Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર
૪૮૯
મિશ્રમોહમોહનીય કર્મનો ઉદય ત્રીજે ગુણસ્થાનકે જ હોવાથી તેની ઉદીરણા પણ ત્રીજું ગુણસ્થાનક જ્યાં સુધી રહે ત્યાં સુધી જ થાય છે.
અપ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, દેવાયુ, નારકાયુ, તિર્યગાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, દેવદ્રિક, નરકદ્ધિક, વૈક્રિયદ્ધિક દુર્ભગ, અનાદેય અને અપયશકીર્તિરૂપ સત્તર પ્રવૃતિઓની ઉદીરણા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક સુધી થાય છે, તે પછી થતી નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણનો ઉદય ચોથા ગુણસ્થાનક સુધી જ હોય છે. ત્યારપછીના ગુણસ્થાનકે તેનો ક્ષયોપશમ થયેલો હોવાથી ઉદય હોતો નથી. તથા દેવત્રિક, નરકત્રિક અને વૈક્રિયદ્ધિકનો ઉદય દેવતા નારકીને પહેલા ચાર ગુણસ્થાનક હોવાથી ચાર ગુણસ્થાનક સુધી જ હોય છે. અહીં ભવધારણીય વૈક્રિયશરીરની વિવક્ષા હોવાથી વૈક્રિયદ્ધિકે ચાર ગુણસ્થાનક કહ્યા છે. અન્યથા કૃત્રિમ વૈક્રિયશરીર નામનો ઉદય તો સાત ગુણસ્થાનક સુધી હોય છે. તથા કોઈપણ આનુપૂર્વીનામકર્મનો ઉદય વિગ્રહગતિમાં હોય છે અને ત્યાં પહેલું, બીજું અને ચોથું એ ત્રણ ગુણસ્થાનક જ હોય છે, બીજાં કોઈ ગુણસ્થાનકો હોતાં નથી માટે મનુષ્ય-તિર્યંચાનુપૂર્વીનો ઉદય પણ ત્રીજા વિના ચતુર્થ ગુણસ્થાનક સુધી જ હોય છે. તથા દૌર્ભાગ્ય, અનાદેય અને અપયશકીર્તિ નામકર્મનો ઉદય દેશવિરતિ આદિ ગુણસંપન્ન જીવોને ગુણનિમિત્તે જ હોતો નથી. માટે સત્તર પ્રવૃતિઓની ઉદીરણા પણ ચોથા ગુણસ્થાનક સુધી જ થાય છે.
તથા પ્રત્યાખ્યાનાવરણ ચતુષ્ક, તિર્યગ્ગતિ, તિર્યગાયુ, ઉદ્યોતનામકર્મ, અને નીચ ગોત્ર એ આઠ પ્રકૃતિની ઉદીરણા દેશવિરતિ ગુણસ્થાનક સુધી થાય છે. કારણ કે પ્રત્યાખ્યાનાવરણનો ઉદય પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે, આગળ તેનો ક્ષયોપશમ થયેલો હોવાથી ઉદય હોતો નથી. તથા તિર્યંચોને પાંચ ગુણઠાણા હોવાથી તિર્યગ્ગતિ અને તિર્યંચાયુનો ઉદય પણ પાંચમા ગુણસ્થાનક સુધી જ હોય છે. ઉદ્યોતનામકર્મ તિર્યંચગતિનું સહચારી હોવાથી તેનો ઉદય પણ પાંચમા સુધી જ હોય છે. જો કે આગળ ઉપર સાધુ વૈક્રિય કે આહારક શરીર કરે ત્યારે ઉદ્યોતનો - ઉદય થાય છે. પરંતુ તે મનુષ્યગતિની સહચારી નથી તેથી તથા અલ્પકાળપર્યત તેમજ અલ્પને તેનો ઉદય હોવાથી વિવલી નથી. તથા નીચ ગોત્રનો ઉદય પણ તિર્યંચો આશ્રયીને જ પાંચમા ગુણસ્થાનક સુધી હોય છે. માટે આ આઠે પ્રકૃતિઓની ઉદીરણા પણ પાંચમા ગુણસ્થાનક સુધી જ થાય છે.
સ્યાનદ્ધિકત્રિક અને આહારકદ્ધિકરૂપ પાંચ પ્રકૃતિની ઉદીરણા પ્રમત્ત ગુણસ્થાનક પર્યત હોય છે. કારણ કે થીણદ્ધિ, નિદ્રાનિદ્રા અને પ્રચલાપ્રચલા એ ત્રણ નિદ્રાઓ સ્થૂલ પ્રમાદરૂપ હોવાથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકે તેનો ઉદય હોઈ શકે નહિ માટે પ્રમત્તપર્યંત તેનો ઉદય હોય છે. તથા આહારક શરીર અને તેનાં અંગોપાંગનો ઉદય પ્રમત્ત ગુણસ્થાનકે આહારકશરીર કરનાર ચૌદ પૂર્વધરને હોય છે. જો કે આહારક શરીર કરી ઉદ્યોત નામકર્મ વિના ૨૯ અને ઉદ્યોતનામકર્મ સહિત ૩૦ના ઉદયે વર્તતા કોઈ સાધુ અપ્રમત્ત ગુણસ્થાનકે જાય છે અને ત્યાં આહારકદ્ધિકનો ઉદય ઘટી શકે છે પરંતુ તેઓ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી. તેથી પ્રમત્ત ગુણસ્થાનકે તેનો ઉદય લીધો છે. માટે એ પાંચ પ્રકૃતિઓની ઉદીરણા પ્રમત્તસંયત સુધી જ પંચ૦૧-૬૨