________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
તેના વિકલ્પના ભાંગાઓ થાય છે. તે ભાંગાઓ સાસ્વાદન ગુણસ્થાનકની જેમ જ થતો હોવાથી અહીં ફરીથી લખેલ નથી.
દેશવિરતિ ગુણસ્થાનક
આ ગુણસ્થાનકે ત્રણમાંથી એક વેદ, આહારકદ્ધિક, કાર્યણ તથા ઔદારિકમિશ્ર વિના અગિયારમાંથી એક યોગ, બે યુગલમાંથી એક યુગલ, પાંચ ઇન્દ્રિયના અસંયમમાંથી એક ઇન્દ્રિયનો અસંયમ, ચાર કષાયોમાંથી પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એ બે ક્રોધાદિક તેમજ અહીં ત્રસકાયની વિરતિ હોવાથી શેષ પાંચ કાયમાંથી એક કાયની હિંસા એમ જધન્યથી આઠ બંધહેતુઓ છે. તેમાં ચાર કાય તથા ભય, જુગુપ્સા ઉમેરવાથી ઉત્કૃષ્ટથી ચૌદ બંધહેતુઓ થાય છે. આ બંને હેતુઓનો એક-એક જ વિકલ્પ છે. તથા બે કાયવધ આદિની સંખ્યા, ભય તથા જુગુપ્સા એ ત્રણના ફેરફારથી થતા નવથી તેર સુધીના મધ્યમ હેતુઓમાંથી નવ અને તેરના ત્રણ-ત્રણ અને શેષ હેતુઓના ચાર-ચાર વિકલ્પ થાય છે.
અહીં કાય પાંચ જ હોવાથી પાંચ કાયના પંચસંયોગી એક, એક અને ચતુઃસંયોગી પાંચપાંચ અને દ્વિસંયોગી તથા ત્રિસંયોગી દશ-દશ ભાંગા થાય છે. માટે જે જે બંધહેતુમાં જેટલી કાયનો વધ હોય તે તે બંધહેતુમાં કાયના સ્થાને તેટલા સંયોગી ભંગની સંખ્યા મૂકવી.
કષાય કાયવધ સ્થાપન કરેલ અંકોને અનુક્રમે પહેલાથી છેલ્લા અંક સુધી ગુણાકાર કરવાથી કુલ
૪
૫
અહીં આઠ બંધહેતુમાં અંકસ્થાપના આ રીતે ઃ—વેદ યોગ યુગલ ઇન્દ્રિયનો અસંયમ
૩ ૧૧
૨
૫
ભંગ, સંખ્યા આવે છે. જેમ કે—ત્રણ વેદને અગિયાર યોગે ગુણતાં તેત્રીસ, તેને બે યુગલે ગુણતાં છાસઠ, તેને પાંચ ઇન્દ્રિયના અસંયમે ગુણતાં ત્રણસો ત્રીસ, તેને ચાર કષાયે ગુણતાં તેરસો વીસ, અહીં પાંચ કાયના એક સંયોગી પાંચ ભાંગા હોવાથી તેરસો વીસને પાંચે ગુણતાં .જઘન્યપદભાવી આઠ બંધહેતુના છાસઠસો ભાંગા થાય.
બંધ
હેતુ
८
જે બંધહેતુમાં ચાર કાયની હિંસા હોય ત્યાં પણ છાસઠસો, બે અથવા ત્રણ કાયની હિંસા હોય ત્યાં તેર હજાર બસો અને જ્યાં પાંચે કાયનો વધ હોય ત્યાં માત્ર તેરસો વીસ ભાંગા થાય છે.
2
હેતુઓના વિકલ્પો
૧ વેદ. ૧ યોગ. ૧ યુગલ. ૧ ઇન્દ્રિયનો અસંયમ, ૨ કષાય ૧ કાયવધ
૯
૯ પૂર્વોક્ત ભય
પૂર્વોક્ત આઠ બે કાયનો વધ
૪૬૫
પૂર્વોક્ત જુગુપ્સા
પંચ ૧-૫૯
વિકલ્પ વાર
ભાંગા
૬૬૦૦
૧૩૨૦૦
૬૬૦૦
૬૬૦૦
કુલ ભાંગા સંખ્યા
૬૬૦૦
૨૬૪૦૦