Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર
૪૮૫
કર્મ અને શેષ સઘળો કાળ સાત કર્મ બાંધે છે. તથા મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સંપરાયવર્તી સઘળા જીવો આયુ વિના સાત કર્મ બાંધે છે. સૂક્ષ્મ સંપરાયે આયુ અને મોહનીય વિના છ કર્મ બાંધે છે. અને ઉપશાંત મોહથી આરંભી સયોગી કેવળી સુધીના સઘળા આત્માઓ એક સાતા વેદનીય કર્મનો બંધ કરે છે. અયોગી કેવળી ભગવાન બંધહેતુના અભાવે એક પણ કર્મનો બંધ કરતા નથી.
ગાથામાં સત્ત પછી ગ્રહણ કરેલ તુ શબ્દ એ અધિક અર્થને સૂચવતો હોવાથી આઠ, સાત અને ચાર એ ત્રણે ઉદયના વિકલ્પો તથા આઠ, સાત અને ચાર એ ત્રણ સત્તાના વિકલ્પો પર્યાપ્ત સંજ્ઞીમાં સમજવા. અને તે ગુણસ્થાનક પરત્વે ઉદય અને સત્તાના વિધિમાં ત્રીજી ગાથામાં કહ્યા છે તે પ્રમાણે જાણવા. ૪ હવે ગુણસ્થાનકોમાં ઉદીરણાવિધિ કહે છે–
जाव पमत्तो अट्टण्हदीरगो वेयआउवज्जाणं । सुहमो मोहेण य जा खीणो तप्परओ नामगोयाणं ॥५॥ यावत्प्रमत्तः अष्टानामुदीरकः वेदनीयायुर्वर्जानाम् । .
सूक्ष्मः मोहेन च यावत् क्षीणः तत्परतः नामगोत्रयोः ॥५॥ અર્થ–મિથ્યાદષ્ટિથી આરંભી પ્રમત્ત સંયત પર્યત સઘળા જીવો આઠ કર્મના ઉદીરક હોય છે, અપ્રમત્તથી આરંભી સૂક્ષ્મ સંપરાય સુધીના સઘળા જીવો વેદનીય અને આયુ વિના છ કર્મના ઉદીરક હોય છે, મોહનીય વિના પાંચ કર્મના ક્ષીણમોહ પર્વત ઉદીરક છે, અને તે પછીના સયોગીકેવળી ગુણસ્થાનકવર્તી જીવો નામ અને ગોત્ર એ બે કર્મના ઉદીરક છે.
ટીકાનુ–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભી પ્રમત્તસંયત ગુણસ્થાનક પર્યત સઘળા જીવો - આઠે કર્મના ઉદીરક હોય છે, એટલે કે તે સઘળા જીવોને સમયે સમયે આઠે કર્મની ઉદીરણા હોય
છે. માત્ર પોતપોતાનું આયુ ભોગવતા એક આવલિકા પ્રમાણ શેષ રહે ત્યારે તેની ઉદીરણા થતી નથી. તે કાળે તેઓ સાત કર્મના ઉદીરક હોય છે.
ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાંથી દલિકો ખેંચી ઉદયાવલિકા સાથે ભોગવવા યોગ્ય કરવા તે ઉદીરણા કહેવાય છે. અહીં માત્ર એક આવલિકા જ બાકી છે. ઉપરની સઘળી સ્થિતિ ભોગવાઈને દૂર થયેલી છે એટલે ઉપરથી ખેચવા યોગ્ય દલિકો નહિ હોવાથી તે એક આવલિકા કાળ આયુ વિના સાત કર્મના ઉદીરક હોય છે.
સમ્યમ્મિગ્લાદષ્ટિ ગુણસ્થાનકે વર્તતા સઘળા જીવો સર્વદા આઠે કર્મના ઉદરક હોય છે. કારણ કે આયુની છેલ્લી એક આવલિકા–શેષ રહે ત્યારે મિશ્રગુણસ્થાનકનો અસંભવ છે. કેમ કે અંતર્મુહૂર્ત આયુ શેષ રહે ત્યારે જ મિશ્રગુણસ્થાનકવર્તી સઘળા જીવો તથાસ્વભાવે ત્યાંથી પડી ચોથે કે પહેલે ગુણસ્થાનકે ચાલ્યા જાય છે, ત્રીજે ગુણસ્થાનકે રહેતા નથી.
અપ્રમત્ત ગુણસ્થાનકથી આરંભી સૂક્ષ્મપરાય ગુણસ્થાનક પર્યત સઘળા જીવો વેદનીય અને આયુ વિના છ કર્મના ઉદીરક છે. અપ્રમત્ત દશાના પરિણામ વડે વેદનીય અને આયુકર્મની