Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર
४८७
તથા સઘળાં કર્મોની અદ્વાવલિકા શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં ઉદીરણા થતી નથી. અદ્વાવલિકાનો અર્થ આ પ્રમાણે છે–આવલિ એટલે પંકિત–શ્રેણિ. તે શ્રેણિ પ્રાયઃ દરેક પદાર્થની હોઈ શકે છે પરંતુ અહીં કાળની જ પંક્તિ લેવાની હોવાથી અદ્ધા શબ્દનું ગ્રહણ કર્યું છે. અદ્ધા–કાળની આવલિકા-શ્રેણિ તે અદ્વાવલિકા અર્થાતુ પ્રતિનિયત સંખ્યાવાળીઆવલિકાના સમય પ્રમાણ જે સમયરચના તે અદ્વાવલિકા કહેવાય છે. તે અદ્વાવલિકા અર્થાતુ એક આવલિકા જેટલા કાળમાં ભોગવવા યોગ્ય દલિકો સત્તામાં જ્યારે શેષ રહે ત્યારે ઉદય પ્રવર્તે છે છતાં પણ ઉદીરણા નથી તે આ પ્રમાણે–
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, અને આયુકર્મનો પોતપોતાની પર્યતાવલિકામાં ઉદય હોય છે છતાં પણ ઉદીરણા થતી નથી. કારણ કે ત્યાં તેનું લક્ષણ ઘટતું નથી. ઉદીરણાનું લક્ષણ આ પ્રમાણે છે
ઉદયસમયથી આરંભી એક આવલિકા જેટલા કાળમાં ભોગવાય એવી જે નિષેક રચના તે ઉદયાવલિકા કહેવાય છે. તે ઉદયાવલિકાથી ઉપરનાં સ્થિતિસ્થાનકોમાં રહેલાં દલિકોને કષાયયુક્ત અગર કષાય વિનાના યોગસંજ્ઞક વીર્યવિશેષ વડે ખેંચી ઉદયાવલિકામાં રહેલાં દલિકો સાથે ભોગવવા યોગ્ય કરવાં તે ઉદીરણા કહેવાય છે. કહ્યું છે કે
ઉદયાવલિકાથી ઉપરનાં સ્થિતિસ્થાનકોમાંથી કષાયસહિત કે કષાય વિનાના યોગસંજ્ઞક : વીર્યવિશેષ વડે દલિકોને ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો–મેળવવા તે ઉદીરણા કહેવાય છે.”
જ્યારે કોઈપણ કર્મની સત્તામાં જ એક આવલિકા શેષ રહે ત્યારે તે આવલિકા ઉપર કોઈપણ સ્થિતિસ્થાનક નથી કે જેમાંથી દલિક ખેંચી તેને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવે–મેળવે. માટે તે વખતે ઉદય હોય છે છતાં પણ ઉદીરણા થતી નથી. - તથા ગાથામાંનો તુ શબ્દ અધિક અર્થનો સૂચક હોવાથી નામ અને ગોત્રકર્મનો અયોગી અવસ્થામાં ઉદય હોય છે છતાં યોગનો અભાવ હોવાથી ત્યાં ઉદીરણા થતી નથી. જો કે નામ, ગોત્ર અને વેદનીય કર્મની પર્યતાવલિકા ચૌદમે ગુણસ્થાનકે શેષ રહે છે પરંતુ ત્યાં યોગનો અભાવ હોવાથી ઉદીરણા જ થતી નથી.
તેમાં નામ અને ગોત્રકર્મની ઉદીરણા તેરમાના ચરમસમયપર્યત અને વેદનીયની ઉદીરણા પ્રમત્તપર્યત પ્રવર્તે છે. આયુકર્મની પર્યતાવલિકા ઉપશમશ્રેણિમાં ત્રીજું ગુણસ્થાનક વર્જી અગિયાર ગુણસ્થાનક સુધીમાં શેષ રહી શકે છે. કારણ કે ત્રીજું છોડી અગિયાર ગુણસ્થાનક સુધીમાં મરણ પામી શકે છે. અને ક્ષપકશ્રેણિમાં ચૌદમે ગુણસ્થાનકે જ શેષ રહે છે, પરંતુ તેની ઉદીરણા છઠ્ઠા સુધી જ પ્રવર્તે છે. આગળ ગુણઠાણે અધિક આયુ સત્તામાં હોય તોપણ ઉદીરણા થતી નથી. કારણ પૂર્વે કહ્યું છે.
આ પ્રમાણે મૂળકર્મ આશ્રયી ગુણસ્થાનકોમાં ઉદીરણાનો વિધિ કહ્યો. ૬.
હવે ઉત્તરપ્રકૃતિ આશ્રયી ઉદીરણાનો વિધિ કહેવો જોઈએ, તેમાં કઈ પ્રકૃતિની કયા ગુણસ્થાનક પર્યત ઉદીરણા હોય છે ? તેના નિરૂપણ માટે કહે છે