________________
૫૦૪
પંચસંગ્રહ-૧ જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી ભવક્ષયે પડતા અનુત્તરદેવમાં જાય ત્યારે પહેલે જ સમયે ચોથા ગુણસ્થાનકે દર્શનાવરણીયકર્મની છ પ્રકૃતિ બાંધતાં છના બંધરૂપ બીજો અવક્તવ્યબંધ થાય છે.
આ પ્રમાણે દર્શનાવરણીય કર્મમાં બે અવક્તવ્ય બંધ થાય છે. નામકર્મમાં એક, ઓગણત્રીસ અને ત્રીસના બંધરૂપ ત્રણ અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે–
જ્યારે ઉપશાંતમોહ ગુણસ્થાનકનો કાળ પૂર્ણ કરી પડી દશમા ગુણસ્થાનકે પ્રવેશ કરે ત્યારે પહેલે જ સમયે એક યશકીર્તિ બાંધતા એક પ્રકૃતિના બંધરૂપ પહેલો અવક્તવ્ય.
તથા જ્યારે ભવક્ષયે પડી દેવપણે ઉત્પન્ન થાય ત્યારે ત્યાં પહેલે જ સમયે મનુષ્યગતિયોગ્ય ઓગણત્રીસ પ્રકૃતિ બાંધતાં ઓગણત્રીસ પ્રકૃતિના બંધરૂપ બીજો અવક્તવ્ય. .
તથા કોઈ જીવ તીર્થકરનામકર્મનો નિકાચિત બંધ કરી ઉપશમશ્રેણિ પર આરૂઢ થઈ અગિયારમે ગુણસ્થાનકે મરણ પામી દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પહેલે જ સમયે તીર્થકરનામકર્મ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય ત્રીસ પ્રકૃતિ બાંધતાં ત્રીસ પ્રકૃતિના બંધરૂપ ત્રીજો અવક્તવ્ય બંધ થાય છે.
તથા મોહનીયકર્મમાં એક અને સત્તર પ્રકૃતિના બંધરૂપ બે અવક્તવ્ય બંધ છે. તે આ પ્રમાણે–
ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી તેનો કાળ પૂર્ણ કરી ક્રમશઃ પડતાં પડતાં બાદર સંપરાય ગુણસ્થાનકે સંજ્વલન લોભરૂપ એક પ્રકૃતિ બાંધતાં એકના બંધરૂપ પહેલો અવક્તવ્ય.
ભવક્ષયે પડી દેવપણું પ્રાપ્ત કરે ત્યારે પહેલે જ સમયે અવિરતિ સમ્યગ્દષ્ટિ થાય ત્યાં અવિરતિ સમ્યગ્દષ્ટિ નિમિત્તક સત્તર પ્રકૃતિ બાંધતાં સત્તરના બંધરૂપ બીજો અવક્તવ્યબંધ.
આ રીતે મોહનીયકર્મમાં બે અવક્તવ્ય બંધ થાય છે.
તથા ત્રીજા વેદનીયકર્મ વિના શેષ જ્ઞાનાવરણીય, અંતરાય, આયુ અને ગોત્રરૂપ ચાર કર્મમાં એક એક અવક્તવ્ય બંધ છે.
તેમાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી અદ્ધાક્ષયે કે ભવક્ષયે પડી પાંચ પાંચ પ્રકૃતિ બાંધતા પહેલે જ સમયે પાંચ પાંચ પ્રકૃતિના બંધરૂપ એક એક અવક્તવ્ય બંધ થાય છે.
તથા ઉપશાંતમોહ ગુણસ્થાનકેથી બંને પ્રકારે પડતા ઉચ્ચ ગોત્ર બાંધતા પહેલે જ સમયે ઉચ્ચ ગોત્રના બંધરૂપ ગોત્રકર્મમાં એક અવક્તવ્ય બંધ થાય છે.
તથા આયુના બંધના આરંભમાં ચાર આયુમાંની કોઈપણ એક એક પ્રકૃતિ બાંધતાં પહેલે જ સમયે તે તે એક એક આયુના બંધરૂપ અવક્તવ્યબંધ થાય છે.
વેદનીયકર્મમાં અવક્તવ્યબંધ સર્વથા ઘટતો નથી. કારણ કે વેદનીયકર્મનો બંધવિચ્છેદ