________________
ચતુર્થદ્વાર-પ્રશ્નોત્તરી
અને તેના ભાંગા કેટલા કેટલા હોય ?
ઉત્તર—પ્રથમ ગુણસ્થાને જધન્યથી દશ બંધહેતુ હોય અને તેના ભાંગા છત્રીસ હજાર થાય, ઉત્કૃષ્ટથી અઢાર બંધહેતુ અને તેના ભાંગા સાત હજાર ને આઠસો થાય છે.
પ્રશ્ન—૨૨. મોહનીયકર્મની કઈ પ્રકૃતિના ઉદયથી સત્કારપરિષહ પ્રાપ્ત થાય ? ઉત્તર—લોભ મોહનીયના ઉદયથી સત્કાર પરિષહ પ્રાપ્ત થાય છે.
૪૮૧
પ્રશ્ન—૨૩. કયા કયા ગુણસ્થાનકે જન્યથી અને ઉત્કૃષ્ટથી એક જ પ્રકારના એટલે કે ભેદ ન પડે તેવા બંધહેતુઓ હોય ?
ઉત્તર—દશમાથી તેરમા ગુણસ્થાનક સુધી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક જ પ્રકારના બંધહેતુ હોય છે. ત્યાં દશમે બે અને શેષ ત્રણ ગુણસ્થાને એક જ બંહેતુ હોય છે.
પ્રશ્ન—૨૪. કંઈક ન્યૂન ત્રણ હેતુ પ્રત્યયિક બંધ કયા ગુણસ્થાને હોય અને તે કઈ
રીતે ?
ઉત્તર—કંઈક ન્યૂન ત્રણ હેતુ પ્રત્યયિક બંધ દેશવિરતિ ગુણસ્થાને હોય છે. ત્યાં બાર પ્રકારની અવિરતિમાંથી ત્રસકાયની અવિરતિનું જ પચ્ચક્ખાણ હોવાથી કંઈક ન્યૂન ત્રણ હેતુ કહેલ છે.
પ્રશ્ન—૨૫. પ્રથમ કર્મગ્રંથની ગાથા ૫૪થી ૬૧ સુધીમાં અને તત્ત્વાર્થાધિગમ અધ્યાય ૬નાં ૧૧થી ૨૬ સુધીનાં સૂત્રોમાં દરેક કર્મના જુદા જુદા અનેક બંધહેતુઓ બતાવ્યા છે છતાં અહીં મિથ્યાત્વ વગેરે ચાર જ બંધહેતુઓ કેમ કહ્યા ?
ઉત્તર—કર્મગ્રંથ અને તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં બતાવેલ દરેક કર્મના જુદા જુદા દરેક હેતઓના સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરતાં મિથ્યાત્વાદિ ચારમાં જ સમાવેશ થઈ જાય છે પરંતુ બાળજીવોને હેય-ઉપાદેય રૂપે સમજાવવા કયાં કાર્યો યોગ્ય છે અને કયાં કાર્યો કરવા યોગ્ય નથી તે જણાવવા માટે અથવા કાં કાર્યોથી તે તે કર્મમાં વિશેષ રસબંધ થાય છે તેનું જ્ઞાન કરાવવા દરેક કર્મના ભિન્ન ભિન્ન બંધહેતુઓ જણાવ્યા છે.
પંચ૰૧-૬૧