Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४८४
પંચસંગ્રહ-૧
સાતની સત્તા હોય છે. અને શેષ ગુણસ્થાનકોમાં ચાર કર્મનો ઉદય અને ચાર કર્મની સત્તા હોય છે.
ટીકાનુ–મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક પર્યત આઠે કર્મનો ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. કારણ કે આ સઘળા ગુણસ્થાનકોમાં મોહનીયકર્મનો ઉદય અને સત્તા હોય છે. ' ઉપશાંતમોહ ગુણસ્થાનકે ઉદયમાં સાત કર્મ હોય છે. કારણ કે મોહનીયકર્મનો સર્વથા, ઉપશમ થયેલો હોવાથી તેનો ઉદય હોતો નથી. અને સત્તામાં આઠે કર્મ હોય છે. કેમ કે મોહનીયકર્મ સત્તામાં તો પડ્યું જ છે.
ક્ષીણમોહ ગુણસ્થાનકે સાત કર્મનો ઉદય અને સાત કર્મની સત્તા હોય છે. કારણ કે મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયેલો હોવાથી તે ઉદય કે સત્તામાં હોતું નથી. . .
તથા ઘાતકર્મનો સર્વથા નાશ થયેલો હોવાથી સયોગી અને અયોગી કેવળી ગુણસ્થાનકે અઘાતિ ચાર કર્મનો જ ઉદય અને સત્તા હોય.
આ પ્રમાણે મૂળકર્મ આશ્રયી ઉદય અને સત્તાનું સ્વરૂપ કહ્યું.
ઉદીરણાના સંબંધમાં ઘણું કહેવાનું હોવાથી તેનો વિધિ આગળ કહેશે, તેને બાકી રાખી હવે જીવસ્થાનકોમાં બંધ ઉદય અને સત્તા ઘટાવે છે–
बंधंति सत्त अट्ट व उइन्न सत्तट्रगा उ सव्वेवि । सत्तट्टछेग बंधगभंगा पज्जत्तसन्निम्मि ॥४॥ .
बध्नन्ति सप्ताष्टौ वा उदीर्णसत्ताष्टकास्तु सर्वेऽपि ।
सप्ताष्टषडेकाः बन्धकभङ्गाः पर्याप्तसंज्ञिनि ॥४॥ અર્થ–સઘળા જીવો સાત અથવા આઠ કર્મ બાંધે છે. તથા સઘળા જીવોને ઉદય અને સત્તામાં આઠ કર્મો હોય છે. માત્ર પર્યાપ્ત સંજ્ઞીમાં ગુણસ્થાનકના ભેદે સાત, આઠ, છ અને એક એમ બંધના ચાર ભાંગા હોય છે.
ટીકાનુ–પર્યાપ્ત સંજ્ઞી સિવાય શેષ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ તેરે ભેદવાળા સઘળા જીવો પ્રતિસમય સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં પોતાના આયુના બે ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગની શરૂઆતમાં આયુ બાંધે ત્યારે અંતર્મુહૂર્ત પર્યત આઠ કર્મ બાંધે છે. શેષ કાળ નિરંતર સાત કર્મ બાંધે છે. તથા તેરે ભેદના સઘળા જીવોને ઉદય અને સત્તામાં આઠે કર્મો હોય છે.
પર્યાપ્ત સંજ્ઞીમાં સાત, આઠ, છે અને એક એમ ગુણસ્થાનકના ભેદે બંધના ચાર વિકલ્પો હોય છે. એટલે કે પર્યાપ્ત સંજ્ઞી કોઈ વખતે સાત બાંધે છે, કોઈ વખતે આઠ બાંધે છે, કોઈ વખતે છ બાંધે છે, અને કોઈ વખતે એક બાંધે છે.
તેમાં મિથ્યાદષ્ટિથી આરંભી અપ્રમત્તસંયત સઘળા સંજ્ઞી પંચેન્દ્રિયો આયુબંધકાળે આઠ