________________
છે ગઈમ્ |
પાંચમું બંધવિધિ દ્વાર આ પ્રમાણે બંધહેતુનામનું ચોથું દ્વાર કહ્યું. હવે બંધવિધિનામના પાંચમા દ્વારને કહેવાનો અવસર છે, તેમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ કહેવામાં આવશે.
અહીં એમ શંકા થાય કે વન્યસ્ય વિધિઃ વિવિધઃ બંધની વિધિ–સ્વરૂપ–પ્રકાર તે બંધવિધિ એવી વ્યુત્પત્તિ હોવાથી બંધના સ્વરૂપનું પ્રતિપાદન કરવું એ જ યુક્ત છે. ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ અહીં કહેવું તે યુક્તિયુક્ત નથી. તો શા માટે અહીં બંધ, ઉદય ઉદીરણા અને સત્તા એ ચારેના સ્વરૂપને કહેવાની પ્રતિજ્ઞા કરી ? તેનો ઉત્તર આપવા નીચેની ગાથા કહે છે–
बद्धस्सुदओ उदए उदीरणा तदवसेसयं संतं । तम्हा बंधविहाणे भन्नंते इइ भणियव्वं ॥१॥ बद्धस्योदयः उदये उदीरणा तदवशेषकं सत् ।
तस्मात् बन्धविधाने भण्यमाने इति भणितव्यम् ॥१॥ .
અર્થ–બાંધેલા કર્મનો ઉદય થાય છે, ઉદય હોય ત્યારે ઉદીરણા થાય છે, અને શેષની સત્તા હોય છે. આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધવિધિ કહ્યું છતે ઉદયાદિનું સ્વરૂપ પણ કહેવું જોઈએ.
ટીકાન–બાંધેલા કર્મનો તેનો જેટલો જેટલો અબાધાકાળ હોય તેનો ક્ષય થયા બાદ ઉદય થાય છે. ઉદય છતાં પ્રાયઃ અવશ્ય ઉદીરણા હોય છે. અને જે કર્મને અદ્યાપિ ઉદય ઉદીરણા વડે ભોગવીને દૂર નથી કર્યું તે અવશેષ કર્મની સત્તા હોય છે.
( આ પ્રમાણે પરસ્પર સંબંધ હોવાથી બંધનું સ્વરૂપ જ્યારે કહેવામાં આવે ત્યારે ઉદયાદિકનું સ્વરૂપ પણ અવશ્ય કહેવું જોઈએ, એટલે અનુક્રમે ચારેનું સ્વરૂપ આ કારમાં કહેવામાં આવશે. ૧ તેમાં પહેલા મૂળકર્મ આશ્રયી ગુણસ્થાનકોમાં બંધવિધિ કહે છે–
जा अपमत्तो सत्तट्ठबंधगा सुहुम छण्हमेगस्स । उवसंतखीणजोगी सत्तण्हं नियट्टिमीसअनियट्टी ॥२॥
૧. અહીં પ્રાયઃ મૂકવાનું કારણ ઉદીરણા વિના એકલો ઉદય પણ હોય છે, એ જણાવવું છે. જેમ કે મતિજ્ઞાનાવરણાદિ એકતાળીસ પ્રકૃતિઓ.