Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ચતુર્થદ્વાર-સારસંગ્રહ
૪૬૩
મનુષ્યણી તથા તિર્યંચ સ્ત્રીમાં ઉત્પન્ન થતો નથી માટે ઔદારિકમિશ્ર એમ આ ત્રણ યોગો ઘટતા નથી. વળી ચતુર્થ ગુણસ્થાનક લઈને કોઈ જીવ મનુષ્ય કે તિર્યંચમાં પણ નપુંસકપણે ઉત્પન્ન થતો જ નથી તેથી નપુંસકવેદીને ઔદારિકમિશ્રયોગ ઘટી શકતો નથી. એટલે પુરુષ વેદીને તેર યોગ, નપુંસકવેદીને ઔદારિકમિશ્ર વિના બાર અને સ્ત્રી વેદીને કાર્મણ, વૈક્રિયમિશ્ર તથા ઔદારિકમિશ્ર વિના શેષ દશ યોગ ઘટે છે. માટે ત્રણ વેદને તેર યોગે ગુણી તેમાંથી ચાર ભાંગા બાદ કરતાં શેષ પાંત્રીસ, તેને બે યુગલે ગુણતાં સિત્તેર, તેને પાંચ ઇન્દ્રિયોના અસંયમે ગુણતાં ત્રણસો પચાસ, તેને ચાર કષાયે ગુણતાં ચૌદસો થાય. અહીં નવ બંધહેતુમાં એક કાયવધ છે અને છ કાયવધના એકસંયોગી ભાંગા છ થાય છે તેથી ચૌદસોને એ ગુણતાં નવ બંધહેતુના કુલ આઠ હજાર ચારસો ભાંગા થાય છે. પરંતુ ત્યાં કાય સાથે ગુણાકાર કર્યા વિનાના ભાંગા ચૌદસો છે તે બરાબર યાદ રાખવા, અને જે જે બંધહેતુ કે જે જે વિકલ્પમાં છ કાયનો વધ હોય ત્યાં તેનો પસંયોગી એક જ, ભાંગો હોવાથી ચૌદસો ભાંગા જ સમજવા, જ્યાં એક અથવા પાંચ કાયનો વધ હોય ત્યાં તેના ભાંગા છ હોવાથી ચૌદસોને છએ ગુણતાં આઠ હજાર ચારસો ભાંગા થાય,
જ્યાં બે અથવા ચાર કાયનો વધ હોય ત્યાં તેના પંદર-પંદર ભાંગા થતા હોવાથી ચૌદસોને પંદર વડે ગુણતાં એકવીસ હજાર ભાંગા, અને જેમાં ત્રણ કાયનો વધ હોય ત્યાં જ કાયના ત્રિસંયોગી ભાંગા વીસ હોવાથી ચૌદસોને વીસે ગુણતાં અઠ્યાવીસ હજાર ભાંગા આવે. એમ આ ગુણસ્થાને સર્વત્ર સમજવું. વળી અહીં પણ બે વગેરે કાયની વધુ સંખ્યા, ભય અને જુગુપ્સા–આ ત્રણનો મધ્યમ હેતુઓમાં વારંવાર ફેરફાર થાય છે.
અવિરતિ ગુણસ્થાનકે બંધહેતુના વિકલ્પવાર ભાંગાઓ બંધ હેતુઓના વિકલ્પો
વિકલ્પ વાર
ભાંગા કુલ ભાંગી સંખ્યા ૯ | ૧ વેદ, ૧ યોગ, ૧ યુગલ, ૧ ઇન્દ્રિયઅસંયમ, ૩ કષાય, ૧ કાયવધ
૮૪૦
૮૪00 ૧૦] પૂર્વોક્ત નવ, બે કાયનો વધ,
૨૧૦૦ ૧૦ પૂર્વોક્ત ભય
૮૪૦૦
૩૭૮૦ ૧૦ પૂર્વોક્ત જુગુપ્સા
૮૪00 ૧૧. પૂર્વોક્ત નવ, ત્રણ કાયનો વધ,
૨૮00 ૧૧ | પૂર્વોક્ત બે કાય વધ, ભય
૨૧૦૦ ૧૧. પૂર્વોક્ત બે જુગુપ્સા
૨૧૦ ૭૮૪૦ ૧૧. પૂર્વોક્ત ભય જુગુપ્સા
૮૪૦ ૧૨ | પૂર્વોક્ત નવ, ચાર કાયનો વધ
૨૧000 ૧૨ | પૂર્વોક્ત ત્રણ કાયનો વધ, ભય
૨૮૦૦ ૧૨] પૂર્વોક્ત ત્રણ જુગુપ્સા
૨૮૦૦
૯૮૦૦ ૧૨] પૂર્વોક્ત બે કાયનો વધ ભય જુગુપ્સા ,
૨૧૦૦