Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४८६
પંચસંગ્રહ-૧
ઉદીરણા થતી નથી માટે એ બે કર્મનું વર્જન કર્યું છે.
- સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિમાં મોહનીયકર્મનો ક્ષય કરતાં કરતાં સત્તામાં એક આવલિકા શેષ રહે ત્યારે તે છેલ્લી આવલિકામાં મોહનીય વિના પાંચ કર્મની ઉદીરણા થાય છે. ઉપશમશ્રેણિમાં તો મોહની સત્તા વધારે હોવાથી ચરમ સમય પર્યત ઉદીરણા થાય છે. તેથી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકની ચરમ આવલિકામાંથી આરંભી ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યત મોહનીય, વેદનીય અને આયુકર્મ વિના શેષ પાંચકર્મની ઉદીરણા થાય છે.
માત્ર ક્ષીણમોહગુણસ્થાનકની ચરમાવલિકામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અંતરાયની સ્થિતિ સત્તામાં એક આવલિકા જ શેષ રહેવાથી તેની ઉદીરણા થતી નથી. નામ અને ગોત્ર એ બે કર્મની જ ઉદીરણા થાય છે.
કોઈ પણ કર્મ સત્તામાં જ્યારે એક આવલિકા બાકી રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી, કારણ કે ઉપરની સ્થિતિમાંથી ખેંચી શકાય તેવું દળ રહ્યું નથી.
ક્ષીણમોહગુણસ્થાનકની ચરમાવલિકાથી આરંભી સયોગી કેવળી ગુણસ્થાનકના ચરમ સમય પર્યત માત્ર નામ અને ગોત્ર એ બે કર્મની ઉદીરણા થાય છે.
સૂક્ષ્મ કે બાદર કોઈપણ પ્રકારનો યોગ નહિ હોવાથી અયોગી કેવળી ભગવાન કોઈપણ કર્મની ઉદીરણા કરતા નથી. ઉદીરણા યોગ હોય ત્યારે જ થાય છે. અયોગી ગુણસ્થાને યોગ નથી માટે ઉદીરણા થતી નથી. કહ્યું છે કે –
અયોગી આત્મા કોઈપણ કર્મને ઉદીરતો નથી.” ૫
અહીં શંકા કરે છે કે ઉદય હોય ત્યારે જ ઉદીરણા પ્રવર્તે છે, એ પ્રમાણે સિદ્ધાંતમાં તે તે સ્થાને કહ્યું છે. તો શું જયાં સુધી ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે? અથવા ઉદય હોય છતાં ઉદીરણા પ્રવર્તતી નથી એમ પણ બને છે? તેનો ઉત્તર આપતાં આ ગાથા કહે છે
जावुदओ ताव उदीरणावि वेयणीयआउवज्जाणां । अद्धावलियासेसे उदए उ उदीरणा नत्थि ॥६॥ यावदुदयः तावदुदीरणाऽपि वेदनीयायुर्वर्जानाम् ।
अध्यावलिकाशेषे उदये तु उदीरणा नास्ति ॥६॥ અર્થ–વેદનીય અને આયુકર્મ વિના શેષ છ કર્મની જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પણ હોય છે. તથા કોઈપણ કર્મની સત્તામાં એક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદીરણા હોતી નથી, કેવળ ઉદય જ હોય છે.
ટીકાનુ–વેદનીય અને આયુ વિના શેષ છ કર્મનો જ્યાં સુધી ઉદય હોય છે ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. વેદનીય અને આયુકર્મની પ્રમત્ત ગુણસ્થાનક પર્યત ઉદય હોય ત્યાં સુધી ઉદીરણા પ્રવર્તે છે. અને અપ્રમત્તગુણસ્થાનકથી આગળ વેદનીય અને આયુકર્મની ઉદીરણા દૂર થવા છતાં પણ દેશોન પૂર્વકોટિપર્યત કેવળ ઉદય જ પ્રવર્તે છે. અહીં દેશોન પૂર્વકોટિ કાળ સયોગી કેવળી ગુણસ્થાનકના કાળની અપેક્ષાએ સમજવો.