથી આરંભી મિશ્રવર્જિત અપ્રમત્ત સંયત સુધીના ગુણસ્થાનકવાળાને આયુ બંધકાળે આઠનો અને શેષ કાળે સર્વદા સાતનો બંધ સમજવો. ૧૨
ટીકામાં મૂળ કર્મનાં જે બંધસ્થાનકો કહ્યાં તે જ ગાથામાં કહે છે— इगछाइ मूलियाणं बंधद्वाणा हवंति चत्तारि ।
एकषडादीनि मूलानां बन्धस्थानानि भवन्ति चत्वारि । અર્થ—મૂળકર્મનાં એક અને છ આદિ ત્રણ કુલ ચાર બંધસ્થાનકો છે.
ટીકાનુ—મૂળ કર્મનાં એક અને છ આદિ ત્રણ, કુલ ચાર બંધસ્થાનકો છે. તે આ એક, છ, સાત અને આઠ. આ ચારે બંધસ્થાનકો પૂર્વની ગાથામાં કહ્યા છે.
તેમાં ભૂયસ્કાર ત્રણ છે, તે આ પ્રમાણે—ઉપશાંતમોહ ગુણસ્થાનકે એક પ્રકૃતિ બાંધી, ત્યાંથી પડી, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે છ પ્રકૃતિ બાંધતાં જે સમયે છનો બંધ કરે, તે સમયે ભૂયસ્કાર બંધ અને શેષ કાળે જ્યાં સુધી તેનો તે જ બંધ કરે ત્યાં સુધી અવસ્થિત બંધ હોય છે. આ પહેલો ભૂયસ્કાર બંધ કહેવાય. ત્યાંથી પડતા અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે મોહનીયકર્મ સહિત સાત કર્મ પ્રકૃતિ બાંધતાં પહેલે સમયે બીજો ભૂયસ્કાર બંધ અને શેષકાળે જ્યાં સુધી તેનો તે જ બંધ કરે ત્યાં સુધી અવસ્થિત બંધ હોય છે. આ બીજો ભૂયસ્કાર કહેવાય. સાત બાંધીને પ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં આયુકર્મ સહિત આઠ બાંધતા પહેલે સમયે ત્રીજો ભૂયસ્કાર બંધ અને શેષ કાળે અવસ્થિત બંધ હોય છે. આ ત્રીજો ભૂયસ્કાર કહેવાય. આ પ્રમાણે મૂળકર્મમાં ત્રણ ભૂયસ્કાર કહ્યા.
અલ્પતર પણ ત્રણ હોય છે. તે આ પ્રમાણે—આઠ કર્મ પ્રકૃતિ બાંધીને સાત બાંધતા