Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમત્કાર
૪૮૩
यावदप्रमत्तः सप्ताष्टबन्धकाः सूक्ष्मः षण्णां एकस्य । ___ उपशान्तक्षीणयोगिनः सप्तानां निवृत्तिमिश्रानिवृत्तयः ॥२॥
અર્થ–અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત જીવો સાત કે આઠ કર્મના બંધક છે. સૂક્ષ્મ સંપરાયવર્તી છ કર્મના, ઉપશાંતમોહ, ક્ષીણમોહ–અને સયોગી કેવળી ગુણસ્થાનકવર્તી એક કર્મના, અને નિવૃત્તિ, મિશ્ર અને અનિવૃત્તિ ગુણસ્થાનકવર્તી સાત કર્મના બંધક છે.
ટીકાનુ–મિશ્ર ગુણસ્થાનક વર્જીને મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભી અપ્રમત્ત ગુણસ્થાન સુધીના સઘળા જીવો સમયે સમયે સાત અથવા આઠ કર્મ બાંધે છે. તેમાં જ્યારે આયુનો બંધ કરે ત્યારે અંતર્મુહૂર્ત પર્યત આઠ બાંધે છે, અને શેષકાળ સાત બાંધે છે. મિશ્ર ગુણસ્થાનક માટે આગળ કહેશે માટે તેનું વર્યું છે.
સૂક્ષ્મસંપરાયવર્તી જીવો મોહનીય અને આયુ વિના સમયે સમયે છ કર્મ બાંધે છે. આ ગુણસ્થાનકવર્તી જીવો અતિવિશુદ્ધ પરિણામવાળા હોવાથી આયુનો બંધ જ કરતા નથી, અને બાદર કષાયના ઉદયરૂપ બંધનું કારણ નહિ હોવાથી મોહનીય કર્મનો પણ બંધ કરતા નથી.
ઉપશાંતમોહ ક્ષીણમોહ અને સયોગી કેવળી ગુણસ્થાનકે વર્તતા આત્માઓ યોગનિમિત્તક એક માત્ર સાતા વેદનીયનો જ બંધ કરે છે. કષાયઉદય નહિ હોવાથી શેષ કોઈપણ કર્મ બાંધતા નથી.
- તથા મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકે આયુ વિના પ્રતિસમય સાત સાત કર્મ બંધાય છે. આઠમે અને નવમે ગુણસ્થાનકે અતિ વિશુદ્ધ પરિણામ હોવાથી અને મિશ્ર ગુણસ્થાનકે જીવસ્વભાવે આયુનો બંધ થતો નથી.'
આ પ્રમાણે મૂળકર્મો આશ્રયી ગુણસ્થાનકોમાં બંધવિધિ કહ્યો. ૨ હવે ઉદય અને સત્તાવિધિ કહે છે – . . जा सुहुमसंपराओ उइन्न संताई ताव सव्वाइं। . सत्तट्ठवसंते खीणे सत्त सेसेसु चत्तारि ॥३॥
यावत्सूक्ष्मसंपरायः उदीर्णानि सन्ति तावत्सर्वाणि ।
सप्ताष्टौ उपशान्ते क्षीणे सप्त शेषेषु चत्वारि ॥३॥ અર્થ સૂક્ષ્મસંપરય પર્યત સઘળાં આઠે કર્મનો ઉદય અને આઠે કર્મની સત્તા હોય છે. ઉપશાંતમોહે સાત કર્મનો ઉદય અને આઠ કર્મની સત્તા હોય છે. ક્ષીણમોહે સાતનો ઉદય અને
૧. આયુનો બંધ ઘોલના પરિણામે થાય છે. ઘોલના પરિણામ એટલે પરાવર્તમાન પરિણામ. ચડતા ઊતરતા પરિણામ. ઉત્તરોત્તર સમયે પરિણામની ધારા ચડતી જતી હોય પછી ભલે તે શુભ હોય કે અશુભ હોય ત્યારે આયુકર્મ બંધાતું નથી. આઠમા આદિ ગુણસ્થાનકોમાં ક્રમશઃ શુદ્ધ પરિણામમાં ચડતો જતો હોવાથી આયુ બંધાતું નથી. ત્રીજે ગુણસ્થાનકે પણ ઘોલના પરિણામનો અસંભવ હોય એમ લાગે છે. શેષ પહેલાથી ‘ છઠ્ઠા સુધીમાં ઘોલના પરિણામનો સંભવ છે તેવા પરિણામે ત્યાં આયુનો બંધ થાય છે, સાતમે ગુણસ્થાનકે જો કે આયુ બંધાય છે ખરું, પણ ત્યાં નવી શરૂઆત થતી નથી. છકે આરંભેલું સાતમે પૂરું કરે છે એટલું જ.